________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૩
તેને ૫૨મેશ્વર કહેવામાં આવે છે.
แ
પુષ: પુન્ય: તે જ પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે.” અહીં પુણ્ય શબ્દમાં પવિત્રતા છે. પુણ્ય શબ્દે પુણ્ય નથી. ‘ પુષ:પુખ્ય: ' પુણ્ય એટલે પવિત્ર. શુદ્ધ સ્વરૂપનો, ૫૨મ બ્રહ્મનો અનુભવ તે પવિત્રતા. પુણ્યનો અર્થ પવિત્ર. શુભભાવરૂપ પુણ્ય તે પુણ્ય નહીં. ‘ પુનાતિ કૃતિ પુણ્યમ્ ' પવિત્ર કરે તે પુણ્ય. આહાહા ! તે અર્થ અહીં લાગુ પડે છે. ભાઈ ! ઓલા પુણ્ય તો રાગ અને ઝેર છે. તે પુખ્યાતિ નહીં, અર્થાત્ પવિત્ર નહીં. તે તો અપવિત્ર છે. તે આત્માના આનંદનો લૂંટારો છે. જ્યારે આ પુણ્ય તો આનંદસ્વરૂપ પવિત્ર છે. અરે.. ભાઈ ! તેને ધીરું થવું પડશે. એ વાત કળશ ૩૪ માં આગળ ‘નિભૃત ’ આવ્યું તેમાં કહ્યું છે. આ નિભૃત નિશ્ચિત પુરુષોનું કામ છે. વિકલ્પની જાળમાં રોકાવાથી પત્તો નહીં ખાય નાથ ! કેમ કે એ ચીજ નિર્વિકલ્પ છે.
૧૯૯
દ
આ વાત શ્લોકમાં નીચે છેલ્લે છે. “ નિવૃત્તે: સ્વયં બાસ્વાદ્યમાન: નિશ્ચલ જ્ઞાની પુરુષો વડે ” અર્થાત્ ચળ્યા વિનાની, વિકલ્પ વિનાની ચીજ એમ ! એવા ધર્માત્માને નિભૃત સ્વયમ્ આસ્વાધમાન છે. ‘ આસ્વાદ્યમાન' છેલ્લા શબ્દનો અર્થ એવો કર્યો પોતે સ્વયં અનુભવશીલ છે.” અને સંસ્કૃતમાં ‘ આસ્વાદ્યમાન:’ એમ લીધું છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં-બે-ચાર જગ્યાએ લીધું છે. आस्वाद्यमानःધ્યાનવિષયીયિમાળ: ” આસ્વાદન-અનુભવન-ધ્યાનનો વિષય કરવામાં આવી રહ્યો છે. ” “ ધ્યાનવિષયયિમાળ: ” ધ્યાનનો ‘ક્રિયમાણ’ –થાય છે. પોતાની પર્યાયમાં ધ્યાનનો વિષય બનાવીને અનુભવ કરે છે. એ વાત કરે છે.
આ ટીકાકા૨ જાણે શબ્દના પ્રોફેસર છે ને ! તેમણે આવું લખ્યું છે લ્યો ! હજુ હમણાં તો પ્રશ્ન કર્યો હતો. ૯૫ કળશમાં ‘વિત્ત્વ:' એમ છે ને ! : એટલે કરવાવાળો. વિકલ્પ કરવાવાળો. દ્રવ્ય-ગુણ વિકલ્પના કરનારા છે એમ નથી કહેવું. વિકલ્પનો કરનારો દ્રવ્ય નથી, એ તો શુદ્ધ છે. વિજ્ઞ: કઃ છે ને ! તો વિકલ્પને કરવાવાળી પર્યાય છે. પર્યાય કર્તા અને પર્યાય કર્મ છે.
''
પ્રશ્ન:- વિત્ત્વ: એ પણ પર્યાય છે ?
ઉત્ત૨:- તે પર્યાય છે. વિપળ: શબ્દ સંસ્કૃતમાં છે. (સંસ્કૃતમાં એમ આવે છે ‘સ્વાર્થે કઃ’ એટલે સ્વ અર્થ માં ક પ્રત્યય આવે છે.)
.
વિકલ્પકઃ એ અધ્યાહાર લઈ લીધો. એટલે વિકલ્પ કર્તા છે બસ, દ્રવ્ય-ગુણ નહીં. જરા સૂક્ષ્મ છે. અહીં તો અમે એક એક શબ્દનો વિચાર કર્યો છે. ખરેખર તો વિકલ્પ જ કર્તા છે અને વિકલ્પ જ કર્મ છે. દ્રવ્ય-ગુણ વિકલ્પના કર્તા છે તેમ વસ્તુમાં છે જ નહીં. સમજાય એટલું સમજો પ્રભુ! આ તો વીતરાગનો અલૌકિક માર્ગ છે. લૌકિકથી પાર છે. દ્રવ્યસંગ્રહમાં વ્યવહારનયને લૌકિક કહ્યું છે. (કળશટીકામાં ) કથનમાત્ર કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com