________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
કલામૃત ભાગ-૩ વાત એટલે આકરી પડે. વ્યવહારથી થતું નથી એમ આવે એટલે લોકોને લાગે (આકરું). કેમ કે અત્યારે તો મોક્ષ નથી. માટે વ્યવહાર કરશો તો પુણ્ય બંધાશે.
આહાહા! ભાઈ તારી સમીપમાં જવામાં નયપક્ષનો પણ સહારો નથી. તો પછી વ્રત-તપ અને ભક્તિના શુભભાવ એ તો સ્થળ છે. આ તો થોડો સૂક્ષ્મ છે તો પણ સ્થૂળ છે. પેલા તે સ્થૂળ કરતાં એને સૂક્ષ્મ કહે છે પણ અંદરમાં અભેદ વિજ્ઞાનઘન, આનંદકંદ છું એવા વિકલ્પને પણ સ્થૂળ ઉપયોગ કહે છે. આહાહા! સમજમાં આવ્યું?
લોકોને નિશ્ચયાભાસ જેવું લાગે. જ્ઞાનીને આવું હોવા છતાં વચ્ચે વ્યવહાર આવે છે, જ્યાં સુધી વીતરાગ ન હોય ત્યાં સુધી. અનુભવ હોવા છતાં પણ તેને દયાદાન, વ્રત-ભક્તિ-પૂજા-જાત્રાનો ભાવ આવે છે. પણ તે હેયબુદ્ધિએ આવે છે. રાગ હેય છે તો કરો છો કેમ ? અરે.... પ્રભુ! આવ્યા વિના રહેતો નથી. જ્યાં સુધી વીતરાગ દશા પૂર્ણ ન હોય ત્યાં વચમાં વ્યવહાર આવે છે પણ તેની મમતા નથી કરવી. આ વ્યવહાર મને લાભકારક છે એવી દૃષ્ટિ ન કરવી. આવો માર્ગ છે.
સ: વિજ્ઞાનૈવર:” નયના વિકલ્પના પક્ષપાત છૂટે છે તો શું થાય છે... તે કહે છે. એની પર્યાયમાં એકલા વિજ્ઞાન રસનો આનંદનો જ સ્વાદ આવે છે. વિજ્ઞાન એક અર્થાત્ તેમાં ભેદ નહીં એકરસ. આહાહા ! જે જ્ઞાનની પાંચ પર્યાય ભેદરૂપ છે એ નહીં. અહીં તો જે એકરૂપ વિજ્ઞાન છે તેનો રસ પર્યાયમાં છે. એમ કહે છે. આવી વાત છે. તેને મેળ ન ખાય પછી શું થાય? એકવાર તે આઠ દિ' પંદરદિ” મધ્યસ્થ થઈને સાંભળે તો ખ્યાલ આવે કે –ભાઈ ! આ શું ચીજ છે? આ અધ્ધરથી ઉઠેલી વાત નથી.
અહીં કહે છે- સમ્યગ્દર્શન થવા કાળે નયના પક્ષ છૂટી જાય છે. અને વિજ્ઞાન એકરસ આત્મા અનુભવમાં આવે છે. હજુ તેને તો સમ્યગ્દર્શન કહીએ. આવી વાત છે.
સ: વિજ્ઞાર્નર:” તેનો અર્થ કર્યો કે- તે જ જ્ઞાનકુંજ વસ્તુ છે. આહાહા ! એકલો જ્ઞાનનો પુંજ છે. ઢગલો છે-ભર છે. ભર શબ્દ આવ્યો હતોને શ્લોક ૩૦ માં ભર એટલે ગાડામાં ભરે તેને ભર કહેવાય. ગાડામાં ઘાસ ભરે તેને ભર ભર્યો કહેવાય. ભર એટલે ઊંચે સુધી ભરે તેને ભર કહેવાય. તે જ્ઞાનકુંજ વસ્તુ કહેવાય છે. તેને ભગવાન અહીં જ્ઞાનકુંજ કહે છે. અનુભવમાં જ્યારે ભગવાન આવ્યો તો ભગવાન દ્રવ્ય, ગુણમા તો હતાં પણ તે પોતાની પર્યાયમાં પધાર્યા.
આહાહા ! હજુ તો તેના જ્ઞાનમાં નિર્ણયના પણ ઠેકાણાં નહીં એ વિજ્ઞાનરસમાં ક્યાંથી જશે? સમજમાં આવ્યું?
સ: ભવાન તે જ પરબ્રહ્મ પરમેશ્વર એમ કહેવાય છે.” આહાહા નયના વિકલ્પને છોડીને ભગવાન વિજ્ઞાનરસ જ્ઞાનકુંજનું વેતન થાય, તેને પરમાત્મા કહે છે કેવસ્તુએ પરમાત્મા છે તો પર્યાયમાં પરમાત્મા કહેવામાં આવે છે. તેને પરમબ્રહ્મ કહે છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com