________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૪
૨૦૭ આ શું થાય છે? જમીન માર્ગ આપે તો સમાઈ જઈએ.
માતા ૪૦ વર્ષની હોય અને તેનો છોકરો ૨૦ વર્ષનો હોય, તેને નગ્ન કરી અને ભેગા કરે. જેમ એ ક્રિયામાં રસ ઉડી ગયો છે. તેને લાગે, અરે પ્રભુ! જમીન મારગ આપે તો સમાઈ જઈએ આ શું થાય છે? તેમ ધર્મી-ચક્રવર્તીને રાજ્યના વૈભવનો રસ ઉડી ગયો છે. સમકિતીને પરનો રસ ઉડી ગયો છે. “વિજ્ઞાન એક રસઃ” એક રસિકાનામ્ બન્નેમાં એક શબ્દ છે ને? આહાહા! સમ્યગ્દષ્ટિને રસિકાનામ્.
તવેરસનાન” અનુભવ રસિક છે જે પુરુષો” આ વાક્યમાં “એક શબ્દ રહી ગયો છે. પરંતુ તેનો અર્થ એ કે અનુભવ થયો તે એકરૂપનો થયો. શુદ્ધ ચૈતન્યધનઆનંદકંદ પ્રભુ એ જેનું રસિકપણું છે તેમને એક વિજ્ઞાનનો જ રસ છે.
“કેવો થયો છે? નિનીધીત વ્યુત:” જેમ પાણીનો શીત, સ્વચ્છ, દ્રવ્યત્વ સ્વભાવ છે.” પાણીનું દૃષ્ટાંત આપ્યું છે. જલનો સ્વભાવ આવો છે. તમારે હિન્દીમાં “પાની” બોલે અમારે ગુજરાતીમાં “પાણી' બોલે. પાણી તે સ્વભાવથી ક્યારેય ચુત છે? પોતાના સ્વભાવને છોડે છે?” આહાહા ! પાણીનો સ્વભાવ સ્વચ્છ, દ્રવ્યત્વ અને પ્રવાહિત થવું તે છે. તે ઝાડ ઉપર ચડી જાય છે તો શીતપણું મટી જાય છે? બાવળનું ઝાડ હોય તેની ઉપર પાણી ચઢી જાય છે તો તેનો દ્રવ્યત્ત્વ સ્વભાવ છૂટી જાય છે. પ્રવાહરૂપે જે સ્વભાવ હતો તે છૂટી જાય છે. બાવળમાં પાણી ચઢી ગયું તો પોતાનું શીતળપણું છૂટી ગયું અને પ્રવાહપણું છૂટી ગયું અને સ્વચ્છપણું છૂટી ગયું?
જે પ્રકારે પાણીનું શીત-સ્વચ્છ અને દ્રવ્યત્વ સ્વભાવ છે તેનાથી તે ગ્રુત થાય છે. અર્થાત્ પોતાના સ્વભાવને છોડતો થકો. “તેમ જીવદ્રવ્યનો સ્વભાવ કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિયસુખ ઈત્યાદિ,” જુઓ! પાણીમાં (ત્રણ ગુણ) લીધા. શીત, સ્વચ્છ અને દ્રવ્યત્વ. તેમ ભગવાનનો સ્વભાવ કેવળજ્ઞાન, કેવળજ્ઞાન એટલે પર્યાયની વાત નથી પરંતુ એકલું જ્ઞાન-પૂર્ણજ્ઞાન. આહાહા ! કેવળદર્શન કે. વ.. ળ.. એટલે એકલું દર્શન. અને કેવળ અતીન્દ્રિય સુખ. જુઓ! અહીં વીર્ય ન લીધું કેમ કે પાણીમાં ત્રણ બોલ છે એટલે અહીં ત્રણ બોલ નાખ્યા. પાણીના ત્રણ બોલ હતા ને- શીત-સ્વચ્છ અને દ્રવ્યત્વ, તેમ કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિયસુખ ઈત્યાદિ લઈ લેવું.
“અનંતગુણ સ્વરૂપ છે-” ભગવાન આત્મા ઓહો ! જેમા બેહદ અપરિણીતજ્ઞાન, અપરિણીત દર્શન, અપરિણીત સુખ અને અપરિમીત વીર્ય એવા અનંતગુણ. અપરિણીત મર્યાદા વિનાની શક્તિનો સંગ્રહ પડ્યો છે... ત્યાં એવો ભગવાન આત્મા! પોતાના આવા સ્વરૂપથી ચુત થઈને (વિકારરૂપે પરિણામે છે).
જેમ પાણી પોતાના સ્વભાવથી શ્રુત થઈને બાવળકારેલા આદિના ઝાડમાં પાણી ચઢી જાય છે.... તો પોતાનું શીતપણે છૂટી જાય છે, પોતાનું સ્વચ્છપણું છૂટી જાય છે. જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com