________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૧૨
કલશામૃત ભાગ-૩ ગાથામાં લીધું છે–ચારેય ગતિ પરાધીન છે. સ્વર્ગમાં સુખ છે ને ? ત્યાં ધૂળેય નથી. સુખ તો ભગવાન આત્મામાં છે. ઘણો વૈભવ અને ઘણી ઋદ્ધિ માટે તે સુખી છે એમ નથી. જેમ પાણી ઝાડમાં ચઢે છે તો પાણીનો સ્વાદ છૂટી જાય છે. તેમ પોતાનો સ્વાદ છોડીને ચારગતિરૂપ પર્યાયમાં પોતાને આસ્વાદે છે. રાગનો આસ્વાદ લ્યે છે. નરકમાં દ્વેષનો આસ્વાદ, સ્વર્ગમાં તો રાગનો સ્વાદ... પરંતુ તે બધા વિકારના સ્વાદ છે. પોતાના આનંદના સ્વાદથી ભ્રષ્ટ થયેલો વિકારના સ્વાદમાં ચઢી ગયો છે. તે ચારગતિના વિકા૨નો સ્વાદ લ્યે છે. ચારેય ગતિમાં વિકારનો સ્વાદ છે સ્વર્ગમાંય ?
એકવાર એ કહ્યું હતું ને... જેમ નરકમાં સ્વર્ગના સુખની કલ્પના નથી, સ્વર્ગમાં ન૨કના દુઃખની સ્થિતિ નથી, સૂરજમાં અંધારુ નહીં... તેમ ભગવાન આત્મામાં ત્રિકાળીમાં વિકાર નથી. ૫૨માણુંને પીડા નથી. એક ૫૨માણું હોય તો તેને પીડા હોય છે ? ૫૨માણુંમાં પીડા નથી પરંતુ સ્કંધ હોય તે વિભાવરૂપ હોય છે. બે ૫૨માણુંથી એક સ્કંધ બને છે... અને તે વિભાવરૂપ છે. એક ૫૨માણું સ્વભાવરૂપ છે. છતાં તેને પીડા નહીં, દુઃખ નહીં, તેમ તેને સુખય નહીં. કેમ કે એ તો જડ છે.
તેમ ભગવાન આત્મામા પુણ્ય-પાપના વિકલ્પ નહીં. સંસારનો સંબંધ નહીં. એ આનંદનો નાથ તો ૫૨માત્મ સ્વરૂપે બિરાજે છે... તેની દૃષ્ટિ કર... અને સમ્યગ્દર્શન કર.... તો તને સંસારનો અંત આવી જશે. તે વિના અંત આવવાનો નથી.
પ્રશ્ન:- ૫૨માણુંમાં પીડા નહીં તો સ્કંધમાં પીડા છે?
ઉત્ત૨:- એ તો કહ્યું ને ! કોઈમાં પીડા નથી. ૫૨માણું તો નાનો અને છૂટો એક જ છે. નાનો છે, છૂટો છે, સ્વભાવિક છે તો તેને પીડા નથી, તેમ ભગવાન આત્મામાં પીડા નથી. સ્વર્ગમાં નારકીનું દુઃખ નથી... નારકીમાં સ્વર્ગનું સુખ નથી. તેમ ભગવાનમાં સંસારની ગંધ નથી. ભગવાન કોણ ? આત્મા હો ! સંસાર તે ઉદયભાવ છે. સ્વભાવને છોડી અને જે ઉદયભાવમાં ચડી ગયા તે બધા દુઃખી છે. બહા૨માં એમ માને કે– અમે સુખી છીએ. ઘણાં વર્ષ પહેલા એક ભાઈ કહેતાં હતાં કે– અમારાં વેવાઈ બહુ સુખી છે. વઢવાણથી આવેલો, ચુડા ગામનો હતો. તે કહે અમારા વેવાઈ બહુ સુખી છે. સુખની વ્યાખ્યા શું ? પૈસા ઝાઝા અને બાયડી છોકરાં એ સુખી એમ છે? ધૂળના ઢગલા છે માટે સુખી છે? અહીં તો એમ કહે છે ચારેય ગતિમાં દુ:ખી છે. સ્વર્ગનાં પ્રાણી દુઃખી છે.
શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયો પોતાને અનેકગતિરૂપ આસ્વાદે છે. હું મનુષ્ય છું, હું ક્રોધી છું, હું માની છું, હું લોભી છું, હું દેવ છું, હું દેવી છું એવા વિકા૨ના સ્વાદને લેતો તે પોતાના સ્વરૂપના સ્વાદથી ભ્રષ્ટ થયો છે.
''
“ થયો તો કેવો થયો ? વનાત્ નિનૌષં નીત: ” પહેલા ઉલ્ટો થયો હતો તે હવે સવળો થાય છે. અવળાનો અર્થ પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો. “ બળજોરીથી
દ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com