________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-૯૧
૧૭૭ અનેકાન્ત કહેવાય. અરે બાપુ! એ તો એકાન્ત છે. મિથ્યા એકાન્ત છે. સમ્યક અનેકાન્ત તો પોતાના સ્વરૂપથી લાભ થાય છે અને રાગથી નહીં તે અનેકાન્ત છે.
એક તો સંસાર આડે નિવૃતિ મળે નહીં. અને એમાંય થોડી એકાદ-કલાકની નિવૃતિ મળે તો સંભળાવનારા એવા મળે કે-વ્રત કરો.. અપવાસ કરો. તમારે કલ્યાણ થઈ ગયું. ભગવાનની પ્રતિમા (પધરાવો), દશ-દશ લાખના, વીસ-વીસ લાખના બે ચાર મંદિર સ્થાપો તો ધર્મ ધૂરંધર થયા. પેલાને પણ એ સહેલું લાગે કેમકે-બે-ચાર, પાંચ, પચાસ લાખ હોય તેમાંથી પાંચ લાખ ખર્ચે તો તેને ધર્મ ધૂરંધર ની (પદવી મળે.)
શ્રોતા:- આપે તો ઘણાં બનાવ્યા. ઉત્તર:- અહીં તો કોઈને બનાવ્યા નથી. શ્રોતા:- નથી બનાવ્યા?
ઉત્તર:- અમે તો કોઈને કહ્યુંએ નથી. આ મકાન બનાવ્યું તો પણ અમે તો કોઈને કદી કહ્યું નથી. એક આ બહેનના પુસ્તક માટે હમણાંથી થોડું કહીએ છીએ. આ પુસ્તક દશ હજાર છપાવવા જોઈએ. હિન્દી અને ગુજરાતી આત્મધર્મનાં ગ્રાહકોને ભેટ આપવા જોઈએ. બહેનને તો બહાર નહોતું પડવું પરંતુ આ પુસ્તક બહાર આવી ગયું. હિંમતભાઈ ! કાલે રાત્રે કહ્યું હતું કે- દશ હજાર પુસ્તક છપાવો. આપણે કદી કાંઈ ન સંભાળીએ, આ તો રામજીભાઈ સંભાળે છે. અહીં મંદિર કરો એમ અમે કદી કહ્યું નથી. થાય છે તો બતાવીએ કે-આમણે કર્યું પરંતુ આ બહેનના પુસ્તક માટે તો મારી લાગણી એવી થઈ ગઈ
અરે! એકવાર વિરોધી પણ જરા શાંતિથી જુએ તો. બાપુ! એમાં એકલું માખણ છે. વસ્તુની સ્થિતિ જ આવી છે. પુસ્તક એક સાત રૂપિયે પડશે-મોઘું તો છે. દશ હજાર પુસ્તકના ૭૦ હજાર થશે. અહીંયા તો ૭૦ હજાર ન આવ્યા હોય તોય કાંઈ નહીં–કહ્યું. પરંતુ એકવાર બનાવો તો ખરા! અને પછી હિન્દી ગુજરાતીને ભેટ ધો! એ સાંભળે (વાંચે) તો ખરા ! દશ હજાર તો આપવા માટે, એ સિવાય વેંચાણ ખાતે બે-ચાર હજાર રાખવા પડશેને ! ઓલા દશ હજાર તો ભેટ ખાતે. આવો ભાવ આવ્યો છે.
શ્રોતા- દાતાર મળી જાય તો ને! ઉત્તર:- રામજીભાઈ પાસે દાતાર ઘણાં છે. અહીંયા પૈસાનો ક્યાં તૂટો છે.
અહીંયા કહે છે-જે કાળમાં ચૈતન્યનો પ્રકાશ બહાર આવ્યો. કેવી રીતે બહાર આવ્યો? વિકલ્પ છૂટીને જ્યાં નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપનો જ્યાં અનુભવ થયો તો ચૈતન્યનો ઉદય થયો. શ્રીમદ્જીમાં આવે છે. કે “ચારિત્ર નો ઉદય થાય છે.” ઉદય નામ પ્રગટ થાય છે. આવી ભાષા શ્રીમદ્જીમાં છે. એમ જ્યાં આનંદનો નાથ જાગીને ક્ષણમાં ઉઠે તો વિકલ્પના અંધારા અસ્ત થઈ જાય છે.
જે સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર ફાટી જાય છે તેમ શુદ્ધ ચૈતન્યમાત્રનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com