________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
કલશામૃત ભાગ-૩ એક વાળો અહીંયા પગમાં નીકળે તો તે રાડ નાખે છે. –પીલાય છે. અને આ કેટલાવાળા? બાયડીવાળો, પૈસાવાળો, મકાનવાળો, આબરૂવાળો, ધૂળવાળો, દાગીના ને ઝવેરાતવાળો. ઝવેરાત હોય છે ને! પાંચ-પાંચ લાખના ઘરે ઝવેરાત હોય. આઠ દિકરા હોય બધા પરણેલા હોય, એક એક ને બે-બે લાખના દાગીના હોય, કપડાં હોય તો તેને (સુખી લાગે.) તને આ શું થયું છે? આ ભૂતાવળ ક્યાંથી વળગી છે?
અહીં તો કહે છેપ્રભુ! તું વિકલ્પમાં આવે છે તે આકુળતા અને દુઃખ છે. એને તો હજુ બહારમાં મારાપણાની (આકુળતા ) ક્યાં જાવું છે તારે ? તારે દુઃખના ડુંગરમાં માથા ફોડવા છે. આનંદનો નાથ અંદરમાં બિરાજે છે તેની સમીપમાં જા ને! આહા! આવી વાતું છે અહીંયા તો.
પ્રશ્ન:- અંદરનો નાથ દેખાતો તો નથી ! !
ઉત્તર:- એ દેખાતો નથી એમ કોણ કહે છે? જે દેખાતો નથી એ દેખે છે. દેખાતો નથી એવું કોણે જાણ્યું? એ જ જાણે છે ને દેખે છે. અહીંયા તો આ ચીજ છે.
અરે! ચોરાશીના અવતાર કરતાં કરતાં તેણે કદી થાક વિસામો ન લીધો. વિસામાનું સ્થાન તો અંદરમાં છે પ્રભુ! વિશ્રામ. વિશ્રામ. અનુભવ એ વિશ્રામ છે.
એકવાર પાળિયાદમાં ૭૫ની સાલમાં ચોમાસું હતું ત્યારે કહ્યું હતું. ત્યારે તો આઠમ-પાખીના ચોવીહારના ઉપવાસ કરતા. ચોવીહાર અપવાસ કરતા તેમાં પાણી ના લેતાં. ત્યારે એકવાર જંગલમાં ગયા હતા બપોરે બાર વાગે. ભોજન કરીને પછી બીજે દિવસે અપવાસ હતો. તો ત્યાં ઉધઈ નીકળી... સૂક્ષ્મ જિવાત. બહેને પુસ્તકમાં લખ્યું છે કે- અગ્નિને ઉધઈ ન હોય. એ ઉધઈ આમ નજરે જોઈ. તે બહાર નીકળી તડકે તો મરી ગઈ. એટલી સુંવાળી કે તડકો લાગ્યો અને મરી ગઈ.
અહીંયા કહે છે ભગવાન ! એ રાગનો વિકલ્પ ઉધઈ સમાન છે. એ વિકલ્પ ચૈતન્યમાં નથી નાથ! તું આનંદનો નાથ તેમાં ઉધઈ કેવી ? આહાહા! આત્માનો તો (રાગનો) નાશ કરવાનો સ્વભાવ છે. તે પણ વ્યવહાર છે. રાગનો નાશ કરવાનો સ્વભાવ કહેવો તે પણ વ્યવહાર છે. આત્મા તો વીતરાગ સ્વરૂપ છે. તે પોતાનામાંથી નીકળી અને ક્યાં રાગનો નાશ કરે? આવું બધું... આવી વાત છે. મૂળની વાત તો આ છે.
એ કહ્યું ને! શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો તે કાર્ય સિદ્ધિ છે. ત્યાં સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યકચારિત્રરૂપી કાર્યની સિદ્ધિ ત્યાં થાય છે. બાકી બધી વાતું છે.
જગતમાં બહાર આમ ફાલી ફૂલીને દેખાય. જુવારની ધાણી હોય છે. એ આમ ફુલેલી હોય તેમ બહારમાં પાણી જેવું ફુલેલું દેખાય. અંદરમાં ભગવાન બિરાજે છે તેને ફૂલવને –ખિલવને. એ કમળને ખીલવ..એમાં અનંતા આનંદ આદિ છે. એની દૃષ્ટિ લગાવતાં ખીલી જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com