________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪
કલામૃત ભાગ-૩ રૂપ પરિણમ્યો છે. આવો જ કારણથી થયો તે કહે છે-“ટૂરત ” અનંત કાળ ફરતાં પ્રાપ્ત થયો છે એવો જે “વિવેનિન મનાત” (વિવે) શુદ્ધસ્વરૂપનો અનુભવ એવો જે (નિમ્ન મનાત) નીચો માર્ગ, તે કારણથી જીવદ્રવ્યનું જેવું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે પાણી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે, કાળ નિમિત્ત પામી ફરીને જળરૂપ થાય છે. નીચા માર્ગથી ઢળતું થયું પંજરૂપ પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી સ્વરૂપથી ભ્રષ્ટ છે, શુદ્ધસ્વરૂપલક્ષણ સમ્યકત્વગુણ પ્રગટ થતાં મુક્ત થાય છે. આવો દ્રવ્યનો પરિણામ છે. ૪૯-૯૪
કલશ - ૯૪ : ઉપર પ્રવચન “અયં માત્મા તનતતાં ગાયાતિ તોયવત” દ્રવ્યરૂપ વિદ્યમાન છે એવો,” મય’ શબ્દ છે ને! વસ્તુ જે આનંદઘન ભગવાન આત્મા છે તે વિદ્યમાન છે-મોજુદ છે. પરંતુ તે રાગના અને પર્યાયના પ્રેમમાં મોજુદ ચીજની દૃષ્ટિ થતી નથી. “ય' દ્રવ્ય જે છે તે પ્રત્યક્ષ-પ્રગટ છે. એમ કહે છે. આ તો નિભૂત પુરુષોનું કામ છે તેમ આવ્યું હતું ને!!
પ્રશ્ન:- નિભૂત પુરુષો એટલે શું?
ઉત્તર- એ પહેલા કહ્યું ને ! નિશ્ચિત પુરુષોનું કામ છે, ચિંતામાં પડયા છે તેનું કામ નથી. અનેક પ્રકારની ચિંતા દયા-દાન, વ્રત ભક્તિ આદિ, અશુભની ચિંતા તો દૂર રહો પણ વ્યવહારની ચિન્તામાં પડ્યા છે એ પુરુષોને નિશ્ચિતપણું આવતું નથી. નિભૂતનો અર્થ નિશ્ચળ થાય છે, અર્થાત્ ચિંતા રહિત છે. અથવા નિશ્ચિત પુરુષો જ્ઞાની પુરુષો દ્વારા એટલે જેને વિકલ્પની ચિંતાનો અભાવ છે તે.. નિભૂત પુરુષ છે. પોતાના અંતરમાં સ્વરૂપમાં પૂર્ણાનંદને શેય અર્થાત્ ધ્યેય બનાવે છે. આત્માને શેય બનાવીને જ્ઞાન કરવું તેમજ તેને ધ્યેય બનાવીને ધ્યાન કરવું. આહાહા! આવી વસ્તુનું જ્ઞાન કદી કર્યું નથી. સાંભળવાને પણ મળે નહીં.
એક તો આખો દિવસ –ચોવીસ કલાક સંસારમાં તેમાં બાવીસ કલાક પાપની પીંજણ, પીંજણ આવે છે ને ! પીંજણ છે ને પીંજણ... એટલે રૂ. જ્યારે રૂ ને પીંજે છે ત્યારે ઝીણી રજોટ ચોંટે છે. એમ અનાદિથી રાગ ને દ્વેષની પીંજણ ચોંટે છે. પંચાસ્તિકાયમાં પાઠ છે. ભાઈ ! પીંજણ એટલે સમજ્યાં? રૂ ને પીંજે છે ને ત્યારે ઝીણાં-ઝીણાં રૂના ભાગ ચોંટે છે. તેમ ભગવાન આત્મા વિકારની પીંજણ કરતાં-કરતાં તેને વિકાર ચોંટે છે.
ભગવાન આત્મા તો નિભૂત પુરુષો જ્ઞાની પુરુષો દ્વારા અનુભવશીલ છે. આહાહા! કોઈપણ પ્રકારના વ્યવહારના વિકલ્પથી રહિત નિશ્ચય છે. નિર્વિકલ્પ ભગવાન આત્મા પ્રત્યેનો આશ્રય લેતાં તે સ્વયં અનુભવશીલ છે. તે સ્વયં પોતાથી અનુભવમાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com