________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦
કલશાકૃત ભાગ-૩ શ્વેતામ્બરના આનંદઘનજી કહેતા હતા..
“દેખણ દે. મને સખી લેખણ દે, મેરા સુખકંદ ચંદ્રપ્રભુ;
મુખ ચંદ્રપ્રભુ મને દેખણ દે, દેખણ રે સખી દેખણ દે” ચંદ્રપ્રભુ ભગવાન હો! ચંદ્રપ્રભુ મુખચંદ્ર, સખી મને દેખણ દે. શુદ્ધ પરિણતિમાં મારા નાથને મને દેખવા દે. એ વનસ્પતિમાં નિગોદમાં અનંતકાળ રહ્યો પરંતુ દેખ્યો નહીં તેણે નાથ, સખી મને દેખણ દે. નિગોદમાં અનંત ભવ કર્યા સખી પરંતુ મેં આત્માનો દેદાર ક્યારેય દેખ્યો નહીં. “એવા અપ્રિયતકાળમાં હું અનંતકાળ રહ્યો પણ અપ્રિયતકાળમાં ચતુર ન ચડયો રે હાથ.” ચતુર એટલે આનંદનો નાથ મારા હાથમાં ન આવ્યો.
વિકલ્પમાં આવીને મારા દિદારને મેં ન દેખ્યો. મારી ચીજનો મેં અનુભવ ન કર્યો. અપ્રિયતકાળમાં ચતુર ન ચડ્યો હાથે અપ્રિયતકાળમાં આત્મા હાથ આવતો નથી હોં! ચતુર ન ચડયો હાથ. ચતુર એટલે આનંદનો નાથ છે તેને મારા ધ્યાનનો વિષય મેં ન બનાવ્યો. ત્યાં ન ગમ્યું અને પરનો સંગ છે.
અહીંયા કહે છે–એ વિકલ્પની જાળ હેય છે તેને છોડી દે નાથ ! તારા દર્શન જો તારે કરવા હોય તો એ વિકલ્પની જાળને છોડી દે! અહીંયા તો વિકલ્પ છે તેને હેય કહે છે. તો શુભજોગ તો તારો ક્યાંય દૂર રહ્યો... પ્રભુ!
હવે એનીય તકરાર. અરે... પ્રભુ.... ભગવાન! તને શું થયું ! તારે ક્યાં જાવું છે નાથ ! તું કોણ છો? આ શુભજોગતો પર સન્મુખનો ભાવ છે અને ધ્યાન અર્થાત્ સમ્યગ્દર્શન તો સ્વ સન્મુખનો ભાવ છે. શુભજોગ આદિ છે તે પરલક્ષી ભાવ છે. તે પરસનુખના લક્ષથી થાય છે અને સમ્યગ્દર્શન ભાવ તે સ્વસમ્મુખતાથી થાય છે.
આ બધું રૂપિયા ને પૈસા ને આ છોકરા ને એમાં ને એમાં ગૂંચવાઈ ગયા છે. આ છોકરો સારો છે, બે લાખ કમાય છે. ધૂળમાંય નથી સાંભળને ! તું ક્યાં સલવાય ગયો. સલવાય ગયો એટલે અટકી ગયો.
અહીં શું કહે છે. તે જુઓ. “વેતમે સમયસારમ” પ્રભુ! એકવાર સમયસારને ચેત. ભગવાન આનંદના નાથને ધ્યાનમાં વિષય બનાવ. તારા પર્યાયરૂપી ધ્યાનમાં પ્રભુને વિષય બનાવ. વર્તમાન જ્ઞાનના પર્યાયરૂપી ધ્યાનમાં ધ્યેયને વિષય બનાવ. ધ્યેય બનાવ સમયસાર પૂર્ણાનંદના નાથને.. ત્યારે તારી ત્યાં કાર્ય સિદ્ધિ છે. બાકી કાર્ય સિદ્ધિ ધૂળમાં ત્યાં નથી. એમ કહે છે કે સિદ્ધિ શું છે? આ પૈસા ને છોકરા ને તેમાં ધૂળમાંય કાર્ય સિદ્ધિ નથી, ત્યાં તો પાપની સિદ્ધિ છે.
ભગવાન પરમાત્મા અહીંયા તો એમ કહે છે..કે હે નાથ પ્રભુ તમે ભગવાન સ્વરૂપ છો ને! વિકલ્પની જાળમાં તારો પતો નહીં લાગે. પછી તે શુભ વિકલ્પ હો કે- હું નિશ્ચય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com