________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૪
૨૦૫
તેને કોઈ ૫૨ની અપેક્ષા છે જ નહીં. ગુરુ અને દેવની પણ અપેક્ષા નહીં. દેવ-ગુરુની શ્રદ્ધાના રાગની પણ અપેક્ષા નથી. એવી વાત છે. એવા પુરુષો દ્વારા અનુભવશીલ એટલે ધ્યાનમાં લેવા લાયક તે ચીજ છે. ભારે કામ ભાઈ !
,,
‘યં’ આત્મા દ્રવ્યરૂપ વિધમાન છે. “ અયં આત્મા અર્થાત્ ચેતન પદાર્થ ” ભગવાન તો ચેતન સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપી, આનંદ સ્વરૂપી પદાર્થ છે “ (નતાનુ।તતાં) સ્વરૂપથી નષ્ટ થયો હતો તે પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો, એવા ભાવને પામે છે. ‘ગતાનુ।તતાં ’ જે અનાદિથી રાગમાં ગતિ કરે છે. પુણ્ય ને પાપના ભાવમાં ગતાનુગતથી એ પાછો હઠે છે અને પોતાના સ્વરૂપમાં પાછો આવે છે. પાણીનું દૃષ્ટાંત આપશે.
,,
(તોયવસ્) પાણીની માફક. શું કરતો થકો ? માત્માનમ્ આત્મનિ સવા આહરન્” પોતામાં નિરંતર અનુભવતો થકો ” ભાષા તો ઘણી ટૂંકી છે પણ ભાવ ગંભીર છે. (બાહ્માનન્) પોતાને પોતામાં નિરન્તર અનુભવતો થકો. રાગ વિના નિર્વિકલ્પ આનંદથી આત્માને અનુભવતો થકો, સૂક્ષ્મ વાત છે ભગવાન ! આ બહારના શાસ્ત્ર જ્ઞાનથી પણ પ્રાપ્ત નથી થતું. તેમ એ દયા-દાન-વ્રત-ભક્તિના ભાવથી પણ પ્રાપ્ત થતો નથી. એ બધા તો વિકલ્પ ને રાગ છે.
અહીંયા તો કહે છે– પાણીની માફક.... પોતાને પોતાનામાં, આનંદ સ્વરૂપી પોતે છે તેમાં પોતાને નિરંતર અનુભવતો થકો. જેવી રીતે અનાદિથી રાગને નિરંતર અનુભવતો હતો તે મિથ્યાત્વ અને ભ્રાંતિ હતી. હવે અહીંયા રાગથી રહિત પૂર્ણાનંદનો નાથસચ્ચિદાનંદપ્રભુ તેનો નિરંતર સ્વાશ્રયથી ઉત્પન્ન થયેલા આનંદને અનુભવતો થકો. આવો મારગ છે. એ મારગની રીતની-નિર્ણયની પણ હજુ ખબર ન મળે તે માર્ગમાં કેવી રીતે જાય ? અરે.... ૮૪ના અવતાર કરતાં-કરતાં દુઃખી થયો છે.
જ્યારે ટાણાં મળે છે ત્યારે ટાણાં ચૂકી જાય છે. ભગવાન વસ્તુને સમજવાની લાયકાત તો મનુષ્યપણામાં છે. વિશેષ તરીકે હોં ! સામાન્ય તરીકે તો ન૨કમાં પણ હોય છે. તો એ ટાણાં ચૂકી જાય છે આ કરવું છે અને આ કરવું છે, અથવા આળસમાં અને કાં તો પ્રમાદમાં એ ચીજ તરફની સાવધાની રહેતી નથી.
અહીંયા કહે છે- ‘ જ્ઞાત્માનમ્' આત્મામાં નિરંતર અનુભવે છે એમ કહે છે કે સમ્યગ્દર્શનમાં આત્માને નિરંતર અનુભવે છે.
,,
“કેવો છે આત્મા ? તવેરસિનામ્ વિજ્ઞાનૈર્સ: અનુભવ રસિક છે જે પુરુષો તેમને ” અનુભવના રસિલા જીવને વિજ્ઞાન એકરસ છે. “તવે સિનાન્ વિજ્ઞાનૈર્સ: ” ત ્ એક રિસકાનામ્-અનુભવ રિસક છે. પુરુષ અર્થાત્ અનુભવનું જેને રસિકપણું છે. જેને રાગના આનંદનું રસિકપણું છૂટી ગયું છે તે. જેને અનુભવ રસનો રસ છે તેવા આત્માને વિજ્ઞાન એકરસ છે. જ્ઞાનના રસિક પુરુષોને તો વિજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com