________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૯૪
કલશામૃત ભાગ-૩ અન્યમતિમાં દિક્ષા લ્યે. અમે તો નાટક જોયું છે ને ! એક ભાઈ રાજા પાસે અમરફળ લાવે છે. તે વેશ્યાએ રાજાને આપ્યું. રાજાએ પોતાની રાણીને પીંગળાને આપ્યું. રાજાને પીંગળા ઉ૫૨ બહુ જ પ્રેમ હતો. રાણીએ તે ફળ અશ્વપાળને આપ્યું. ઘોડાનો પાળનાર અશ્વપાળે તે ફળ વેશ્યાને આપ્યું. વેશ્યા એ ફળ લઈને ભર્તૃહરિ પાસે આવી. અરે આ શું થયું ? આ ફળ મારી પાસે આવ્યું હતું અને તે તો મેં રાણીને આપ્યું હતું ને ! ( રાણી પાસેથી) ક્યાં ગયું ? તેણે તપાસ કરી તો રાણીએ અશ્વપાળને આપ્યું હતું. અશ્વપાળ તેનો પતિ છે.... એટલે રાણી વ્યભિચારી છે. (પછી પોતે ભજન બોલે છે) “દેખા નહીં કુછ સા૨ જગતમેં દેખા નહીં કુછ સાર, રાણી મારી પ્યારી પીંગળા, અશ્વપાળકો યા૨.
,,
મારે તો બીજું કહેવું છે. જ્યારે રાજા દીક્ષિત થાય છે ત્યારે તેના ગુરુ કહે છે- જાવ રાણી પાસેથી આહાર લાવો. મહારાજ ! હું રાણીને ત્યાં જાઉં ? એ વખતે ગુરુએ કહ્યું કેજાવ, રાણી પાસેથી આહાર લાવ ! ભર્તૃહરિ રાજાનો ગુરુ કેવો હશે ? ભર્તૃહરિ ૯૨ લાખ ગામનો અધિપતિ. વિક્રમ સંવત જેની નીકળી છે તેનો ભાઈ ! એ વખતે ગુરુ પણ એ રીતે.... હતા, ધર્મ તો તેમાં ક્યાં હતો ! ! સાધુએ રાજાને હુકમ કર્યો.. આહાર લાવ અને રાણી પાસે જાવ. ભતૃહિર જાય છે, રાણી તો શોકમાં ઉભા છે. ‘ભિક્ષા રે દે ને મૈયા પીંગળા ' હે માતા ! તેમ રાણીને કહે છે. રાણી કહે છે પ્રભુ! મને માતા ન કહો ! મને શોક થાય છે, મારી વાત બહાર પડી ગઈ છે.... તેથી આપ દીક્ષિત થાવ છો.
“ ભિક્ષા દે ને મૈયા પીંગળા, ” હૈ માતા ! મને ભિક્ષા દે ! ૯૨ લાખનો માળવાનો અધિપતિ પત્નિને માતા કહે છે. આમાં પણ ‘માતા ’ શબ્દ આવ્યો ને ? રાણી કહે છે – પ્રભુ હું તો શોકમાં છું, મેં કાંઈ (રસોઈ ) બનાવી નથી.
k
ખીર બનાવું ક્ષણ એક માં, જમતાં જાઓ જોગીરાજ જી.
,,
પ્રભુ! મારી પાસે રોટી કે કાંઈ આજે નથી. ક્ષણમાં ખીર બનાવી દઉં છું. ત્યારે ભર્તૃહરિ કહે છે–માતા ! મારા ગુરુની રહેવાની આજ્ઞા નથી. હું તો ચાલ્યો જાઉં છું. યોગીની જમાત ચાલી જાય છે તેની સાથે મારે જાવું છે. એ વૈરાગ્ય થયો પણ સમ્યગ્દર્શન વિનાનો.
અહીંયા જ્યારે શાંતિનાથ દીક્ષિત થાય છે ત્યારે ૯૬ હજા૨ રાણી અને તેની એક પટરાણીની ૧૦૦૦ દેવસેવા કરે છે, એ કહે છે–મારા નાથ પ્રભુ તમે જાવ છો.... અમને દુઃખ થાય છે. ત્યારે શાંતિનાથ કહે છે- હે સ્ત્રીઓ ! અમે તમારા કા૨ણે રહ્યા ન હતાં. મારા રાગની આસક્તિથી, મારા સ્વરૂપમાં નહીં ઠરવાથી રોકાયો હતો. રાગને હું જાણતો હતો તેનો સ્વામી ન હતો, પરંતુ રાગ આવતો હતો. તે કારણે હું તમારી પાસે અટક્યો હતો-રોકાયો હતો. માતા ! હવે મારો રાગ મરી ગયો છે. ઓહોહો ! હવે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com