________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
કલશામૃત ભાગ-૩ અનુભવ થતાં જેટલા વિકલ્પો તે બધાય મટે છે - એવી શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે મારો સ્વભાવ;”
આ મારો સ્વભાવ જ છે. આ કોઈ બહારથી ચીજ લાવેલી નથી. આવો ચૈતન્ય પ્રકાશનો સ્વભાવ છે. “અન્ય સમસ્ત કર્મની ઉપાધિ છે.” આ જે વિકલ્પ ઊઠે છે કેહું શુદ્ધ છું, હું અભેદ છું એ પણ કર્મની ઉપાધિ છે. નિરુપાધિ ભગવાન આત્માનો સ્વભાવ નિરુપાધિ છે. સમસ્ત વિકલ્પ મટે છે એવી શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે મારો સ્વભાવ છે, બાકી અન્ય સમસ્ત કર્મની ઉપાધિ છે. હવે પછી ઇન્દ્રજાળનું કહેશે. પ્રવચન નં. ૮૯
- તા. ૮-૯-'૭૭ “પુષ્પોન્વત વિવેજ્યપવીજિમી: ૩છતત(પુત્ર) અતિ ઘણી (૩વન) અતિ સ્થૂલ એવી જે ભેદકલ્પના,
ભગવાન જ્ઞાન અને આનંદ સ્વરૂપ હોવા છતાં પણ અનાદિ કાળથી અંતરમાં વિકલ્પ ઊઠે છે. હું આવો છું, હું આવો છું, હું શુદ્ધ છું, હું અભેદ છું વ્યવહારનો તો નિષેધ કરતા જ આવ્યા છીએ. હું ચિદાનંદ જ્ઞાયક સ્વરૂપ છું. મારી અંતરની ચીજ અનંતકાળથી નજરમાં નથી આવી કે કઈ ચીજ છે; અંતરમાં અનુભવ કરવા પહેલાં વિકલ્પ આવે છે કે-હું આવો છું ને આવો છું એ બધી ઇન્દ્રજાળ છે. અત્તિ સ્થૂળ એવી ભેદ કલ્પના તે વિકલ્પ છે. હવે તારો દયા દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ તો ક્યાંય રહી ગયો. સમજમાં આવ્યું?
અહીંયા તો આત્મા જે પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યધાતુ, અખંડ, આનંદકંદ એ તરફ સન્મુખ ન થઈને વિકલ્પ ઊઠાવવો કે હું આવો શુદ્ધ છું, અખંડ છું, અભેદ છું તે વિકલ્પની જાળ છે તેથી આત્માનો પતો લાગતો નથી એમ કહે છે
(વિનિમી) તરંગાવલી તેના વડે આકુલતારૂપ છે; તેથી હેય છે, ઉપાદેય નથી.” જે તરંગો ઉઠે છે તે વિકલ્પની જાળ છે. જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ ભગવાન અતીન્દ્રિય આનંદ સાગર પ્રભુ! એમાં વિકલ્પના તરંગ ઊઠે છે. આહાહા ! એ તરંગાવલી આકુળતા છે. હું આત્મા છું, અખંડ છું, શુદ્ધ છું, એક છું, અભેદ છું એવા વિકલ્પરૂપ અને આકુળતારૂપ છે. તેથી તે હેય છે. આ વિકલ્પ ઊઠે છે તે હેય છે એમ કહે છે.
અહીંયા તો હજુ શુભજોગને હેય માનવામાં પસીનો ઉતરે છે. શુભજોગ હેય નથી, શુભજોગ તે મોક્ષનો માર્ગ છે એમ કહે છે. અરે....... મૈયા! એવા શુભભાવ તો નિગોદમાં પણ અનંતવાર થયા. એ શુભભાવના (ફળમાં) નવમી રૈવેયક ગયો. અત્યારે તો એવો શુભભાવ થઈ શકતો પણ નથી. અને નિગોદમાં પણ શુભભાવ છે. પરમાગમમાં સિદ્ધાંત
એમ કહે છે કે-નિગોદમાં એકેન્દ્રિય જીવને પણ ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ નિરંતર ચાલે છે. તે કાંઈ નવી ચીજ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com