________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૨
૧૭૯ ભગવાન આત્મા! પૂર્ણાનંદનો નાથ તેમાં વિકલ્પ ઉઠાવવો તે આકુળતા અને દુઃખરૂપ છે. તેનાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. આ સૂક્ષ્મ વાત છે. લોકો તો હજુ બહારની ક્રિયા કરવામાં છે. દયા-દાન વ્રત –ભક્તિ-પૂજા કરતાં-કરતાં કલ્યાણ થઈ જશે એમ માને છે. અહીંયા તો પરમાત્મા કહે છે–વસ્તુની મર્યાદાના જે વિકલ્પ ઉઠે છે તે અમર્યાદિત છે. હું શુદ્ધ ચિદાનંદનું ગ્રહણ કરવાવાળો તેમાં આવો વિકલ્પ કેમ? હું તો શુદ્ધ ચૈતન્ય છું. એવો જે વિકલ્પ ઉઠે છે તે હેય છે, તે ઉપાદેય નથી. તો પછી શુભક્રિયાકાંડનો ભાવ તો ક્યાંય દૂર છે- હેય છે. સમજમાં આવ્યું?
* * *
(સ્વાગતા) चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकम्। बन्धपद्धतिमपास्य समस्तां
चेतये समयसारमपारम्।।४७-९२।। ખંડાન્વય સહિત અર્થ:- “સમયસરમ વેત” સયમસારનો અર્થાત શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો કાર્યસિદ્ધિ છે. કેવો છે? “અપારમ” અનાદિ-અનન્ત છે. વળી કેવો છે? “ મ” શુદ્ધસ્વરૂપ છે. શા વડે શુદ્ધસ્વરૂપ છે? “વિસ્વભાવમરમાવિતમવિમવિમાવ૫રમાર્થતયા મ” (
વિમાવ) જ્ઞાનગુણ તેનો (મર) અર્થગ્રહણવ્યાપાર તેના વડે (ભવિત) થાય છે (ભાવ) ઉત્પાદ (ભાવ) વિનાશ (ભાવ) દ્રવ્ય એવા ત્રણ ભેદ, તેમના વડે(પરમાર્થતયા
મ) સાધ્યું છે એક અસ્તિત્વ જેનું શું કરીને? “સમસ્તાં વન્યપદ્ધતિમ કપાસ્ય” (સમસ્તાં) જેટલી અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે (વપદ્ધતિમ) જ્ઞાનાવરણાદિ કર્મબંધરચના તેનું (પાચ) મમત્વ છોડીને. ભાવાર્થ આમ છે કે-શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જેમ નવિકલ્પો મટે છે તેમ સમસ્ત કર્મના ઉદયે જેટલા ભાવ છે તે પણ અવશ્ય મટે છે એવો સ્વભાવ છે. ૪૭-૯૨.
કલશ - ૯૨ : ઉપર પ્રવચન સમયસારમ વેત” સમયસારનો અર્થાત્ શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો કાર્યસિદ્ધિ છે”શ્લોકનો જે ચોથા પદનો અર્થ પહેલો લીધો છે. પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તેનો નિર્વિકલ્પ દૃષ્ટિમાં અનુભવ કરવો તે કાર્ય સિદ્ધિ છે. સંસ્કૃત ટીકાકારે વેતયે માં એમ શબ્દ લીધો છે... “ધ્યાન વિષયી હુ’ આ શબ્દ બહુજ આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com