________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪
કલશામૃત ભાગ-૩ “આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સગુરુ વૈધ સુજાણ.
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.” આ વિચાર ને ધ્યાન તે ઔષધ. આત્માનું જ્ઞાન ને આત્માનું ધ્યાન તે જન્મમરણ મટાડવાનું ઔષધ છે. સમજમાં આવ્યું?
અહીં કહે છે કે- વિકલ્પ છૂટતાં અનુભૂતિ થઈ. અનુભૂતિની વ્યાખ્યા શું? અમને સમજાવો? ભાઈ....! અનુભૂતિ એટલે અતીન્દ્રિયસુખનો સ્વાદ આવ્યો ત્યારે તેને સમ્યગ્દર્શન અને ધર્મ થયો. આવી ચીજને માણસે એવી કરી નાખી કે- પરની દયા પાળવી. તું પરની દયા તો પાળી શકતો નથી. પરની દયાનો જે ભાવ તે રાગ અને હિંસા છે. પુરુષાર્થ સિદ્ધિમાં અમૃતચંદ્રદેવે કહ્યું છે કે- પરની દયા હું પાળું છું તેવો જે શુભભાવ તે હિંસા છે. એ લોકો એમ કહે કે- દયા ધર્મનું મૂળ છે. પરંતુ કઈ દયા બાપુ! સ્થાનકવાસીમાં તો આ જ ચાલ્યું કે – “દયા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન.”
દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ,
અનંતા જીવો મુક્તિ ગયા, દયા તણાં પ્રમાણ.” આવી તો (તેમની) દયાની વ્યાખ્યા. આ દયા નહીં બાપુ! તને ખબર નથી ભાઈ ! પરદ્રવ્યની દયા પાળી શકે છે તે વાત આત્મામાં છે જ નહીં. પર જીવની દયા એ કરી શકે? શું પર જીવને એ મારી શકે? પરને મારવાનો જે ભાવ છે તે દ્વેષ છે. પરને જીવાડું તે રાગ છે. એ બન્ને વિકાર છે તે આત્માના સ્વરૂપમાં નથી. ગજબ વાત છે ને!
આ વાતની તેઓ ટીકા કરે છે. એ લોકો દયાના ભાવને હિંસા કહે છે. પણ પરની દયાનો વિકલ્પ ઊઠે છે તે તો રાગ છે. રાગ છે તે અરાગી સ્વરૂપની, પ્રભુની હિંસા છે. આ વાતની ટીકા કરે છે પણ બાપુ! અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહે છે.
તેને કાંઈ વાંચન ન મળે. પોતાનો (મિથ્યા) આગ્રહ છોડીને વાંચન કરવું જોઈએ, શાસ્ત્રનું પઠન કરવું જોઈએ. શાસ્ત્ર શું કહે છે તેની દૃષ્ટિ રાખીને વાંચવું. પોતાની દૃષ્ટિ પ્રમાણે શાસ્ત્રનો અર્થ માનવો તેમ ન ચાલે. શાસ્ત્રનો અભિપ્રાય શું છે તેની દૃષ્ટિ કરવી. પોતાના અભિપ્રાય પ્રમાણે શાસ્ત્રને વાંચી લેવું.... (એ બરાબર નથી)
* * *
(રથોદ્ધતા) इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोच्चलविकल्पवीचिभिः । यस्य विस्फुरणमेव तत्क्षणं pન્નમસ્યતિ તસ્મિવિનંદ:તા ૪૬-૧8ા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com