________________
૧૯૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૩ નિર્વિકલ્પ પણ છે. આ પ્રમાણે પ્રમાણ અને નય બે પ્રકારે છે. આ વાત નયચક્રમાં છે.
અહીંયા વિકલ્પવાળું શ્રુત કહીને નયના વિકલ્પને છોડાવે છે. કેમ કે વિકલ્પરૂપ શ્રુતમાં પરોક્ષ છે અને વસ્તુનો અનુભવ પ્રત્યક્ષ છે. પરોક્ષતાનો તો અભાવ થઈ જાય છે. સૂક્ષ્મ છે ભાઈ ! ભગવાનના દરબારમાં જવા માટે કેટલી તૈયારીઓ જોઈએ. અહીંયા અંદર પરમાત્મા બિરાજે છેસાક્ષાત્ પ્રભુ! અનંત ચૈતન્ય રતનથી ભરેલો ભગવાન તેનો પત્તો નયના વિકલ્પથી નહીં લાગે. તે આત્મામાં નહીં જઈ શકે કેમ કે આત્મા અનુભવ પ્રત્યક્ષ છે.
સમ્યગ્દર્શનની ઉત્પત્તિના કાળમાં ભાવશ્રુત જે પ્રત્યક્ષ થાય છે તેના દ્વારા અનુભવ થાય છે. આ વિકલ્પવાળું શ્રુત પરોક્ષ છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો શાસ્ત્રનું જ્ઞાન ઘણું હોય અને વિકલ્પ આવે કે- આ આવો છે ને આવો છે ને આવો છે એ દ્વારા અનુભવ નથી થતો. ઝીણી વાત છે પ્રભુ! - તારી પ્રભુતાની મહિમા શું કહે? તારી પ્રભુતા એક એક શક્તિમાં પ્રભુતા છે. એ શક્તિનું રૂપ સર્વ શક્તિમાં તેથી સર્વ શક્તિમાં પ્રભુતા પણ આવી. તારી એક શક્તિમાં પ્રભુતા છે. તો સર્વ શક્તિમાં પ્રભુતાનું રૂપ આવ્યું છે પ્રભુ! આહાહા ! એવી અનંત શક્તિ પ્રભુતાથી ભરી છે ભગવાન! આ શક્તિમાં આવ્યું છે.
આહાહા ! લોકોને આકરું લાગે. તેને એવું લાગે કે આ દયા-દાન, વ્રત ને ધર્મ નથી કહેતા.... એથી નરક-નિગોદમાં જશે. અરે પ્રભુ! આહાહા ! તેને એ રીતે બેઠું છે ને! બીજું એને એમ લાગે છે કે- આ શુભભાવ નહીં રહે તો, એ નહીં કરે તો એ પાપ કરશે. માટે શુભભાવ કરવા.
ભાઈ ! આ તો સર્વજ્ઞ વીતરાગ ત્રિલોકનાથની દિવ્યધ્વનિનો તો આ સાર છે. તારી ચીજ પ્રાપ્ત કરવામાં વ્રત-તપ-ભક્તિના ભાવનો સહારો નથી. હું અભેદ શુદ્ધ અખંડાનંદ ચૈતન્ય ચીજ છું એવા વિકલ્પના પક્ષનો પણ ત્યાં સહારો નથી. તેનાથી તને આનંદનું ભોજન નહીં મળે. વિકલ્પના પક્ષમાં દુઃખનું ભોજન મળશે અને શ્રુતજ્ઞાનના વિકલ્પને અર્થાત્ પરોક્ષને છોડીને અનુભવ પ્રત્યક્ષ થાય છે ત્યાં તેને આનંદનું ભોજન છે. ભોક્તા કહો કે ભોજન કહો. અજ્ઞાનમાં તે રાગનો ભોક્તા હતો. આહાહા ! તે પોતાનું પરોક્ષપણું છોડીને સીધા ભગવાનને ભેટે છે. અનુભવમાં સીધા પરમાત્માને પ્રત્યક્ષ કરે છે. તે કારણે પ્રત્યક્ષરૂપથી અનુભવતો થકો.
“જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા “સ: વિજ્ઞાનૈવેરસ: તે જ જ્ઞાનકુંજ વસ્તુ છે એમ કહેવાય છે.” આહાહા ! જેના અનુભવમાં તો વિજ્ઞાન એક રસ છે. શું કહ્યું? આ જે વિજ્ઞાન એક રસ છે. વિજ્ઞાન એક આનંદને, વિજ્ઞાન એક સુખને, વિજ્ઞાન એક અનાકુળ આનંદને તેની પર્યાયમાં અનુભવે છે, તેને આનંદ આવે છે એમ કહે છે. આવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com