________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૨
૧૮૧
થી અખંડ છું, શુદ્ધ છું તે શુભ વિકલ્પ છે. શુભ છે કે નહીં ? વસ્તુ આનંદકંદ પ્રભુ, શુદ્ધ ચૈતન્યધન છે. પાઠમાં સમયસાર શબ્દ પડયો છે ને ! સમયસાર એટલે ચૈતન્ય વસ્તુ શુદ્ધ આનંદઘન ચૈતન્યપ્રભુ તેમાં હું આવો છું. એવો વિકલ્પ તે હેય છે. તારું કાર્ય તો ત્યા૨ે સિદ્ધ થાય છે. સમજમાં આવ્યું?
સમયસાર ભગવાન! સમયસાર નામ પદાર્થ. સાર નામ જડકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત એવો સમયસાર પ્રભુ ચેતયે. એને ચેત અને એનું ચેતન ક૨. ધર્મધ્યાનની પર્યાયમાં ચેતનને ધ્યેય-વિષય બનાવ. એ રીતે કાર્ય સિદ્ધિ થાય છે. બીજી રીતે કાર્ય સિદ્ધિ થતી નથી... એમ કહે છે.
ચૈતન્યમૂર્તિ આત્મા, ચૈતન્યથન તેનો અનુભવ કરવો તે કાર્ય સિદ્ધિ છે. તે તેના વાસ્તવિક કાર્યની સાબિતી છે. આહાહા ! તેણે આત્માનું કર્યું, બાકી બધા થોથાં છે. અહીં તો ત્યાં સુધી લીધું છે કે- આ વિકલ્પ ઊઠે છે કે- હું શુદ્ધ છું, અખંડ છું તે બધું ઠેય છે. ભગવાન સમયસાર શુદ્ધ ચૈતન્યધન ચેતયે નામ ઉપાદેય છે.
પ્રશ્ન:- શું એક જ ઉપાદેય છે?
ઉત્ત૨:- એક જ ઉપાદેય છે. ત્યારે સંવ-નિર્જરાની પર્યાય ચૈતન્યને ઉપાદેયપણે અનુભવે છે. એ અનુભવ છે તે સંવ૨-નિર્જરાની પર્યાય છે. અપૂર્વ વાત આવે છે. ભગવાન ! તેં તારા દિદાર દેખ્યા નહીં નાથ ! ભજનમાં આવે છે...
66
,,
હરતા ફરતા પ્રગટ હરી દેખું રે.
મારો નાથ હરી જે અજ્ઞાન અને રાગ-દ્વેષનો હરનાર છે તેને હરતા-ફરતા પ્રગટ દેખું રે.
66
મારા જેવું સત્ સબ લેખું રે મુક્તાનંદનો નાથ એ નિહારી રે..
,,
એવો ધામ જીવન દોરી હમારી રે ”
આત્મા એમ પોકારે છે કે-મારી અનુભવ દશા તે મારી જીવન દોરી છે. તે મારું જીવન ને જીવનની દોરી છે. મોક્ષના આનંદ સ્વરૂપ પ્રભુ છે. એને હું હરતાં ફરતાં દેખું અર્થાત્ મારી દૃષ્ટિમાં ભગવાન રહે. ત્યારે જીવન સફળ છે બાકી અફળ છે. દુનિયાના કાળમાં જિંદગી ચાલી જાય છે. અરે ! હું જ્યાં જવા ઈચ્છું છું ત્યાં મારી સફળતા છે. વાત એવી ઝીણી છે. પણ તે અંત૨ના ઘ૨ની મૂળવાત છે. અરે ! ત્યાં બહા૨ની પંડિતાઈ કામ કરે નહીં. ત્યાં દયા-દાનના ભાવ કામ કરે નહીં. હું શુદ્ધ, અખંડ, અભેદ એવા વિકલ્પ કામ કરે નહીં.!
અહીંયા કહે છે. – સમયસારમ્ શ્વેતયે” આહાહા! જ્યાં પ્રભુ છે ત્યાં નજ૨
કરને! રાગમાં આત્મા કયાં છે! રાગમાં આત્માં કયાં આવ્યો ? વિકલ્પમાં આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com