________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
કલશામૃત ભાગ-૩ છીએ. પ્રભુ! હું તો જ્ઞાન ને દર્શન સ્વરૂપ જ છું.... ને! હું રાગરૂપ નથી. હું તો જ્ઞાનદર્શન સ્વરૂપ જ છું. મારી પર્યાયમાં પણ જ્ઞાતાદેષ્ટાપણું આવ્યું છે. રાગનું પરિણમન મારામાં આવ્યું જ નથી.
સમયસારના ત્રીજા કળશમાં કહ્યું કે- “કલ્માષિતાયાઃ”. પર્યાયમાં દુઃખ છે તેનો જાણવાવાળો રહ્યો. એ ટીકા કરવાના કાળમાં દૃષ્ટિનું જોર દ્રવ્ય સ્વભાવ ઉપર જશે તેથી ટીકા કરવાના કાળમાં એ કલ્માષિતાનો નાશ થઈ જશે. છે તો હજુ વિકલ્પ! અરે... ભગવાન જે સત્ય છે તે સત્ય જ છે. અસત્ય છે તે અસત્ય જ છે. રાગને પોતાને માનવો તે અસત્ય દષ્ટિ છે. અસત્ય દૃષ્ટિ કહો કે મિથ્યાદેષ્ટિ કહો. મિથ્યા એટલે જૂઠી દૃષ્ટિ. હું રાગ સહિત નહીં, હું તો આનંદ ને જ્ઞાન સહિત છું તેવો જ્ઞાતાદેષ્ટા થયો ત્યાં તો જ્ઞાતાદેખાના પરિણામ રહે છે. હવે તે કર્તા રહેતો નથી. અથવા અશુદ્ધરૂપે પરિણમન કરતો નથી.
આવો (અદભુત ) અધિકાર છે. તારો અધિકાર જ આ છે. એમ કહે છે. તારો અધિકાર જ્ઞાતાદેષ્ટાપણાનો છે. અશુદ્ધતારૂપે પરિણમન કરવું તે તારો અધિકાર છે જ નહીં. તું જ્ઞાતાપણાનો –દાપણાનો અધિષ્ઠાતા છો. પહેલાં અધિકાર લીધું પછી અધિષ્ઠાતા લીધું.
આહાહા! રાગથી તારી દષ્ટિ હઠી ગઈ. અને જે કૃત્રિમ, ક્ષણિક પર્યાયબુદ્ધિ હતી ત્યાં સુધી અશુદ્ધ પરિણમન હતું. હવે ક્ષણિક બુદ્ધિ છૂટી દ્રવ્યબુદ્ધિ થઈ તો હવે તે કેવળ જ્ઞાતા રહે છે. તે હવે અશુદ્ધ પરિણામરૂપે પરિણમતો નથી. “જો જાને સો જાનનારા.” બનારસીદાસજીએ આ શ્લોકમાં તો ઘણું ભરી દીધું છે.
કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનનારા,
જાણે સો કરતા નહી હોઈ, કરતા સો જાને નહીં કોઈ.” તુલસીદાસે આ રીતે ચોપાઈ બનાવી છે. તુલસીદાસે રામાયણ બનાવ્યું છે- “તેરે ઘટમેં રામાયણ હૈ.” તુલસીદાસ બનારસીદાસને મળ્યા હતા. તેમણે રામાયણને જોવાનું કહ્યું. બનારસીદાસે આ ચોપાઈ બનાવી. બનારસીદાસની દશા પણ અલૌકિક અને સ્થિતિ પણ અલૌકિક હતી. દિગમ્બર લોકો કહે–તેઓ અધ્યાત્મની ભાંગ પીને નાચતા હતા. અરે.... પ્રભુ! ભાઈ..... ( આ શું કહે છે?)
પ્રશ્ન- અધ્યાત્મની ભાંગ હોય છે?
ઉત્તર:- અધ્યાત્મની ભાંગ હોય? અરેરે.... ભગવાન! અધ્યાત્મના તો અંદર નિર્વિકલ્પ પ્યાલા હોય છે. ભાંગ કેવી? શું કરે. પ્રભુના વિરહ પડયા , કેવળીના વિરહ પડયા, કેવળજ્ઞાનની ઉત્પત્તિના વિરહ પડયા. સાક્ષાત્ ત્રિલોકીનાથ પ્રભુ ભલે ન હોય! કેવળજ્ઞાનની ઉત્પત્તિ ન હોય; તેના વિરહા પડયા પરંતુ સંતોના ય વિરહા પડ્યા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com