________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૩
૧૯૫ રાગને જીવતો કરવાવાળી કોઈ સ્ત્રી છે નહીં. સમજમાં આવ્યું?
એમ અહીંયા કહે છે- વિકલ્પનો રાગ અંતર અનુભવમાં જતાં મટી જાય છે. જ્યાં બાદશાહનો –ભગવાનનો ભેટો થાય છે ત્યાં રાગ ઉભો જ થતો નથી.
નયાનાં પક્ષે વિના” વગર કર્યો એમ છે ને! પક્ષના વિકલ્પ-હું શુદ્ધ છું, અભેદ છું એવા વિકલ્પ પણ કલંકરૂપ વિન કરવાવાળા છે. સમજમાં આવ્યું? કહે છે- કેવી ચીજમાં હું જાઉં છું? પક્ષમાંથી તો હું છૂટું છું. અચલની વ્યાખ્યા કરે કે -ત્રિકાળી એકરૂપ અર્થાત્ ચળે નહીં. ત્રિકાળી આનંદનો નાથ અંદરમાં અચળ બિરાજમાન છે. આવી વાતું છે. આહાહા! નયનો પક્ષ છોડીને પણ.
અહીંયા તો હજુ તકરાર ચાલે છે. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરવાથી સમકિત પામે એટલે અનુભવ થાય. અરે... પ્રભુ! એ વસ્તુની સ્થિતિ છે જ નહીં. નાથ ! તને તારી ખબર નથી. તું તો પ્રભુ અંદર અચળ છો ને! ક્યારેય ચળે નહીં એવી ત્રિકાળી ચીજ છો ને! એક “અચળ” શબ્દ આવ્યો અને બીજો “વિત્પનામ’ એ તો નિર્વિકલ્પભાવ સ્વરૂપ છે ભગવાન ! “નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે.”
આક્રામનું, અચળ, નિર્વિકલ્પ એવી ચીજરૂપે પરિણમતો થકો. આક્રામનનો અર્થ પરિણમતો થકો. પછી ખુલાસો કર્યો કે જે પ્રકારે સ્વરૂપ છે એ પ્રકારે પરિણમતો થકો. કેવો પરિણમતો થકો? જેવી શુદ્ધ ચીજ છે તેવો પરિણમતો થકો. સંતોએ જંગલમાં રહીને સિદ્ધ સાથે વાતો કરી છે. આવે છે ને...
“સિદ્ધ સમાન સદા પદ મેરો.” આક્રામન, અચળ એ બે શબ્દો આવ્યા. અવિકલ્પ સિદ્ધ સમાન પદ મેરો. જુઓ, આ ત્રિકાળી સ્વરૂપ શક્તિએ છે, પર્યાયથી નહીં.
પ્રશ્ન:- પરિણમતો થકો અર્થાત્ અંદરમાં ઝૂકતો થકો? ઉત્તર-પરિણમતો થકો એટલે વર્તમાનમાં શુદ્ધસ્વરૂપ જેવું છે તેવો પરિણમતો થકો.
પરિણમતો થકો કહો કે પ્રગટ કરતો થકો કહો કે શુદ્ધ સ્વરૂપનાં આનંદનો આસ્વાદ લેતો થકો કહો. ભાષા અનેક પ્રકારની છે.
જે પર્યાયમાં રાગ આવતો હતો તેના સ્થાને પર્યાયમાં ભગવાન આવ્યો. સમજમાં આવ્યું? શુદ્ધઉપયોગરૂપી પર્યાયમાં શુદ્ધ આત્માનું સ્થાપન થયું.
શ્રી સમયસારની બીજી ગાથામાં વાત છે. “નીવો વરતવંસTTIાિવો જીવ-ચરિત-દર્શન-જ્ઞાનમાં આવે છે. જીવ જ્ઞાન-દર્શન પરિણતિમાં સ્થિર થાય છે. એમ લીધું નથી. “નીવોવરત વંસMMરિવો” ભગવાન આત્મા પોતાના નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આવે છે. સમજમાં આવ્યું ભાઈ ! વીતરાગનો માર્ગ સૂક્ષ્મ છે ભાઈ ! આ બહુ અલૌકિક માર્ગ છે.
નયાનાં પક્ષે: વિના અને વિજ્યમામ શામિન” નયના પક્ષ વિના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com