________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૨
૧૮૯ ઉત્પાદ, વિનાશ, ધ્રૌવ્ય એવા ત્રણ ભેદ, તેમના વડે સાધ્યું છે એક અસ્તિત્વ જેનું.” “ભાવ” એટલે ઉત્પાદ થાય છે અને “અભાવ' એટલે વિનાશ થાય છે. નવી પર્યાયનો ઉત્પાદ થાય છે અને પૂરાણી (જૂની) પર્યાયનો વ્યય થાય છે. અને ધ્રુવ એમ (જ રહે છે). ભેદ દ્વારા ત્રણ ભેદ છે. તો પણ પરમાર્થથી ત્યાં એક છે. પરમાર્થથી આ એક અસ્તિત્વ જેણે સાધ્યું છે તે. એક રૂપ ચૈતન્યનું સાધન કર્યું. તેને સાધન કરવાથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે અને પૂર્વ પર્યાયનો વ્યય થાય છે, સ્વરૂપની દૃષ્ટિ રહે છે.
અહીં કહે છે કે- સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ અને પૂર્વની પર્યાયનો વ્યય થયો. એ પર્યાયે સાધન કોનું કર્યું? કહે-ધ્રુવનું. સમજમાં આવ્યું? આકરી વાતું બાપુ ! જન્મ મરણનો અંત લાવનાર એ કાંઈ સાધારણ વાતું હોય! આહાહા! સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનો વિષય તે અલૌકિક વાતું છે બાપુ! આ વાતને મૂકીને બીજી બધી વાત કરે કે- વ્રત કરો ને અપવાસ કરો ને તપસા કરો ને ધૂળ કરો ને... ભાઈ ! એમાં તારા જન્મ મરણના અંત નહીં આવે.
આહા ! જન્મ મરણના અંત તો આ પોતાના ધ્રુવ ઉપર દૃષ્ટિ થવાથી સમ્યગ્દર્શન આદિનો ઉત્પાદ થાય છે. પૂર્વની પર્યાયનો વ્યય થાય છે અને ધ્રુવ ધ્યેય છે. તે ત્રણરૂપ છતાં દૃષ્ટિ ત્યાં એકરૂપ ઉપર છે. ઉત્પાદ વ્યય ધ્રુવની દૃષ્ટિમાં ધ્રુવ એકરૂપ છે. આ તો કળશટીકા છે. આ વળી રાજમલજીએ ટીકા કરી છે.
શું કરીને? “સમસ્તાં વન્દ્રપદ્ધતિમ ઉપાચ” જેટલી અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે જ્ઞાનાવરણાદિ કર્મબંધ રચના તેનું મમત્વ છોડીને.”
અનુભવરૂપ સમકિત આઠ કર્મનો નાશ કરી હૈ છે જેમાં કર્મ તો નથી, રાગ નથી પણ ઉત્પાદ-વ્યયની પર્યાય ધ્રુવમાં નથી. ધ્રુવનું ધ્યાન કરવાથી જે નિર્મળ ઉત્પાદ વ્યય ઉત્પન્ન થાય છે તે આઠ કર્મોનો નાશ કરી ધે છે. નવા લોકોને એવું લાગે કે- આ તો નિશ્ચયની વાતું કરે છે. પરંતુ અમારે શું કરવું? જાત્રા-પૂજા કરવી, ભક્તિ કરવી, વ્રત પાળવા, અપવાસ કરવા એવું તો કાંઈ આમાં આવતું નથી. જ્ઞાનીને રાગ આવે છે પણ તે બંધનું કારણ છે. ધર્મીને પણ જ્યાં સુધી વીતરાગતા ન હોય ત્યાં સુધી શુભ ભાવ આવે છે. પણ તે બંધનું કારણ છે.
સમસ્તે પદ્ધતિમ કપાસ્ય” જેટલી અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે. “અપાસ્ય' એટલે છોડીને નાશ કરે છે. જ્ઞાનાવરણાદિકનું મમત્વ છોડીને... મમત્વ એટલે જે પરિણામે આઠકર્મ બંધાય તેની મમતા સમકિતીને ન હોય. તે માને છે કે એ ચીજ મારી નહીં.
કહે છે? પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયા પછી ધર્મીને અંદર બંધના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com