________________
૨૨૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩ છે જ નહીં. આહાહા ! લોકોને આવી વાત ઝીણી પડે.. પણ શું થાય? અત્યારે ઘણો ફેરફાર થઈ ગયો.
ભગવાન શુદ્ધ અંત તત્ત્વ તેનું સમ્યગ્દર્શનમાં આનંદનું ભાન થયું અર્થાત્ આનંદનું વેદન થયું-ભાસ થયો -અનુભવ થયો ત્યારે તેને શુદ્ધ પરિણામનો કર્તા કહેવો તે ઉપચાર છે. કેમ કે રાગનો તો કર્તા છે નહીં. રાગ આવે છે પણ તેના જ્ઞાતા તરીકે તેને જાણે છે. આત્મા જ્ઞાનપરિણામનો કર્તા અને જ્ઞાન પરિણામ કર્મ એ પણ ઉપચારનું કથન છે. કર્તાકર્મ બે ભેદ થયા ને! જ્યારે પોતાની જ્ઞાનપર્યાયમાં રાગ જાણવામાં આવ્યો તો જ્ઞાનની પર્યાયનો આત્મા કર્તા અને જ્ઞાનની પર્યાય પોતાનું કાર્ય તે ઉપચાર છે. પરનો તો કર્તા છે જ નહીં. પરમાં રાગ જ લીધો છે.
“ભાવાર્થ આમ છે કે-સમ્યક અને મિથ્યાત્વના પરિણામ પરસ્પર વિરુદ્ધ છે. જેમ સૂર્યનો પ્રકાશ હોતાં અંધકાર હોતો નથી, અંધકાર હોતાં પ્રકાશ હોતો નથી.” તેમ હોતું જ નથી કે પ્રકાશ અને અંધકાર બન્ને સાથે હોય. અહીં તો રાગનો કર્તા અને જ્ઞાનનો કર્તા તે વાત સિદ્ધ કરવી છે. રાગ થાય છે તે તો પહેલાં આવ્યું. જ્ઞાનધારા અને કર્મધારા તે બન્ને જ્ઞાનીને જ હોય છે. ધર્મીને પણ જ્ઞાનધારા અને કર્મધારા બન્ને હોય છે. પરંતુ રાગધારાનો કર્તા આત્મા નથી. આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદમૂર્તિ પ્રભુ છે તેવી જેને દૃષ્ટિ થઈ, દૃષ્ટિમાં સૂક્ષ્મ દ્રવ્ય સ્વભાવ આવ્યો તો તેને રાગનું કર્તાપણું છે નહીં. ચૈતન્યના પ્રકાશમાં રાગના અંધકારનું કર્તાપણું તેને હોતું નથી. તેથી રાગનો અંધકાર થતો જ નથી એમ કહે છે. આહાહા ! રાગ થાય છે. ..... પરંતુ અહીં રાગનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનમાં આત્મા છે. રાગમાં આત્મા નથી. આહાહા ! આવી વાત ઝીણી.
આ પ્રમાણે સમ્યકત્વના અને મિથ્યાત્વના પરિણામને વિરોધ છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર નથી, અંધકાર હોતા પ્રકાશ નથી. તેમ સમકિતના પરિણામ હોતા મિથ્યાત્વના પરિણામ નથી. પોતાના ચિદાનંદ ભગવાન; સૂક્ષ્મ દ્રવ્ય સ્વભાવનું જ્યાં ભાન થયું ત્યાં રાગનો અંધકાર હોતો જ નથી. અને જ્યાં રાગની એકત્વબુદ્ધિરૂપ રાગનું પરિણમન છે ત્યાં જ્ઞાનનાં પ્રકાશનો અભાવ છે. એ. રાગની એકત્વબુદ્ધિથી અનંત જન્મમરણ થયા. ભગવાન તો શુદ્ધ ચૈતન્યઘન છે તેમાં વિકૃતભાવનું એકપણું માનવું તે જ સંસાર છે.
શરીર, વાણી એ તો જડ-માટી–ધૂળ છે. બહુ રૂપાળું સુંદર શરીર હોય... પરંતુ ભાઈ એ તો જડ છે. એ ચીજ તો માટીની છે. જડની દશા મારી છે તે વાત ક્યાંથી લાવ્યો પ્રભુ! અહીં તો તેનાથી આગળ જઈને... જે શુભરાગ ઉત્પન્ન થાય છે તે અજીવ છે. જડ છે–અંધકાર છે. જે અંધકારનો કર્તા થાય છે તે જ્ઞાતા નહીં. તે તો અજ્ઞાન છે. આહાહા! જે કર્તા થાય છે તે જ્ઞાતા નહીં અને જ્યાં જ્ઞાતા હોય છે ત્યાં કર્તા નહીં. રાગનો કર્તા નથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com