________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૫
૨૧૩ પોતાની શુદ્ધસ્વરૂપ લક્ષણ નિષ્કર્મ અવસ્થા તે રૂપ પરિણમ્યો છે.” (વસાત નિનીઘં) હવે તે રાગ અને વિભાવથી છૂટીને પોતાના પુરુષાર્થ નિનૌઉં પોતાના ઓધ આનંદનો ઓધ પડ્યો છે તેમાં તે આવી જાય છે, એ રૂપે પરિણમે છે.
જુઓ ! શબ્દ છે “ બળજોરીથી તેનો અર્થ એ કે પુરુષાર્થથી. કર્મનો અભાવ થયો તેથી અહીંયા સમકિતનો પુરુષાર્થ થયો તેમ છે નહીં. પોતાના પુરુષાર્થથી એટલે પર તરફના વલણને છોડીને પોતાના સ્વભાવ તરફના વલણનો ઝુકાવ કર્યો તે પોતાના પુરુષાર્થથી કર્યો છે.
(નિનીઘં) ની વ્યાખ્યા કરી– નિજ ઓઘ, પોતાના શુદ્ધ સ્વરૂપ લક્ષણ નિષ્કર્મ અવસ્થા તે રૂપ પરિણમ્યો છે. સમ્યગ્દર્શનરૂપે પરિણમ્યો છે. તે પોતાના નિજ ઓવરૂપ પરિણમન છે પોતાનું શુદ્ધ. આખો ઓધ પડ્યો છે ને ગંજ તેનું જ આ પરિણમન છે. આવી વાત હવે ખ્યાલમાં ન આવે પછી બીજે ચઢી જાય અને જિંદગી વ્યર્થ ચાલી જાય. આના સંસ્કાર રહે તો પણ તે આગળ વધી જાય.
રાગથી મારી ચીજ તો ભિન્ન છે. મારી ચીજમાં તો રાગ છે નહીં, તો પછી રાગથી મારા કલ્યાણની પર્યાય ક્યારેય પરિણમવાની નથી. નિજ ઓધમાં મારી દૃષ્ટિ છે તો હું શુદ્ધરૂપે પરિણમું છું... ત્યારે પોતાના પુરુષાર્થથી સમ્યગ્દર્શન થાય છે. એમ કહે છે.
* * *
(અનુષ્ટ્રપ) विकल्पक: परं कर्ता विकल्पः कर्म केवलम्।
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।। ५०-९५।। ખંડાન્વય સહિત અર્થ:- “સવિકલ્પચ વર્તુવર્મત્વ ખાતુ ન નસ્થતિ (સવિકલ્પ) કર્મજનિત છે જે અશુદ્ધ રાગાદિ ભાવ તેમને પોતારૂપ જાણે છે એવા મિથ્યાદેષ્ટિ જીવને (વર્તુર્મવં) કર્તાપણું-કર્મપણું (નાતુ) સર્વ કાળ (ન નશ્યતિ) મટતું નથી, કારણ કે “પરં વિન્ય: વર્તા, હેવનમ વિરુત્વ: વર્મ” (વિન્ય:) વિભાવ-મિથ્યાત્વ-પરિણામે પરિણમ્યો છે જે જીવ (પરં) તે જ માત્ર (વર્તા) જે ભાવરૂપ પરિણમે તેનો કર્તા અવશ્ય થાય છે; (વિવેન્જ:) મિથ્યાત્વ-રાગાદિરૂપ અશુદ્ધ ચેતનપરિણામ (રેવનમ) તે જ માત્ર (કર્મ) જીવનું કાર્ય જાણવું. ભાવાર્થ આમ છે-કોઈ એમ માનશે કે જીવદ્રવ્ય સદાય અકર્તા છે; તેનું આમ સમાધાન છે કે જેટલો કાળ જીવનો સમ્યકત્વગુણ પ્રગટ થતો નથી તેટલો કાળ જીવ મિથ્યાદેષ્ટિ છે; મિથ્યાષ્ટિ હોય તો અશુદ્ધ પરિણામનો કર્તા થાય છે, પરંતુ જ્યારે સમ્યકત્વગુણ પ્રગટ થાય છે ત્યારે અશુદ્ધ પરિણામ મટે છે, ત્યારે અશુદ્ધ પરિણામનો કર્તા થતો નથી. ૫૦-૯૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com