________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
કલશામૃત ભાગ-૩ ક્યાં આવ્યો ! એ લોકોને એવું લાગે છે કે- આ એકાન્ત છે, એકાન્ત છે એવું લાગે. અહીંયા તો એક જ વાતથી કાર્ય સિદ્ધિ છે. છઢાળમાં આવે છે કે –
લાખ બાતકી બાત યહી, નિશ્ચય ઉર લાઓ;
તોરિ સકલ જગ દંદ-ફંદ, નિત આતમ ધ્યાઓ.” “સમયસારમ વેત' પહેલાના પંડિતો બહુ સરસ કહી ગયા પણ તેનો અર્થ કરનારાએ ફેરફાર કરી નાખ્યો. “છોડી જગત દ્વન્દ ફંદ” દ્વતનો વિકલ્પ પણ છોડી દે! હું આવો છું ને આવો છું એવો વિકલ્પ છોડી દે.
નિજ આતમ ઉર ધ્યાવો' નિજ આત્મા જે સમયસાર તેને ધ્યાવો. સંસ્કૃતમાં વેત તેનો અર્થ ધ્યાનનો વિષય બનાવ. પરમ અધ્યાત્મ તરંગિણી જે (શુભચંદ્ર આચાર્યની) કળશટીકા છે તેમાં ઘણે ઠેકાણે લખે છે. તેમણે ચેતયેનો અર્થ કર્યો છે.
વેત-ચિન્તયામિ- ધ્યાન વિષયી રોનીત્યર્થ:” “સમયસર વેત' એનો અર્થ- સમયસાર ચિન્તયામિ ચિંતવું એટલે વિકલ્પ નહીં ધ્યાન વિષયી રોમીત્યર્થ: समयसारम् सम्यक्- अयन्ति- गच्छन्ति- निजगुणपर्यायनिति समयाः” - નિજ સ્થળમાં જ્યાં આનંદધામ પડ્યું છે, અતીન્દ્રિય આનંદનું જ્યાં સ્થળ છે. ત્યાં ધ્યાન કરને પ્રભુ! તેની સન્મુખ જો ને! વ્યવહારાદિ ક્રિયામાં તો તેનાથી વિમુખ છે. હું આવો છું એવા વિકલ્પમાં પણ વિમુખ છે. સમજમાં આવ્યું?
માર્ગ બહુ ઝીણો બાપુ! તેથી લોકોને એમ થાય કે આ નવું ક્યાંથી કાઢયું? આ નવું નથી ભગવાન ! અનાદિનું તારું સ્વરૂપ જ એ છે.
અહીં કહે છે- “સમયસર વેત' સમયસારની વ્યાખ્યા કરી.. શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો. ભગવાન આનંદનો નાથ તેનો નિર્વિકલ્પ અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે, તે સમ્યકજ્ઞાન છે, તે સ્વરૂપાચરણ છે, તે મોક્ષનો માર્ગ છે, સમ્યગ્દર્શન મોક્ષના માર્ગનો અવયવ છે. આવી સમ્યગ્દર્શન ચીજ છે અરે !
ભગવાન તું પરને દેખે છે પરને દેખતાં દેખતાં તારો અનંતકાળ ગયો. તે તારો દિદાર કદી દેખ્યો નહીં. નાથ! અંદર ચૈતન્ય ચિંતામણી રતન ભર્યા છે. જેની કથની સર્વજ્ઞના મુખથી પણ પૂરી ન આવી. શ્રીમદ્જીએ કહ્યું છે કે –
“જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” જે સ્વરૂપ સર્વશે જોયું તે સ્વરૂપ વાણી દ્વારા પૂરું ક્યાંથી આવે! સર્વજ્ઞની વાણીમાં પણ એના નાથના (સ્વરૂપની) વાણી પૂરી ન આવી, તો પછી અનેરા –અલ્પજ્ઞાનીની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com