________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૪
૨૧૧
સંસ્કૃત જાણીએ નહીં... એટલે આવું હોય તેમાંથી લઈ લઈએ. સંસ્કૃત થોડું શીખ્યા પાંચ સંધિ પછી તેને છોડી દીધું.
સંસ્કૃતના ભણાવવાવાળાને મેં પ્રશ્ન કર્યો આ ‘ દસઅષ્ટ ’ તેનો અર્થ શું ? તો તે કહે ભાઈ ! એ તો ગુરુગમે સમજમાં આવે. દસ ને આઠ અઢાર લેવું ? દસ ને આઠ એંસી લેવું ? તું સંસ્કૃતનો શિક્ષક અને તને ખ્યાલ નથી આવતો ?
ભાષાનો પત્તો લાગી શકે છે, ભાવમાં પત્તો કેવી રીતે ત્યાં દોઢેક મહિનો ભણ્યા હતા, પાંચ સંધિ ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે ભણ્યા 'તા. તમે ભણી ભણીને અર્થ સમજો છો કે નહીં ? તે કહે– અમે તો નથી સમજતા તેનો શું અર્થ થાય તે. ‘દસઅઠ્ઠ’ પંચરંગી આવે છે ને ! દસથી અડધા પાંચ રંગ-દસ અધ્ધ. દસ અધ્ધ તેને કઈ રીતે સમજવું ? તો કહ્યું કે-ગુરુગમ અને સંસ્કાર વિના સમજમાં નહીં આવે. પાંચ વર્ણ છે ને તેને દસ અધ્ધ કર્યા છે – આધા પંચ વર્ણ.
66
એક વખત કહ્યું હતું ને કે- એક મોટા પંડિત હતાં... કાશીના સંવત ૧૯૮૦ની સાલમાં બોટાદ આવ્યા હતા અને વ્યાખ્યાન સાંભળતા હતા. બહુ ન૨મ માણસ હતા. પછી મેં કહ્યું તમે ઘણું સંસ્કૃત ભણ્યા છો તો એક પ્રશ્ન કરું છું.... તેનો અર્થ કરો. “ સંજોગી ભવસ્થ કેવળી ” એમ મેં કહ્યું આજથી ૫૩ વર્ષ પહેલા. મેં સંજોગી માથે મીંડું ચઢાવી દીધું. જોઈએ સજોગી જીવ કેવળી. પછી મેં કહ્યું – “ સંજોગી ભવસ્થ કેવળી ”નો અર્થ કરો ! તેમણે અર્થ કર્યો સંજોગવાળા ભવમાં રહેલાકેવળી મેં કહ્યું આવો અર્થ છે જ નહીં. ‘ સંજોગી ’ માથે જે મીંડું છે તે ખોટું છે. જૂઠું છે. “ સયોગી ભવસ્થ કેવળી ” તેનો અર્થ જોગમાં આવેલા ભવમાં રહેલા કેવળી... તેવો અર્થ છે.
66
તેણે આત્મિક સંસ્કાર ન નાખ્યા. આત્મિક સંસ્કારને બદલે રાગના સંસ્કાર નાખી દીધા. અહીં જે સંસ્કાર નાખવા જોઈએ તે સંસ્કાર ત્યાં નાખી દીધા. પુણ્ય ને પાપના સંસ્કારની બુદ્ધિથી ચારગતિમાં રખડે છે. પોતાનામાં સંસ્કાર નાખવાથી કે હું જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. હું વિકારરૂપ નથી. હું શુદ્ધ ચિદાનંદધન છું તેવા સંસ્કાર નાખવાથી તેને અનુભવ થઈને પેલા સંસ્કારનો અંત આવી જશે. અહીં તો આ વાત છે. તમારા પૈસાની વાત અહીં નથી.
દ
નાના વૃક્ષરૂપ પરિણમે છે” નાના એટલે અનેક વૃક્ષરૂપ પરિણમે છે. કોણ ? પાણી. “તેમ જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયું થકું નાના પ્રકારના ચતુર્ગત પર્યાયરૂપે પોતાને આસ્વાદે છે.” નાના પ્રકાર એટલે અનેક પ્રકારે મનુષ્યગતિ, દેવગતિ, ચારે બધી ગતિ પરાધીન દુઃખરૂપ છે. ચતુર્ગતિ-ચારેય ગતિમાં તબુદ્ધિરૂપ પોતાને આસ્વાદે છે. જુઓ! ચતુર્ગતિમાં સ્વર્ગની ગતિ પણ આવી, તેને દુઃખરૂપ આસ્વાદે છે. ત્યાં દુઃખ છે, ત્યાં ધૂળમાંય સુખ નથી. પંચાસ્તિકાયમાં પ્રથમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com