________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬
કલશામૃત ભાગ-૩ અચળ, નિર્વિકલ્પ છે તેવી જ ચીજ નિર્વિકલ્પમાં અચળ છે. અર્થાત્ એ રૂપે પરિણમતો થકો. “આક્રામકરતો થકો. એટલે અચળ નિર્વિકલ્પ ભગવાન આત્માને સમ્યગ્દર્શનમાં પ્રાપ્ત કરતો થકો. ભાષા તો સાદી છે. વસ્તુ તો છે ઈ છે. આવી વાત છે ભાઈ !
ભાવાર્થ આમ છે કે- જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે.” થોડું ધ્યાન રાખજો હોં! વાત થોડી જુદી જાતની આવે છે. જેટલા નય છે તે શ્રુતજ્ઞાનરૂપ છે. શું કહે છે? અહીં પરોક્ષ સિદ્ધ કરવું છે. શ્રુતજ્ઞાનને પરોક્ષ સિદ્ધ કરવું છે. અનુભવને પ્રત્યક્ષ સિદ્ધ કરવું છે.
પ્રશ્ન:- મતિ-શ્રુતજ્ઞાન વિનાનું !
ઉત્તરઃ- જે ભાવસૃતરૂપ મતિ-શ્રુતજ્ઞાન છે તે તો અંદર પ્રત્યક્ષ જ છે. અહીંયા શ્રુતજ્ઞાન નયવાળું લેવું છે. એ શ્રુતજ્ઞાનમાં આત્મા પરોક્ષ છે. અને અહીંયા જે અનુભવ થયો તેમાં તો પ્રત્યક્ષ લેવો છે. (ભાવ) શ્રુતજ્ઞાનમાં નયના વિકલ્પની કોઈ અપેક્ષા છે જ નહીં.
પ્રશ્ન:- અનુભવ મતિજ્ઞાનમાં છે?
ઉત્તરઃ-મતિ-શ્રુત બન્નેમાં છે. પણ એ... શ્રત કર્યું? પ્રત્યક્ષ. આ વિકલ્પવાળું જે શ્રુત પરોક્ષ છે એ નહીં. આ વાત બે ત્રણ ઠેકાણે લીધી છે. ૧૯ મા શ્લોકમાં છે. ૧૨૪ મા શ્લોકમાં છે.
શ્લોક ૧૯- ભાવાર્થની પાંચમી લીટી
શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે છે; એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે.” અહીં પક્ષવાળું શ્રુતજ્ઞાન લીધું છે. ભાવશ્રુતજ્ઞાન જે વેદનવાળું છે તે લીધું નથી. ૧૨૪ માં શ્રુતજ્ઞાન લીધું છે. શ્રુતજ્ઞાન દ્વારા આત્મા પરોક્ષ છે પરંતુ ભાવશ્રુતના દ્વારા પ્રત્યક્ષપણે અનુભવે છે. ભાવસૃત દ્વારા પ્રત્યક્ષ અનુભવે છે એમ લેવું. જે વિકલ્પવાળી શુદ્ધનયશ્રુતજ્ઞાન છે તે પરોક્ષ છે.... તેમ લેવું છે. અંદરમાં જે ભાવશ્રુતજ્ઞાન ( પ્રગટયું) છે તે પ્રત્યક્ષ છે. અહીંયા પ્રત્યક્ષમાં પરોક્ષ શ્રુતજ્ઞાનનો અભાવ બતાવવો છે. સમજમાં આવ્યું?
શ્રોતા- અનુભવવાનું પ્રત્યક્ષ અને નયવાળું પરોક્ષ. ઉત્તર- હા.... એમ જે નયવાળું છે તે પરોક્ષ.
“ જેટલા નય છે તે શ્રુતજ્ઞાનરૂપ છે” શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. ભાષા એમ લીધી છે. જુઓ! નહીંતર નય છે તે શ્રુતજ્ઞાનનો ભેદ છે. શ્રુતજ્ઞાન છે તે પ્રમાણ છે અવયવી છે અને નય છે તે અવયવ છે. એ અવયવ છે પણ અહીંયા વિકલ્પવાળા નય લેવા છે. નહીંતર નય છે તે નિર્વિકલ્પ પણ છે. અને સવિકલ્પ પણ છે. પ્રમાણ પણ વિકલ્પ સહિત છે અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com