________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬
કલશામૃત ભાગ-૩ દૃષ્ટિ છે. હું શુદ્ધ ચૈતન્ય છું એવા વિકલ્પ એ મિથ્યાત્વભાવ છે. કર્તાકર્મ અધિકારના ૯૫ શ્લોકમાં આવશે “વિકલ્પ: પરં હર્તા વિકલ્પ: કર્મ વનમ” વિકલ્પ એ જ કર્તા અને વિકલ્પ એ જ કર્મ છે. અહીંયા ચૈતન્ય શુદ્ધ ભગવાનમાં તો હું એક છું, હું શુદ્ધ છું, હું અખંડ છું એવો વિકલ્પ ઉઠાવવો તે વિકલ્પ જ કર્તા અને તે વિકલ્પ જ કર્મ છે. આત્મા કર્તા નથી એમ કહે છે. વિકલ્પ જ કર્તા અને વિકલ્પ જ કર્મ છે. “ન ગતિ વર્તુર્યત્વે સવિન્યસ્થ નશ્યતિ” સવિકલ્પવાળાને (અજ્ઞાનીને) એ કર્તાકર્મપણું જતું નથી. એ કળશ આવશે ત્યારે વિશેષ (ખુલાસો) થશે. અહીંયા તો અત્યારે વિકલ્પ પોતે કર્તા અને વિકલ્પ કર્મ છે. પર્યાયના તો વિકલ્પ છે તે ષકારકના પરિણમથી ઉત્પન્ન થયા છે. હું શુદ્ધ
છું, અખંડ છું એવો વિકલ્પ પણ ષકારકનું પરિણમન છે. વિકલ્પ કર્તા, વિકલ્પ કર્મ, વિકલ્પ અપાદાન, વિકલ્પ પોતાથી કરીને રાખ્યો અને વિકલ્પ આધાર છે.
પ્રશ્ન:- જ્ઞાતાનું કાર્ય નથી?
ઉત્તર- બિલકુલ નહીં. ઝેર કાંઈ અમૃતનું કારણ થાય છે? એ તો ઝેર છે. લસણ ખાતા ખાતા કસ્તુરીનો ડકાર આવે છે? તેમ રાગ કરતાં કરતાં આનંદનો ડકાર આવે છે? અનુભવ આવે છે? ઘણો સૂક્ષ્મ માર્ગ બાપુ! પ્રભુ. તારો પંથ એ પ્રભુનો પંથ, તરવાના પંથ એ કોઈ અલૌકિક છે.
આહાહા ! તારી પ્રભુતાથી ભર્યો પડ્યો ભગવાન તેના અનુભવમાં વિકલ્પ દુઃખરૂપ છે. આહાહા ! આત્માનો અનુભવ તે આનંદરૂપ છે. એક ભાવ પણ જો યથાર્થ સમજે તો બધા ભાવ ખ્યાલમાં આવી જાય. એક ભાવને યથાર્થ સમજે નહીં અને મોટા મોટા શાસ્ત્રના ભણતર અર્થાત્ અગીયાર અંગ અને નવ પૂર્વ અનંતવાર ભણ્યો છે.
શ્રોતા- તમે અમને પ્રેક્ટીકલ પ્રયોગ કેવી રીતે કરવો તે બતાવો ને?
ઉત્તર- કેમ કરવી..... તે બતાવીએ છીએ ને! વિકલ્પ છે તે છોડીને અંદરમાં અનુભવ કરવો. કેમ કરવો તે બતાવીએ છીએ કે નહીં?
શ્રોતાઃ- આમ આંખ બંધ કરવી ને પછી ખોલવી તેમ?
ઉત્તરઃ- આંખ બંધ કરવામાં શું આવ્યું? જે આંધળો હોય તેને આંખ નથી; તેની આંખ બંધ જ છે. તેમાં શું આવ્યું? અંદરમાં પર્યાયમાં વિકલ્પને બંધ કરવા.
(આવું સૂક્ષ્મ લાગે ) એટલે પછી લોકોને એમ લાગે છે કે – આ એકલી નિશ્ચયની વાતો કરે છે. પરંતુ વ્યવહાર છે તે રાગ છે. દુઃખ છે, આકુળતા છે. તેનાથી આત્માનો અનુભવ-સમ્યગ્દર્શન થાય છે? આહાહા ! તેથી બધા એકાન્ત કહે છે. સમજમાં આવ્યું? ભાઈ. પ્રભુ! એકાન્ત છે નાથ! એક સ્વરૂપી ભગવાનમાં જવું તેનું નામ એકાન્ત છે લ્યો જુઓ, અહીં એકની વ્યાખ્યા છે ને? એકનો અર્થ શું કર્યો ? શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ છે તે ત્રિકાળ અનાદિ અનંત તે જ છે. એક છે તે જ શુદ્ધ સ્વરૂપ છે. સમજમાં આવ્યું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com