________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૨
૧૮૭
અરે.. સાંભળવા મળે નહીં એવી ચીજ છે. એ બિચારા શું કરે? ક્યાં જાય ? આહાહા.. શ્રીમદ્ભુ બહુ સંસ્કારી જીવ થઈ ગયા. આત્મજ્ઞાન અને અલ્પકાળમાં મુક્તિ. તેઓ ૧૬ વર્ષની ઉમરે કહે છે.
“સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી; આરાધ્ય આરાધ પ્રભાવ આણી; અનાથ એકાન્ત સનાથ થાશે; એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે.
સર્વજ્ઞ સ્વભાવી આ ભગવાન અને ધર્મ છે તે સર્વજ્ઞનો ધર્મ બન્ને એક જ છે. અનાદિનો અનાથ પ્રાણી છે તે સનાથ થાશે. એના વિના તારો હાથ કોઈ પકડશે નહીં નાથ. શ્વેતામ્બરમાં અનાથમુનિની કથા આવે છે. શ્રેણિક રાજા બૌદ્ધધર્મી હતા. મોટા રાજાઓ ચામર ઢાળતા. મોટા હાથી ઉ૫૨ (જંગલમાં ) નીકળ્યા ત્યાં મુનિ ધ્યાનમાં બેઠા હતા. બબુલના એટલે બાવળના ઝાડ નીચે બેઠેલા, સુંદર રાજકુંવર જેવું શ૨ી૨. શેઠિયાનો દિકરો દિક્ષા લ્યે તેવું શરીરનું સુંદર રૂપ. જેમ સોનાના કળશ ચમકતા હોય તેમ શ૨ી૨ ચમકતું હોય. તેઓ બાવળ નીચે બેઠા હતા અને આમ શ્રેણિક રાજા નીકળે છે. આપ અહીંયા ક્યાંથી ? આપ અહીંયા ન શોભો ! આપ તો મારા રાજ્યમાં પધારો. આ તમારું સુંદર શરીર ક્યાં.... અને તે બાવળ નીચે ? તમે અમારા રાજ્યમાં આવો. ત્યારે મુનિ કહે છે– હે અનાથ શ્રેણિક ! તું કોને રાજ્ય ક૨વાનું કહેવા આવ્યો છો ? શ્રેણિક કહે- મહારાજ ! તમે મને ન ઓળખ્યો ? હું રાજા છું, હું અનાથ નથી. હું મોટો રાજા છું, ઘરે હજારો રાણીઓ છે, અને સેંકડો રાજાઓ તો ચામર ઢોળે છે, અને હિરાના સિંહાસન ઉ૫૨ બેસીએ છીએ.... અમે અનાથ નથી નાથ ! ત્યારે મુનિ કહે છે– રાજન્ તું અનાથ છે, તારું શ૨ણ કોઈ નથી. તું મારો નાથ થવાને આવ્યો છો ? તમે આવો મારા રાજ્યમાં પરંતુ તું અનાથ છો.
7)
શ્રેણિક કહેઃ- મહારાજા ! મહારાજા મને ઓળખ્યો નહીં ? અનાથમુનિ કહે –તને કહ્યું ને તું અનાથ છો.
શ્રેણિક:- મહારાજા ! ઓળખતા કેમ નથી ! આ શરીરના દિદાર દેખાય છે ને હું
રાજા છું.
મુનિ કહેઃ– તું અનાથ છે તારું કોઈ શરણ નથી.
શ્રેણિક કહેઃ- નાથ ! બતાવો કોણ શરણ છે? આપણે યશોધર મુનિનું આવે છે. મુનિના ગળામાં મરેલો સર્પ નાખ્યો હતો. શ્વેતામ્બરમાં અનાથમુનિની વાત આવે છે. એ તો બધા કલ્પિત બનાવ્યા છે. પછી શ્રેણિકને ઉપદેશ આપ્યો અને ત્યાં સમ્યગ્દર્શન પામ્યો. ઉપસર્ગ દૂર કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com