________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૩
૨૦૧
แ
‘ જૂનો ધર્મ લ્યો જાણી રે.. સંતો જૂનો ધર્મ લ્યો જાણી રે. ” જૂનો તેનો અર્થ પૂરાણો. અહીં ‘પૂરાણ ’ આવ્યું ને! જૂનો ધર્મ એટલે અનાદિ અનંત ભગવાન. જૂનો એટલે અનાદિ પુરાણ પુરુષ. પુરાણ કહો કે જૂનું અનાદિ અનંત કહો. તેના અનુભવને માટે પણ આ શબ્દ લાગુ પડે છે. અનાદિ નિધન વસ્તુ એવું પણ કહેવાય છે.
66
‘ પુષ: પુમાન્ ” તે જ અનંત ગુણે બિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે.” એ આત્માને પુરુષ કહીએ. આત્મા તે પુરુષ છે. આ બહા૨ના શરીર જે પુરુષના સ્ત્રીના તે તો માંસ ને હાડકાં જડના છે. અનંતગુણ સંપન્ન પ્રભુને પુરુષ કહેવામાં આવે છે. પ્રભુ એટલે આ આત્મા.. એ જે દૃષ્ટિમાં અને વેદનમાં આવ્યો તેને પુરાણ પુરુષ કહે છે. તેને અનાદિ અનંત કહેવામાં આવે છે.. તેને પુરુષ કહીએ.
પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આવ્યું છે કે- પુરુષ પોતાની ચેતના-સત્તામાં સુતો છે તેનું નામ પુરુષ છે.
શ્રોતા:- ‘પુરુષ વૃત્તિ પુરુષ:’
ઉત્તર:- ‘ પુરુષ યેતિ પુરુષ:, આ પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં છે. જીવ પોતાની આનંદ, ચેતનાની પર્યાયમાં જે ૨મે છે તેને પુરુષ કહીએ. જે રાગમાં ૨મે છે.. એ નપુંસક-પાવૈયા–હીજડા છે; એ પુરુષ નથી. શુભભાવના રાગમાં રમે છે તે પુરુષ નથી. અહીંયા તો અનંત આનંદનો નાથ પ્રભુ તે પુરુષ છે. અને એમાં જે ૨મે છે તે પુરુષ છે.
י
“ અયં જ્ઞાનં વર્શનમ્ લપિ ” તે જ સમ્યગ્દર્શન, સમ્યગ્નાન એમ પણ કહેવાય છે. જુઓ ! અહીં પાછું પર્યાયમાં લીધું. ત્રિકાળમાં તો લ્યે પરંતુ પર્યાયમાં પણ લેવું છે. જુઓ ! અહીં ચારિત્ર ન લીધું. અહીંયા તો નયપક્ષ વિનાનો અનુભવ તેને સમ્યગ્દર્શનસમ્યગ્નાન બસ ત્યાં લીધું છે. ૧૪૪ ગાથા સમયસારમાં પણ એ જ વાત છે.
“સમ્મવંસળાનું સોનવિ તિ ળવરિ વવવેસં” સમ્યકદર્શન સભ્યજ્ઞાન એવી સંજ્ઞા ( નામ ) મળે છે. આહાહા ! સમ્યગ્દર્શન –જ્ઞાન એવું પણ કહેવાય છે. પ્રવચન નં. ૯૧ તા. ૧૦-૯-’૭૭
આ કળશટીકાનો કર્તાકર્મ અધિકાર છે. ૯૩ કળશનો છેલ્લો ભાવાર્થ છે. છેલ્લી પાંચ લીટીનું વ્યાખ્યાન ચાલે છે.
ભાવાર્થ આમ છે કે- શુદ્ધચૈતન્યમાત્ર વસ્તુ પ્રકાશ નિર્વિકલ્પ એકરૂપ છે. આ વસ્તુ ભગવાન આત્મા શુદ્ધચૈતન્ય નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ છે. તે ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય વસ્તુ નિર્વિકલ્પ એક સ્વરૂપે છે, તેનો અનુભવ કરવાથી પર્યાયમાં પણ નિર્વિકલ્પતા, શુદ્ધતા, એકરૂપતા પ્રગટ થાય છે. પુણ્ય-પાપના જે અનેક વિકલ્પો પ્રગટ થાય છે એ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com