________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૬
૨૨૧ સાદી છે પરંતુ ભાવ તો જે છે તે છે. અરે ! ૮૪ લાખના અવતારના દુઃખથી દુઃખી છે પ્રાણી, તે રાગના ભાવને પોતાના માની ને કર્તા થઈને તે દુઃખી છે. નરક ને નિગોદે જાય છે તે દુઃખી છે.
આ અવસરે, સમ્યગ્દષ્ટિ જીવનો અને મિથ્યાદેષ્ટિ જીવનો પરિણામભેદ ઘણો છે તે કહે છે”-શું કહે છે? મિથ્યાષ્ટિના પરિણામમાં અને સમ્યગ્દષ્ટિના પરિણામમાં ઘણો તફાવત છે-બહુ ભેદ છે.
: : હેવ હર તિ” જે કોઈ મિથ્યાદેષ્ટિ જીવ, મિથ્યાત્વરાગાદિ પરિણામરૂપ પરિણમે છે તે તેવા જ પરિણામનો કર્તા થાય છે;” “કરે કરમ સોઈ કરતારા”એ વ્યાખ્યા થઈ. જ્યાં સુધી તે પુણ્યના પરિણામ મારા છે તેમ માનીને કરે છે ત્યાં સુધી તે મિથ્યાદેષ્ટિ છે.... કર્તાપણે પરિણમે છે. આહાહા ! બાપુ! આ તો ઝીણી વાતું! એ વાતું છે ઝીણીયું લોઢા કાપે છીણીયું.” લોઢાની છીણી ઝીણી... ઝીણી હોય છે ને ! તે લોઢાને કાપે છે. આ લાકડી લોઢાને કાપે? લોઢાના બે ટૂકડાં કરવા હોય તો આ લાકડી મારે તો બે ટૂકડા થાય? તેના માટે લોઢાની છીણી જોઈએ. તેમ અહીંયા પ્રજ્ઞાછીણી જોઈએ. પ્રજ્ઞાછીણી (પટકવાથી) અંદરમાં રાગ મારી ચીજ નથી. હું તો જ્ઞાયક સ્વરૂપ છું એવી પ્રજ્ઞાછીણી સંધિમાં મારી દીધી. આહાહા! કેમ કે રાગ અને આત્મામાં સંધિ થઈ જ નથી. તે ક્યારેય એકરૂપ થયો જ નથી. બેની વચ્ચે સંધિ નામ ભિન્નતાની સાંધ છે. આહાહા ! આવું સાંભળવા મળેય નહીં. એ બિચારા શું કરે ! જયનારાયણ, એકવાર ભક્તિ કરી, જાત્રા કરી શેત્રુંજયની, પછી કરો ગમે તેટલા પાપ?
શ્રોતા:- અમારા ગુરુએ શીખવાડ્યું છે એમાં અમે શું કરીએ?
ઉત્તર:-શીખવાડયું, પણ ઉંધું કોણે માર્યું? કોઈ એમ કહે કે તમારા બાપને મારા બાપે પૂર્વના ભવમાં પાંચ લાખ રૂપિયા આપ્યા છે લાવો..! તો તમે માનો ? આપો? એમ અજ્ઞાની કહેવાવાળા તો ઠીક, પણ તેને સચ્યું તો માન્યું ને! બધું શાસ્ત્રમાં આવે છે. બધા લખાણ શાસ્ત્રમાં આવે છે. દિગમ્બર શાસ્ત્રમાં ગંભીરતાના દરિયા ભર્યા છે.... એવું છે. તેના પિતાજીને પૂર્વભવમાં તેના પિતાજીએ પૈસા આપ્યા હતા.. તેમ કોઈ કહે તો માને ? તેમ અજ્ઞાનીએ કહ્યું ને અજ્ઞાનીએ માન્યું. એ તો તેની રુચિ હતી એટલે માન્યું હતું.... અજ્ઞાનીએ કહ્યું છે માટે માન્યું છે તેમ પણ નથી. - જ્ઞાતા છે તે જાણવાવાળો રહે છે. કહો ! સમજમાં આવ્યું? ભાષા તો સાદી છે પણ ભાવ તો જે છે તે છે. અરેરે ! સત્ય વાત સાંભળવાએ ન મળે અને સત્યની વાતના પંથે ન પડે તો પ્રભુ! તારો આરો ક્યારે આવશે? શું કહ્યું-બે પદમાં તો એટલું સમાવી દીધું છે. અમૃતચંદ્રાચાર્યે ગજબ કામ કર્યું છે. હજાર વર્ષ પહેલા થયા; હાલતા ચાલતા સિદ્ધ. ભિક્ષા (આહાર) માટે જતા હતા! ટીકા કરતા હતા! તે કહે કે-અમે તો જ્ઞાતા દેખા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com