________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬
કલશાકૃત ભાગ-૩ ઇન્દ્રજાળની પેઠે છે. જાદુગર ઇન્દ્રજાળ કરી અને બધાને જાદુ બતાવે છે.
અમે નાની ઉંમરમાં જાદુગર જે ખેલ કરે તે જોયો છે. અમારી ઉંમર દશ વર્ષની હશે ત્યારે જાદુગર અંદરમાં આંબો કરે અને પછી કેરી બતાવે. માળો કેવી રીતે બતાવતો હશે? આડો પડદો રાખે અને અંદરમાં આંબો બતાવે. અંદરમાં પીળી કેરી બતાવે, આપણને દેખાય કેરી..... એ ઇન્દ્રજાળની કેરી હોય. તેમ આ બધા વિકલ્પ છે તે ઇન્દ્રજાળની જેમ જૂઠા છે. છે ખરા, પરંતુ તે જૂઠા વિકલ્પ આત્માની શાંતિને રોકનારા છે. ઇન્દ્રજાળ કહ્યું ને અર્થાત્ જૂઠા છે. તો પણ તે વિદ્યમાન છે. આત્માના સ્વરૂપમાં નથી એ પેઠે તે જૂઠા છે. પરંતુ વિકલ્પ છે ખરા.. ઓલા વેદાંતની પેઠે એમ નથી કે વિકલ્પ છે જ નહીં. બીજી ચીજ છે જ નહીં એમ નથી. દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, વિકલ્પ છે, રાગની જાળ છે. સમજમાં આવ્યું?
“નય વિકલ્પ સ્ત્રમ્ કે જે અતિ ઘણા છે, ઈન્દ્રજાળ છે અર્થાત્ જૂઠા છે, પરંતુ વિદ્યમાન છે તે જે કાળે શુદ્ધ ચિતૂપ અનુભવ થાય છે તે જ કાળે નિશ્ચયથી વિનષ્ટ થઈ જાય છે.”
આહાહા ! ચૈતન્યના પ્રકાશ તરફનો ઝુકાવ થતાં વિકલ્પ છૂટી જાય છે. ચૈતન્યનો પ્રકાશ વેદનમાં આવ્યો તે કાળમાં નિશ્ચયથી વિકલ્પ વિનષ્ટ થઈ જાય છે. બધા વિકલ્પ નાશ થઈ જાય છે. “જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર ફાટી જાય છે.” સૂર્યનો પ્રકાશ
જ્યાં થયો ત્યાં અંધકારનો નાશ થઈ જાય છે. તેમ ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર એ જ્યાં પર્યાયમાં પ્રકાશમાં આવ્યો તો વિકલ્પરૂપી અંધકાર અસ્ત થઈ જાય છે. પ્રકાશનો ઉદય થાય છે વિકલ્પ અસ્ત થાય છે.
શું કહ્યું? ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પોતાના પ્રકાશમાં જ્યાં આવ્યો, વિકલ્પબુદ્ધિ છૂટીને પર્યાયમાં પ્રકાશ આવ્યો, પ્રકાશનો ઉદય થયો-પ્રગટ થયો. અને જે વિકલ્પરૂપી બુદ્ધિનો અર્થાત્ અંધકાર હતો તેનો નાશ થયો. “અસ્થતિ' આથમી ગયા. આથમી ગયા એટલે વિનાશ થયો. સૂક્ષ્મ વાત છે. બાપુ! આતો વીતરાગનો માર્ગ છે.
ચૈતન્યના નૂરનું આમ જ્યાં પ્રથમ પ્રકાશ બહાર આવ્યું ત્યાં બુદ્ધિપૂર્વક વિકલ્પોનો નાશ થઈ જાય છે. તો ચૈતન્યનો પ્રકાશ બહાર આવે છે. સૂર્યનું કિરણ જ્યાં બહાર આવ્યું ત્યાં અંધકારનો નાશ થઈ જાય છે. ચૈતન્યનો પ્રકાશ જ્યાં બહાર આવ્યો તો વિકલ્પ જાય છે. ચૈતન્યનો પ્રકાશ જ્યાં બહાર આવ્યો તો વિકલ્પરૂપી અંધકારનો નાશ થઈ ગયો.
હજુ ત્યાં સમ્યકત્વનાએ ઠેકાણા નહીં અને બહારમાં કપડાં ફેરવીને પડિમા લીધી. (કોઈએ) બે લીધી, પાંચ લીધી, દશ લીધી, અગિયાર લીધી, અરે બાપુ! તારા હિતના મારગડા બીજા છે ભાઈ ! આહાહા ! આ હિતનો મારગ ચાલે છે તે એને એકાન્ત લાગે છે. કેમ કે અમે આ વ્રત કરીએ છીએ તો તેનાથી પણ કલ્યાણ થાય તો તમારું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com