________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦
કલશામૃત ભાગ-૩ દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા, એ બધો વ્યવહારનય કથનમાત્રનો છે. પાંચમા શ્લોકમાં વ્યવહારનયનો અર્થ બતાવ્યો હતો. જેટલું કથન'. પાંચમાં શ્લોકની પહેલી લીટી અને પહેલો શબ્દ. વ્યવહારનયની વ્યાખ્યા જ આટલી બસ- કથનમાત્ર.
નિયમસારમાં આવ્યું છે ને કે- વ્યવહાર રત્નત્રય કથનમાત્ર છે. એવો વ્યવહાર અનંતવાર કર્યો છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન એ વ્યવહાર તો કથનમાત્ર વ્યવહાર છે. એમ કહે છે. અને એ વ્યવહાર તો કથનમાત્ર છે એમ કહે છે. અને વ્યવહાર તો અનંતવાર કર્યો છે તેમ નિયમસારમાં પાઠ છે. એ વ્યવહારથી–વિકલ્પથી ભગવાન આત્મા પાર છે. સમજમાં આવ્યું? ભાષા તો સાદી છે અને વિષય ઘણો સૂક્ષ્મ છે. પણ સમજાય એવી વાત છે, ન સમજાય એવી વાત છે નહીં.
અહીંયા એ પુણ્ય છે તે જ પવિત્ર પદાર્થ છે એમ પણ કહેવામાં આવે છે. કોને? જેને પોતાના શુદ્ધ નિર્વિકલ્પ અચળ સ્વરૂપનો અનુભવ છે તેને પુણ્ય પણ કહે છે. પુણ્ય શબ્દ પવિત્રતા, પુણ્ય એટલે વ્યવહાર રત્નત્રયનો જે રાગ તે નહીં. અને બીજી જગ્યાએ આવે છે ને! એ આ ભાઈ કહે છે તે. “પુનાતિ રતિ પુષ્ક:” જે પવિત્ર કરે તે આ પુણ્ય. તેને પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે. “વિજ્ઞાર્નરસ' જે ત્રિકાળી છે તેને પણ પવિત્ર કહો, અને તેની પરિણતિને પણ પુણ્ય-પવિત્ર કહો. વસ્તુ ભગવાન સ્વરૂપ છે. તો તેના પરિણમનને પણ ભગવાન કહો. વસ્તુ પવિત્ર સ્વરૂપ છે તો પર્યાયને પણ પવિત્ર -પુણ્ય કહો. સમજમાં આવ્યું?
અરે... આ વીતરાગી ત્રિલોકીનાથનો ધર્મ બાપુ! ચૈતન્ય ભગવાનનો ધર્મ... એ કોઈ સાધારણ ચીજ નથી. અત્યારે તો લોકોએ સાધારણ કરી નાખ્યું છે. એક દયા પાળે ત્યાં ધર્મ થઈ ગયો. એક દયા પાળે ત્યાં ભગવાનનો ધર્મ? ભગવાને દયાને ધર્મ કીધો છે? એ તો વળી એમ કહે કે- દયા તો આત્માનો સ્વભાવ છે. ધવલમાં એક જગ્યાએ આવે છે. પણ, ત્યાં અરાગી દયાની વાત છે. જે અકષાયી ભાવ છે તેને દયા કહે છે. પરની દયાનો રાગ છે તે હિંસા છે. જગતથી બહુ ફેર છે.
“H: પુરTM:” તે જ અનાદિ નિધન વસ્તુ એમ પણ કહેવાય છે.” એને પુરાણ પુરુષ કહીએ જે અનાદિ અનંત વસ્તુ છે. જેનો અનુભવ થયો એ ચીજને પણ પુરાણ પુરુષ કહે છે. ત્રિકાળી પુરાણ પુરુષ તો જૂની ચીજ છે. તે પુરાણનો અર્થ સમજ્યા? પુરાણ એટલે જૂની ચીજ છે.
પ્રશ્ન:- પર્યાયને પવિત્ર લીધી!
ઉત્તર:- અહીંયા તો ત્રિકાળને લીધો... પછી પર્યાયને પણ પવિત્ર લીધી. વસ્તુ અનાદિની પવિત્ર છે બસ. વસ્તુની અપેક્ષા લઈને કહ્યું. અન્યમતિમાં એક ભજન આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com