________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨
કલશામૃત ભાગ-૩ તેનાથી તો આત્માને કલંક છે. આહાહા! હું શુદ્ધ છું, હું અખંડ એકરૂપ છું એવો વિકલ્પ એ પણ આત્માને કલંક છે. તે આત્માની અશોભા છે. આવી વાત છે ભાઈ !
તેથી અહીં એમ કહ્યું કે- શુદ્ધ સ્વરૂપ પરિણમે છે. જેવી ચીજ શુદ્ધ છે એવા નયના વિકલ્પથી હઠીને- દૂર થઈને પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમે તેનું નામ મોક્ષમાર્ગ છે. આહા ! જે પરિણમન છે તે જ મોક્ષનો માર્ગ છે. શુદ્ધ તો ત્રિકાળ છે. ભગવાન આનંદનો પિંડ પ્રભુ! આનંદદળ, ચિઠ્ઠન-ચિતૂપોડહમ્ એ તો ત્રિકાળ છે; પરંતુ તેને પ્રતીતમાંઅનુભવમાં લાવવો તે તેનું પરિણમન છે.
આહાહા! ગજબ વાત છે ભાઈ ! તારી ચીજની પ્રાપ્તિ માટે એ વિકલ્પનો પણ સહારો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો સહારો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રનો તો સહારો નથી પરંતુ શુદ્ધજ્ઞાનનો જે ભેદરૂપ વિકલ્પ છે કે –હું આવો શુદ્ધ છું, અખંડ છું એવા પક્ષપાતમાં રહેવું એ પણ તારી શોભા નથી. આહાહા ! બંધમાર્ગમાં રહેવું એ તારી શોભા નથી. આવી વાત લોકોને કઠણ પડે એટલે શું થાય ! જે સત્ય છે તે તો સત્ય જ છે. ધર્મના નામે ઉંધાઈમાં પક્ષપાત ચાલે છે. સમજમાં આવ્યું ભાઈ !
પ્રભુ! તું કોણ છો? તારી ચીજની પ્રાપ્તિ કરવા માટે વિકલ્પનો, રાગનો સહારો લેવો પડતો નથી. આહાહા ! એ તો ત્રિકાળી આનંદકંદ પ્રભુ છે. કેવો પરિણમે છે? “જે રીતે પરિણમે છે તે કહે છે- નયાનાં પક્ષ: વિના અવતં વિજ્યભાવમ નામન” આચાર્ય-સંતોએ ગજબ કામ કર્યા છે ને ! દિગમ્બર સંતોએ રામબાણ માર્યા છે. જેમ રામનું બાણ ફરે નહીં એમ આ વાચ્ય અને ભાવ ફરે નહીં. આહાહા! ટૂંકા શબ્દોમાં તો ગંભીરતાનો પાર નહીં.
અહીં કહે છે- કેવી રીતે પરિણમ્યો ? વર્તમાન દશામાં શુદ્ધરૂપે-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપે પરિણમ્યો તે અવસ્થા થઈ તે તેની શોભા છે. તે કેવી રીતે પરિણમ્યો? આહાહા! “નયાનાં પક્ષે: વિના વિન્જમાવન લા1મન” દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો તેમનો પક્ષપાત કર્યા વિના”,
જુઓ! પર્યાયાર્થિકનયમાં-હું અનેક છું અને હું ભેદરૂપ છું અને હું અશુદ્ધરૂપ છું એ તો પર્યાયાર્થિકનયનો વિષય છે, તેને તો છોડી દીધો. પરંતુ દ્રવ્યાર્થિકનયનો (વિષય) દ્રવ્ય સ્વરૂપ ભગવાન તેનો જે વિકલ્પ છે તેનાથી પણ પાર છે. આહાહા ! દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પ-રાગ તેના પક્ષપાત વિના; તેના પક્ષપાતમાં રોકાયા વિના; અંતરમાં જે આનંદસ્વરૂપ ભગવાન છે તે આ નયપક્ષને ઓળંગીને અંદરમાં પ્રવેશ કરે છે ત્યારે નયપક્ષનો સહારો નથી.
શું વ્યવહારરત્નત્રય સાધક છે. તો નિશ્ચય સાધ્ય છે? તો કહે છે પ્રભુ! જેનાથી ભિન્ન કરવાનું છે તે સાધક ક્યાંથી હોય? વ્યવહાર રત્નત્રયનો રાગ છે. તેને સાધક કહ્યું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com