________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬
કલશામૃત ભાગ-૩ એકરસ છે તેને સંસારનો રસ ઉડી ગયો છે, ફીક્કો પડી ગયો છે. આસક્તિ થાય છે પણ તેમાં રસ નથી. તેના આશ્રયથી લાભ છે તેમ (માન્યતા) નથી. તેના (આશ્રયે) નુકશાન છે, નુકશાન છે. શુભભાવ કે અશુભભાવ થાય છે તે અમૃતથી વિરુધ્ધ છે. ભગવાન અમૃત સાગરના અનુભવથી શુભાશુભભાવ વિપરીત છે ઝેર છે. આ વાત લોકોને કઠણ પડે છે.
વિજ્ઞાનૈર:” અનુભવ રસિક પુરુષોને તો વિજ્ઞાન એક જ રસ છે. તેને રાગનો રસ તો છૂટી ગયો છે. સમ્યગ્દષ્ટિને રાગ આવે તો છે તેમાં પણ રસિકપણે છૂટી ગયું છે. એ રસમાં એકાગ્ર થવું અને તે મને સુખરૂપ છે તેમ છૂટી ગયું છે. ચક્રવર્તી સમકિતીને છ ખંડનું રાજ્ય હો તો પણ એ છ ખંડ નથી સાધતા તે તો અખંડને સાધે છે. ન્યાલભાઈ સોગાનીના “દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં એ શબ્દ આવ્યો છે- “ચક્રવર્તી છે ખંડને નથી સાધતો, તે તો અખંડને સાધે છે”..... એમ આવ્યું છે.
આહાહા! છન્નુ હજાર સ્ત્રી, છન્નુ કરોડ પાયદળ, છન્નુ કરોડ ગામ તેનો સાહેબો કહે છે કે – હું એ નહીં ” એ મારી ચીજ નહીં. મારી ચીજ એ નહીં અને એ ચીજમાં હું નહીં. જ્યાં હું છું ત્યાં એ ચીજ નથી અને જ્યાં તે ચીજ છે ત્યાં હું નથી.
એ વાત અહીંયા કરે છે. પોતાને પોતામાં નિરંતર અનુભવતો થકો.“રસિનામ વિજ્ઞાર્નહરસ:” સમ્યગ્દષ્ટિ તો એક આત્માના રસના રસિલા છે. તે ભલે ગૃહસ્થાશ્રમમાં હો.. પણ તે ગૃહસ્થાશ્રમમાં છે નહીં. પંચસંગ્રહમાં એ કહ્યું ને – “ગૃહસ્થવ' પોતાના ઘરમાં સ્થિત છે તે ગૃહસ્થ. ગૃહ + સ્થ= પોતાનું જે ઘર તેમાં સ્થિત છે તે ગૃહસ્થ છે. અહીં લોકો પૈસાવાળાને ધૂળવાળાને ગૃહસ્થ કહે છે. એ બધા મરી જવાના છે, તેનો ક્યાંય પત્તો નહીં ખાય. ભાઈ ! રાગના રસિલાઓને ચૈતન્યનો રસ નહીં આવે પ્રભુ! અને આત્માના રસિકજનોને એક વિજ્ઞાન એ જ રસ છે.
તવેસિનામ પાઠ તો એવો છે- “તરસિનામ' સ્વરૂપનો એક જ જેને રસ છે તેવા. “' શબ્દ પડ્યો છે ને? એક શબ્દનો અર્થ કર્યો. “તવેસિનામ અને વિજ્ઞાનરસ:” બન્નેમાં “એક શબ્દ પડ્યો છે. શું કહે છે? બન્નેમાં “એક છે. એટલે શું? “તલે સિનામ’ ચૈતન્ય આનંદનો જે રસિક છે તે. તેને એક જ રસિક છે, જ્ઞાનીને રાગનો રસ છૂટી ગયો છે. સર્વાર્થ સિદ્ધિની પદવી હો કે ચક્રવર્તીની પદવી હોતે બધા રાગના રસ છૂટી ગયા છે.
નોઆખલીમાં થયું હતું ને! જ્યારે ગાંધી નોઆખલી હતા. નોઆખલી બહુ તોફાન થયું હતું. મુસલમાન લોકો હિન્દુ લોકોને બહુ નુકશાન કરતા હતા. એક બહેન હોય ૨૮ વર્ષની અને ભાઈ હોય ૨૫ વર્ષનો, બન્નેના શરીર ઉપરથી કપડાં ઉતારી, બન્નેના શરીરને ભેગા કરતા હતા. નગ્ન કરી અને ભેટાડતા હતા. તેને હૃદયમાં થાય કે- અરેરે....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com