________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૩
૧૯૧ શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા
સ: વિજ્ઞાર્નરસ:”તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે, “સ: ભાવાન” તે જ પરબ્રહ્મ પરમેશ્વર એમ કહેવાય છે, “gs: પુષ્ક:”તે જ પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે, “gs: પુRIST:”તે જ અનાદિનિધન વસ્તુ એમ પણ કહેવાય છે, “gs: પુમાન” તે જ અનંત ગુણે બિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે, “યં જ્ઞાન વર્ણનમ લપિ” તે જ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન એમ પણ કહેવાય છે. “અથવા ”િ બહુ શું કહીએ? “શયન ઇવ: યત વિશ્વન પિ” (યમ :) આ જે છે શુદ્ધચૈતન્યવસ્તુની પ્રાપ્તિ (યત ક્વિન પિ) તેને જે કાંઈ કહીએ તે જ છે, જેવી પણ કહેવામાં આવે તેવી જ છે. ભાવાર્થ આમ છે કે-શુદ્ધચૈતન્યમાત્રવસ્તુપ્રકાશ નિર્વિકલ્પ એકરૂપ છે, તેના નામનો મહિમા કરવામાં આવે તો અનંત નામ કહીએ તેટલાં પણ ઘટે, વસ્તુ તો એકરૂપ છે. કેવો છે તે શુદ્ધસ્વરૂપ આત્મા? “નિમૃતૈ: સ્વયં સ્વદ્યાન:” નિશ્ચલ જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવશીલ છે. ૪૮–૯૩. પ્રવચન નં. ૯૦
તા. ૯-૯- '૭૭. કલશ - ૯૩ઃ ઉપર પ્રવચન કળશટીકાનો કર્તાકર્મ અધિકાર છે. “ચ: સમયસ્થાપ: ભાતિ-જે શુદ્ધ સ્વરૂપ આત્મા (મતિ) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે.” ત્રિકાળી શુદ્ધસ્વરૂપ, ધ્રુવસ્વરૂપ, દ્રવ્યસ્વરૂપ તેને અહીંયા શુદ્ધસ્વરૂપ કહેવામાં આવ્યું છે. આ સમયસારની વ્યાખ્યા કરી. એક સમયની વિકારી પર્યાયથી જે ભિન્ન અને નય વિકલ્પથી પણ ભિન્ન... એ ચીજને અહીંયા શુદ્ધસ્વરૂપ અથવા સમયસાર કહે છે.
તે સમયસાર પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમે છે. (ભારત) શબ્દની વ્યાખ્યા એ કેપોતાના શુદ્ધ સ્વરૂપે શોભે છે. ભગવાન શુદ્ધસ્વરૂપ છે તે પોતાની પર્યાયમાં શુદ્ધપણે શોભે છે. અર્થાત્ શુદ્ધસ્વરૂપ પરિણમે છે તેમ ભાષા લીધી. “ભાતિ’ નામ ભગવાન જે શુદ્ધ ત્રિકાળી છે તે વર્તમાનમાં શુદ્ધરૂપે પરિણમે છે.... તે શુદ્ધની શોભા છે. નયના વિકલ્પમાં રહેવું એ તેની શોભા નહીં. એમ કહે છે. આવી વાત છે. તે પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. “ભાતિ' ની વ્યાખ્યા કરી કે –ભગવાન ત્રિકાળી આનંદસ્વરૂપ પ્રભુ તે આનંદસ્વરૂપે પરિણમે છે તે તેની શોભા છે, “ભાતિ' નામે પ્રસિદ્ધિ થઈ.
આહાહા! “શુદ્ધ સ્વરૂપ”, નયના વિકલ્પથી રહિત, પંચમહાવ્રત, દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ તો ક્યાંય દૂર રહી ગયા. અહીંયા તો હું શુદ્ધ છું-અખંડ-અભેદ છું તેવો શુદ્ધનયનો વિકલ્પ, ભેદજ્ઞાનના વિકલ્પથી આ આત્મા શોભા પામતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com