________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૬
૨૨૩ જેમ પિતાજી ગુજરી જાય, લક્ષ્મીનો નાશ થઈ જાય, પાછળથી છોકરાં તકરાર કરે. આ મકાનમાં રહેતા હતા તે મને આપ્યું છે. ભાઈ ! આપણી પાસે ૨૫ લાખની પૂંજી છે અને પાંચ લાખનું મકાન છે, તારે પૈસામાં ભાગ લેવો છે અને મકાનમાં ભાગ લેવો છે તે કેવી રીતે બને? પાછળથી લડે-તકરાર કરે.
શ્રોતા:- તે દૃષ્ટાંત અહીં લાગુ પડે છે.
ઉત્તર:- એ દૃષ્ટાંત લાગુ પડે છે. ભગવાનના વિરહા પડ્યા, કેવળજ્ઞાનની ઋદ્ધિનો નાશ થયો અને છોકરાઓ તકરાર કરે. તે કહે–રાગથી લાભ થશે. પેલા કહે–આત્માથી લાભ થશે. પ્રવચન નં. ૯૩
તા. ૧૨-૯-'૭૭ ૯૬ કળશ ચાલે છે –તેનો ભાવાર્થ. “ય: રતિ ત્િન રાતિ-જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપને અનુભવે છે.” તે જીવ તે જ્ઞાન પરિણામરૂપ છે, તે કેવળ જ્ઞાતા છે, કર્તા નથી. વાત ઘણી સૂક્ષ્મ છે. ધર્મી જીવ! પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવે છે. એ કારણે અશુદ્ધ દયા-દાન-વ્રતાદિના પરિણામનો તે કર્તા થતો નથી. પરિણામ થાય છે પરંતુ તેનો કર્તા થતો નથી. કેમ કે જ્ઞાનસ્વરૂપ આત્મા જે ચિદાનંદ પ્રભુ છે તે રાગનો કરનારો નથી; તે રાગને કરે તેમાં તો આત્માની દિનતા છેમિથ્યાત્વભાવ છે. આત્માની પ્રભુતા તો હું જ્ઞાનસ્વરૂપ- આનંદસ્વરૂપ છું એવા અનુભવમાં છે. રાગ આવે પણ તે તેનો જ્ઞાતા છે. મારી ક્રિયા તો જ્ઞાન ને આનંદની છે. તેમ પોતાની પ્રભુતામાં જ્ઞાતા-દેખાપણું ભાસે છે.... તે ધર્મ છે.
સમ્યગ્દષ્ટિને એમ ભાસે છે કે- હું જ્ઞાતા-દૃષ્ટા છું, રાગનો તો જાણવાવાળો છું, હું રાગનો કર્તા નથી. દયાદાન-વ્રત-જાત્રા-ભક્તિના પરિણામ આવે છે. તો પણ ધર્મી તેને જ્ઞાતાદેષ્ટા તરીકે જાણે છે. રાગ મારું કર્તવ્ય છે અને મારી ચીજ છે –તેમ ધર્મી માનતા નથી. આવો ધર્મ છે.
જે કોઈ મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વ-રાગાદિરૂપ પરિણમે છે તે શુદ્ધસ્વરૂપનો અનુભવશીલ એક જ કાળે તો નથી હોતો.” રાગના શુભ પરિણામ હો કે અશુદ્ધ પરિણામ હો..! પરંતુ તે તરફ દૃષ્ટિ હોવાથી તે મારું કર્તવ્ય છે એમ માની અને એ મારું કાર્ય છે એમ માનીને તે સ્વરૂપથી ભ્રષ્ટ છે. લોકોને હજુ કઠણ પડે! હજુ તો વ્યવહાર કરતાં કરતાં ધર્મ નિશ્ચિત થશે; એ વાત તો ઘણી દૂર રહી. વ્યવહાર આવે છે, પણ જે તેનો કર્તા થાય તે મિથ્યાષ્ટિ છે–એમ કહે છે. કેમ કે ભગવાન આત્મા તો શુદ્ધ ચિઘન, જ્ઞાનાનંદ ચિદ્ર આત્મા છે. જ્ઞાનરસ, આનંદરસ, શાંતરસ, વીતરાગરસથી ભરેલો આત્મા છે તેની જેને દૃષ્ટિ થઈ તે રાગનો કર્તા થતો નથી. કેમ કે પોતાની ચીજમાં રાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com