________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૫
૨૧૭ રાગનો હું કર્તા અને રાગ મારું કાર્ય માનનાર મિથ્યાષ્ટિ છે. (નાતુ) સર્વકાળ મટતું નથી. જાતુ છે ને જાતુ, અર્થાત્ રાગ સહિત પોતાને માનવાવાળાને રાગનું કર્તાને કર્મપણું કયારેય છૂટતું નથી. ભારે આકરું કામ ! આવું સાંભળવુંય કઠણ પડે તો પછી તે પરિણમે કે દિ?
કારણકે - પ વિકલ્પ: વર્તા, વહેવનમ વિરુત્વ: વર્ષ વિભાવ મિથ્યાત્વપરિણામે પરિણમ્યો છે જે જીવ;” જે ભાવરૂપ પરિણમ્યો છે તે તેનો કર્તા. હું રાગ સહિત છું તો તે રાગરૂપે પરિણમે છે. તેને રાગરહિત ભગવાન છે તેનું તો પરિણમન છે જ નહીં. કેમ કે રાગરહિત છું તેવી દૃષ્ટિ તો થઈ જ નથી. રાગ સહિત છું તે કારણે રાગનું કર્તાકર્મપણું છે. તેને રાગ તે મારું કાર્ય તેવું છૂટતું નથી. તે તો મિથ્યાત્વ પરિણામરૂપ પરિણમ્યો છે. તે કર્મજનિત વિકારને પોતાનો માને છે તેથી તે મિથ્યાત્વરૂપે પરિણમ્યો છે. જે જીવ જે ભાવરૂપે પરિણમે છે તે ભાવનો કર્તા થાય છે. રાગરૂપે પરિણમન થયું તો તે રાગનો કર્તા છે જ. આવો માર્ગ ભારે ભાઈ ! અહીં તો જ્યાં જાત્રા કરે, ભક્તિ કરે ત્યાં કલ્યાણ થઈ જાય. અરે પ્રભુ ! સાંભળ તો ખરો નાથ ! તું ક્યાં ગયો છે પ્રભુ!
| ભાવાર્થ આમ છે- “કોઈ એમ માનશે કે જીવદ્રવ્ય સદાય અકર્તા છે;” કોઈ એમ માને કે-જીવ તો રાગનો સદાય અકર્તા જ છે. તો એમ છે નહીં. તેનું આમ સમાધાન છે કે જેટલો કાળ જીવનો સમ્યકત્વગુણ પ્રગટ થતો નથી તેટલો કાળ જીવ મિથ્યાષ્ટિ છે,” સમ્યગ્દર્શન એટલે પોતાના આનંદ સ્વરૂપના અસ્તિત્વનું ભાન તેને થયું. સત્યદર્શન અર્થાત્ ત્રિકાળી ભગવાન જે સત્યસ્વરૂપ પરમાત્મા, ભૂતાર્થ સત્યાર્થ છે તેની દૃષ્ટિ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી રાગ મારો છે એવા મિથ્યાત્વભાવરૂપ પરિણમે છે.
અહીં કહે છે... પૈસાને મારા માને તે તો મૂઢ છે. પરંતુ રાગને પોતાનો માને તે મૂઢ અને મિથ્યાદેષ્ટિ છે. આવી વાત છે પ્રભુ! આ તો વીતરાગનો માર્ગ છે પ્રભુ! વીતરાગનો માર્ગ રાગથી ઉત્પન્ન થતો નથી. રાગ રહિત ભગવાન સત્યાર્થ વીતરાગમૂર્તિ પ્રભુનો આશ્રય કરવાથી સમ્યક નામ સત્ય દર્શન થાય છે.. ત્યારે રાગ મારું કર્મ અને રાગ મારું કર્તવ્ય એ વાત છૂટી જાય છે.
જેટલો કાળ જીવનો સમ્યકત્વ ગુણ પ્રગટ થતો નથી તેટલો કાળ જીવ મિથ્યાદેષ્ટિ છે;” જ્યાં સુધી સ્વભાવની દૃષ્ટિ નથી થઈ ત્યાં સુધી વિભાવની દૃષ્ટિ છે....
ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ છે. આહાહા ! મિથ્યાષ્ટિ છે તે અશુદ્ધ પરિણામનો કર્તા થાય છે. તે અસત્ય નામ જૂઠી દૃષ્ટિ છે. જૂઠી દૃષ્ટિના કારણે કર્તા થાય છે.
“પરંતુ જ્યારે સમ્યકત્વગુણ પ્રગટ થાય છે ત્યારે અશુદ્ધ પરિણામ મટે છે.” સમ્યગ્દષ્ટિને અશુદ્ધ પરિણામ મટી જાય છે. તેને તો અશુદ્ધ પરિણામ છે જ નહીં. આહાહા ! અશુદ્ધ પરિણામ આવે છે પરંતુ તે ( જીવના) નથી. (સમ્યગ્દષ્ટિ) તેનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com