________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
કલશામૃત ભાગ-૩ દ્રવ્યત્વનો પ્રવાહ ચાલે છે તે છૂટી જાય છે, અને ત્યાં કારેલાના ઝાડમાં પકડાઈ જાય છે. કારેલાનું ઝાડ હોય છે ત્યા પાણી પર્યાયમાં કડવું થઈ જાય છે..
તેમ અહીં કહે છે-ભગવાન આત્મા પોતાના સ્વભાવથી અનાદિ કાળથી ભ્રષ્ટ થયો છે. જેમ પાણી પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થઈને ઝાડનાં અંદર મૂળમાં ચઢી જાય છે, તેમ ભગવાન આત્મા અનંત આનંદ, અનંત જ્ઞાન સ્વરૂપ (હોવા છતાં) તે પુણ્યપાપના પંથે ચઢી ગયો છે. તે ઝેરના રસ્તે ચઢી ગયો છે.
“વિભારૂપ પરિણામ્યો છે.” તે તો વિકારરૂપે પરિણમી ગયો છે. તે પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થઈ ગયો છે. પાણી જેમ ભ્રષ્ટ થઈ ઝાડ ઉપર ચઢી જાય છે તેમ ભગવાન આત્મા જ્ઞાન-દર્શન આનંદ આદિ અનંતગુણો તેવા પોતાના સ્વરૂપથી શ્રુત થઈને વિભાવના પરિણમનમાં ચઢી ગયો છે. અહીં વિભાવમાં શુભ લેવું કે નહીં? પંડિતજી! આ વિભાવમાં શુભ લેવું કે નહીં? બન્ને છે. નયનો પક્ષ પણ વિકલ્પ હોવાથી વિભાવ છે.
આહાહા ! પાણી જેમ સ્વચ્છ, પ્રવાહિત અને ઠંડું છે તેમ ભગવાન આત્મા અનંતજ્ઞાન-દર્શન આનંદ આદિ અનંતગુણનું સ્વરૂપ છે. જેમ પાણી પોતાનું સ્વચ્છપણું છોડીને વૃક્ષની ઉપર ચઢી ગયું છે તેમ આત્મા વિભાવરૂપે ચઢી ગયો છે એમ કહે છે.
કારેલા કડવા.. કડવા હોય છે અને પાણી મીઠું છે તેમ ભગવાન આત્મા શીતળ એટલે અકષાય શાંત ઉપશમ રસનો કંદ. આહાહા ! સ્તુતિમાં આવે છે ને “ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં.” તેમ ભગવાન ઉપશમરસનો કંદ છે. એના નેત્ર સમકિતમાં જાય તો તેને ઉપશમરસ ઝરે છે. આહાહા! બહુ મારગ ભાઈ ! એવો.
અહીં કહે છે- “વિભાવરૂપ પરિણમ્યો છે.” ભગવાન અનંત બેહદ અપરિણીત આનંદ-જ્ઞાન -દર્શનના સ્વભાવ સ્વરૂપ છે. તે ક્ષણિક વિકૃત-વિભાવરૂપે ચઢી ગયો છે. પોતાની ઘોડે સવારી છોડીને ગધેડાની સવારી લઈ લીધી. પોતાના જ્ઞાન-આનંદ સ્વભાવ ઉપર ચઢવું અને તેનું સ્વામીપણું લેવું, તેનો અનુભવ કરવો એ છોડીને પુણ્ય-પાપના, વિકારના ગધેડા ઉપર અનાદિથી ચઢી ગયો છે.
એક જગ્યાએ એવો બનાવ બન્યો કે-વરરાજા લગ્ન કરવા આવ્યો. તો પહેલાં નકકી કર્યું હશે કે –બે, ચાર હજાર રૂપિયા દહેજમાં દેશું તો વરરાજાના બાપે કહ્યું-અમને આટલી રકમ આપો પછી કન્યા આવશે ! પેલા કહે અમને આટલા આપો પછી કન્યા આવશે. આ કહે સોનાની ઘડિયાળ, સોનાની ચેઈન, વિગેરે ૧૦-૧૫ હજાર રૂપિયા માગ્યા. હવે છોકરીના પિતા સાધારણ બિચારા તેણે તો હજાર-બે હજાર આપ્યા હતા. વરરાજાના પિતાએ આટલી માંગણી કરી. તેમ કહીને ગામના ૨૦-૨૫ યુવાનો ગધેડાને લઈને આવ્યા અને કહે સાલા! ગરીબ માણસની સાથે આમ કરે છે. ચાલ તને પરણાવીએ. હજાર-બે હજારની વાત કરી હતી અને તેને ઠેકાણે ૨૦-૨૫ હજાર માંગે છે. પછી તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com