________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
કલશામૃત ભાગ-૩ અધિકારમાં આવે છે તે ચોર છે... ચોર છે. પોતાની નિધિને ન સંભાળીને, પોતાના ચૈતન્યનો-જ્ઞાન ને આનંદનો અનાદર કરી; કૃત્રિમ દયા-દાન-વ્રત-ભક્તિના ક્ષણિક પરિણામનો આદર કરવો તે (ચોર છે). તે પોતાના છે તેમ માનીને મિથ્યાષ્ટિ તે વિકલ્પનો કર્તા થાય છે. આહાહા! બહુ શરતું... બહુ આકરી બાપા !
(વિવ7) કર્મજનિત અશુદ્ધ રાગાદિભાવ તેમને પોતારૂપ જાણે છે એવા મિથ્યાષ્ટિ જીવને (૦ર્મવં નાતુ જ નશ્યતિ) કર્તાપણું- કર્મપણું સર્વ કાળ મટતું નથી.”
સવિકલ્પની વ્યાખ્યા કરી-એ મિથ્યાષ્ટિ જીવ રાગને પોતાનો માને છે તે મિથ્યાદૃષ્ટિ જીવનું કર્તાપણું- કર્મપણું સર્વકાળ મટતું નથી. રાગનો કણ મેલ-ઝેર-દુઃખ છે. રાગને પોતાનું માનવાવાળાને રાગ મારું કર્તવ્ય છે અને રાગ મારું કાર્ય છે તે નાશ નહીં થાય. તે કર્તાકર્મપણું થશે.
આ ચીજ અંદર કેવી છે? ત્રિકાળી આનંદનો નાથ અનાદિ અનંત... અનંત... અનંત શક્તિ સંપન્ન પ્રભુ શક્તિવાન છે. અનંત શક્તિ સંપન્ન શક્તિવાન અનાદિ અનંત વસ્તુ છે. તેની નજર ન કરીને, તેના અસ્તિત્વને શ્રદ્ધામાં ન લઈને, ક્ષણિક વિકાર છે તે મારી ચીજ છે એમ શ્રદ્ધામાં લેવાવાળાનું કર્તા-કર્મપણું નાશ થતું નથી. સમજમાં આવ્યું?
આહાહા! ભાઈ આ તમારું સ્ટીલનું એ તો કાંઈ કરી શકતો નથી. તમારે સ્ટીલનું કારખાનું છે ને ત્યાં ગયા હતા. એકાદ કળશો સ્ટીલનો લ્યો! ભાઈ... અમારે શું કરવું છે સ્ટીલને? અહીંયા કહે છે–એ લોઢું જેમ કાટવાળું છે તેમ રાગ કાટવાળી ચીજ છે. રાગ કાટ છે. પોતાના ચૈતન્ય સુવર્ણમાં રાગ કાટ છે. એ રાગ પોતાનો છે એમ માનવાવાળો રાગસહિત મિથ્યાષ્ટિ છે. તેનું રાગ સાથેનું કર્તાકર્મપણું નષ્ટ નહીં થાય. કારણ કે તે અશુદ્ધતાને પોતારૂપ જાણે છે.
અહીં સવિકલ્પ કહ્યું ને તો- રાગને પોતાનું માનવાવાળો. વિકલ્પ સહિતનો અર્થ એ કે- વિકલ્પ દયા–દાન વ્રત-ભક્તિ-નામ સ્મરણ આદિનો વિકલ્પ હો! તો પણ, તે રાગ મારો છે અને હું રાગ સહિત છું તેમ માનવાવાળો મિથ્યાષ્ટિ છે. રાગ મારું કર્તવ્ય છે અને હું રાગનો કરવાવાળો છું એવા રાગ સાથેના કર્તાકર્મપણાંનો ક્યારેય નાશ નહીં થાય. એ તો હજુ વ્રત-તપ અને ભક્તિ કરીએ તો તેનાથી કલ્યાણ થાય એમ કહે છે. અહીં કહે છે- વ્રત-તપ આદિનો જે વિકલ્પ ઉઠે છે તેને મારો માનવો તે મિથ્યાષ્ટિ છે.
શ્રોતા:- બહુ ફરક છે.
ઉત્તર- ઘણો ફરક છે. ભગવાન તારો માર્ગ તો અલૌકિક છે નાથ ! ઓહોહો ! ભગવાન અનંત આનંદની શક્તિથી ચૈતન્ય રત્નાકર ભર્યો છે. તેનો સ્વામી ન થઈને, તેની આસ્તિક્યતાને છોડીને... રાગની આસ્તિક્યતા કરવાવાળો.. મિથ્યાષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com