________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૨
૧૮૩
વાણીમાં એ ક્યાંથી આવે. અપૂર્વ એ તો અનુભવ ગમ્ય વાત રહી. આહાહા ! શબ્દ થોડા પરંતુ ભાવની ગંભીરતાનો પાર ન મળે. ભગવાન તારા સંસારનો ઉચ્છેદ કરવામાં કારણ તો આ છે. બાકી પરિભ્રમણ કરી કરીને તો (સંસા૨માં ૨ખડે છે.)
આ જુઓને ! લીમડામાં ફૂલ પાકે છે ને તેને કોર કહે છે. ત્યાં રસોડે જઈએ તો પગથિયા પર ફૂલ પડયા હોય તેમાં નિગોદના અનંતજીવ હોં! અનંત ભગવાન અંદર પડયા છે. એક કટકીમાં તો અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંત જીવ અને એક એક જીવમાં અનંત શક્તિઓ અને એક એક શક્તિમાં અનંતું સામર્થ્ય. આહા ! કાલે આહાર વહો૨વા ઉ૫૨ ચડયા ત્યારે કહ્યું હતું.
આહાહા ! અંદર ભગવાન સ્વરૂપ બિરાજે છે. ક્ષેત્ર મોટું ન હોય, તેનાથી કાંઈ નહીં. અંગુલના અસંખ્યાત ભાગમાં અસંખ્ય શ૨ી૨ અને એક એક શ૨ી૨માં અનંત જીવ અને એક એક જીવમાં અનંત શક્તિ અને એક એક શક્તિનું અનંત સામર્થ્ય, જીવને તેનો ભરોસો આવવો પણ કઠણ અંદરથી એનો સમ્યગ્દર્શનનો ભરોસો આવ્યા વિના કાર્ય સિદ્ધિ થતી નથી. લાખ વાર દાન કરે, પૂજા ને ભક્તિ કરે અને મંદિર બંધાવે તો પણ તેનાથી કાર્ય સિદ્ધિ નથી. વાત તો આ છે.
'
જુઓ ! પહેલેથી જ ઉપાડયું છે. કળશનું છેલ્લું પદ છે. “ શ્વેતયે સમયસારવાર્મ્” કળશનાં છેલ્લા પદનો પહેલાં અર્થ કર્યો છે. સમયસાર ચેતયે નાથ ! તું તો અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છો ને નાથ !વિકલ્પ ઊઠે છે તે તો દુઃખરૂપ છે...ને નાથ ! એ દુઃખને છોડી દે! આહાહા ! બહારમાં તને કાંઈ મિઠાશ લાગતી હોય તો એ તો દુઃખરૂપ છે. પરંતુ અંદરમાં વિકલ્પ ઉઠે છે. તે દુઃખરૂપ છે. પાંચ પચ્ચીસ લાખ કે બે કરોડ, પૈસા હોય, સ્ત્રી કાંઈ ઠીક હોય, છોકરાં છ આઠ હોય, એક એક છોકરો, કમાતો હોય બે બે લાખ રૂપિયા... તો જાણે અમે સુખી. ધૂળેય સુખી નથી, મરી જઈશ.
શ્રોતા:- ફસાઈ ગયા પછી શું થાય?
ઉત્ત૨:- ફસાઈ ગયા તો શું ! પછીથી નીકળી શકે છે કે નહીં ? કાલે એ ભાઈ ઉ૫૨ વિચાર આવ્યો હતો. તે દર્શન કરવા આવ્યા હતા. તેને આઠ તો છોકરા છે... અને ત્રીસચાલીસ લાખ પૈસા છે. કહેતા હતા-મારે મુંબઈ જવું છે. મેં કહ્યું-જાવ ! પોતે જાય ત્યારે તેને સખ વળેને ? અરેરે... છોકરા છે તે બધા ૨ળે છે. છોકરા છે. છે કે નહિ ? એ ત્યાં રહેતા હતા તેની સાથે એને આઠ છે અને બીજાને સાત છે.
શ્રોતા:- આઠ છોકરામાં મજા છે.
ઉત્ત૨:- ધુળમાંય મજા નથી બાપા ! એ તો બધા દુઃખના નિમિત્તો છે, તે દુઃખરૂપ નથી. મારા માની દુઃખ ઉત્પન્ન કરે છે તેમાં નિમિત્ત છે.
આહાહા ! એ મારા દિકરા ને મારી બાયડી. બાયડીવાળો, છોકરાવાળો, પૈસાવાળો....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com