________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧)
કલશામૃત ભાગ-૩ ભગવાનની સેવા છોડીને તું પર ભગવાનની સેવામાં ધર્મ માને છે? ભગવાન આનંદ સ્વરૂપની સેવા, સેવા એટલે આત્મા તરફની એકાગ્રતા, એ છોડીને પર ભગવાનની સેવા આદિ જે બધું છે તે તો બધો રાગ છે- વ્યાભિચાર છે. ધર્મીને શુભભાવ આવે છે પરંતુ તે તેને દોષરૂપ છે, હેય છે.
અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર સંત વીતરાગ રસમાં આનંદમાં (તરબોળ) પૂરણપૂળી સમજો છો? જેમ પૂરણપૂળી હોય છે ને તેને ગરમ કરીને ઘી માં બોળે.. તરબોળ થાય એમ ભગવાન આત્મા રાગથી ભિન્ન કરી આનંદરસમાં તરબોળ થાય છે. ત્યાં ચૈતન્યના ચમત્કાર દેખાય છે. ત્યાં ચૈતન્યના પ્રકાશનું વેદના થાય છે. આ વિભાવમાં તો ઝેર ચઢી ગયા છે. એ પાણી પોતાની દ્રવ્યત્વરૂપી પ્રવાહ શીતળતા અને સ્વચ્છતા છોડીને.. તે કારેલાના ઝાડમાં ચઢી ગયું છે.
ભગવાન સંતો જગતને આમંત્રણ આપે છે કે પ્રભુ આવીજા ને અહીંયા. બહાર ફરે છે તેમાં તને નુકશાન છે. હજુ નિર્ણયના ઠેકાણા નથી અને દયાદાન-વ્રત-ભક્તિથી મને લાભ થશે (તેમ માને છે) અરેરે... હુજુ વ્યવહારનાય એટલે નિર્ણયના ઠેકાણાં નહીં. (શુભભાવમાં) કોઈ આનંદરસ નથી આવતો તે તો ઝેર છે.
કર્મજનિત જેટલા ભાવ છે તેમનામાં આત્મરૂપ સંસ્કાર બુદ્ધિ, તેનો સમૂહ, તે જ છે (દિને) અટવી. વન, તેમાં (ગ્રામ) ભ્રમણ કરતો થકી.” જેમ પાણી વનમાં ચઢી જાય છે તેમ આ પુણ્ય ને પાપના વિકલ્પના વનમાં ચઢી ગયો છે. કહે નેગંગાનું પાણી પાયખાને. તેમ ભગવાન આત્મા શુભભાવ અને અસંખ્ય પ્રકારના અશુભભાવના પ્રવાહમાં ભ્રષ્ટ થઈને ચઢી જાય છે.
આત્મબુદ્ધિરૂપ સંસ્કારબુદ્ધિ તેનો સમૂહ તે જ છે (દિન) અટવી-વન, તેમાં (બ્રાયન) ભ્રમણ કરતો થકો” ભગવાન તો તે વનથી ખાલી છે, તે તેમાં જતો નથી. અહીંયા કહે છે વનમાં ભટકે છે. જ્યાં આનંદની વસ્તી નથી ત્યાં ભટકે છે અને જ્યાં આનંદની વસ્તી છે ત્યાં આવતો નથી. એ બધું ઠીક છે પણ તેનું સાધન શું? એમ કહે છે. એ સાધન પોતાનામાં કરણ નામનો ગુણ છે... તે સાધન છે. શક્તિમાં ષષ્કારકગુણ છે તેમાં પોતાનો કરણ નામનો અંદરમાં ગુણ છે તે સાધન છે નિર્મળતામાં ચઢાવવા કરણગુણ સાધન છે. વ્યવહાર છે તે સાધન છે જ નહીં પંચાસ્તિકાયમાં સાધન કહ્યું છે ને! ત્યાં તો ભિન્ન સાધનનો આરોપ આપીને વાત કરી છે. ભિન્ન સાધન વસ્તુ છે જ નહીં. | ભાવાર્થ આમ છે કે “જેમ પાણી પોતાના સ્વાદથી ભ્રષ્ટ થયું થયું નાના વૃક્ષરૂપે પરિણમે છે તેમ જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયું થયું” પાણી પોતાના શીતળ, સ્વચ્છ અને પ્રવાહરૂપતાના સ્વાદને છોડી નાના વૃક્ષરૂપે પરિણમે છે. નાના એટલે અનેક. આપણે ૨૦ કળશમાં નાના-અનાના આવ્યું હતું ને! અમે તો બધું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com