________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
કલશામૃત ભાગ-૩ સ્વામી નથી. એ આપણે ૪૭ શક્તિમાં છેલ્લી સ્વસ્વામી સંબંધ શક્તિ આવી ગઈ. તેમાં ઘણી જ ગંભીરતા ભરી છે. તેનો એવો અર્થ છે કે- પોતાનું દ્રવ્ય શુદ્ધ, પોતાનો ગુણ શુદ્ધ અને જે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થઈ તે શુદ્ધ છે. તે સ્વ છે અને તેનો એ સ્વામી છે. રાગ સ્વ અને રાગનો સ્વામી સમ્યગ્દષ્ટિ તેમ નથી. તો પછી આ પત્નિનો પતિ અને નરનો ઇન્દ્ર, નરેન્દ્ર અને ભૂપેન્દ્ર એ ધૂળમાંય છે નહીં.
અહીં કહે છે કે જે- અશુદ્ધ પરિણામ દેખાય છે ત્યાં સુધી અશુદ્ધ પરિણામનો કર્તા થતો નથી. કેમ કે જ્યાં સુધી વિભાવ પરિણામને પોતાના માનતો હતો, ત્યાં સુધી વિભાવ ઉપર દૃષ્ટિ હતી, ત્યાં સુધી વિભાવરૂપ પરિણમન હતું. ત્યાં સુધી વિભાવની સાથે કર્તાકર્મ હતું. જ્યારે વિભાવ પરિણામ મારા નથી તો શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે એવી દૃષ્ટિ થઈ તો અશુદ્ધ પરિણામ મટી ગયા. હવે અશુદ્ધ પરિણમન જ રહ્યું નહીં. કેમ કે દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે તેનો સ્વીકાર કર્યો તો પરિણામમાં પણ શુદ્ધતાનું જ પરિણમન રહ્યું... હવે અશુદ્ધતા રહી નહીં. અશુદ્ધતા છે તે જ્ઞાનમાં પરશેય તરીકે જાણવામાં આવે છે, પોતાની છે તેમ નહીં. સમજાણું કાંઈ?
અજ્ઞાનીને અશુદ્ધતા મારી છે તેવી માન્યતાને કારણે કર્તાકર્મપણું ઉભું છે. અને જ્ઞાનીને અશુદ્ધ પરિણમનની દષ્ટિ છૂટી ગઈ છે... અને શુદ્ધ દ્રવ્ય સ્વભાવની દષ્ટિ થઈ છે... એ કારણે ત્યાં અશુદ્ધ પરિણમન છે જ નહીં. શુદ્ધ પરિણમન જ છે. અશુદ્ધ પરિણમન છે તેનો જ્ઞાતા છે. તો તેને શુદ્ધ પરિણમન જ છે. આવી વાત છે.
પેલા કહે દયા પાળો તો ધર્મ થઈ ગયો. લ્યો! આરે ભગવાન ! એ દયાનો ભાવ રાગ મારો છે, વ્રતનો રાગ મારો છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ છે-અશુદ્ધ પરિણમન છે. અહીં તો સમ્યગ્દષ્ટિ થયો તો.. અશુદ્ધ પરિણમન મટી ગયું એમ કહે છે. અશુદ્ધ પરિણમન છે પરંતુ તે તેનો જ્ઞાતા રહ્યો માટે મટી ગયું.
સમયસાર બારમી ગાથામાં આવ્યું ને કે- વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. તવાત્વે' પ્રયોજનવાન છે. રાગ થાય છે પરંતુ તેનો જાણવાવાળો રહે છે. જાણવાવાળો રહે છે તો તેનો કર્તા નથી થતો, તો તે જાણવાવાળો હોય છે. તે હવે શુદ્ધરૂપ પરિણમન કરે છે. અશુદ્ધરૂપ પરિણમનને પોતાનામાં નથી લાવતો. જ્ઞાતાની પર્યાયમાં તેનું ( અશુદ્ધતાનું) જ્ઞાન થયું પરંતુ તે ચીજ ન આવી. પરિણમનમાં અશુદ્ધતા ન આવી. પરિણામમાં અશુદ્ધતાનું જ્ઞાતાના જાણવાના પરિણામ આવ્યા. પણ અશુદ્ધતા ન આવી. માટે શુદ્ધતાનું જ પરિણમન છે, અશુદ્ધ પરિણમન નથી. થોડું જરી કઠણ પડે પણ આ સમજ્યા વિના તેના જન્મમરણનો આરો નહીં મટે ભાઈ ! તેને કોઈ શરણ નથી, એકલો પાપ કરે અને દુઃખને ભોગવે.
એક દૃષ્ટાંત છે. એક નાનો ભાઈ બિમાર હતો તો મોટાભાઈ તેની ચાકરી કરતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com