________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૦
૧૭૩
પ્રશ્ન:- તો પછી તપ ક્યાં છે?
'
ઉત્ત૨:- તપ પણ અહીં જ છે. યથાર્થ તપ કહે છે તે ‘ પ્રતપન કૃત્તિ તપ: ’ આનંદનો નાથ પર્યાયમાં તપે અને આનંદની દશા ઉછળે એનું નામ તપ છે. અપવાસ આદિના વિકલ્પ તે તો આકુળતા છે. નિયમસારમાં લીધું છે કે- “પ્રતપન કૃતિ તપ: ”, જેમ સોના ઉપર ગેરુ લગાવે તો તે શોભે છે-ઓપે છે તેમ ભગવાન આત્મા પોતાની પર્યાયમાં અતીન્દ્રિય આનંદથી શોભે છે.. તેનું નામ તપ કહેવામાં આવે છે. આહાહા ! બાકી બીજી બધી લાંઘણ છે. સમજમાં આવ્યું ?
આહાહા! આવી વાતું માણસને આકરી લાગે ભાઈ! આ તો આખો જન્મમરણનો ઉથલો મારવાનો છે. આહાહા ! અનાદિ અનંત જન્મ મરણ કરતો આવ્યો છે. હવે તે ગુલાંટ ખાય છે કે – વિકલ્પ તે પણ હું નહીં. હું તો અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છું.. એવો વિકલ્પ પણ વસ્તુમાં નથી. આવી વાતું છે.
પ્રગટ થયું તે આત્મ સ્વરૂપ કેવું છે? અનુભૂતિ માત્ર.. અતીન્દ્રિય સુખરૂપ. જે આત્મા વિકલ્પને છોડીને આત્માની અનુભૂતિ કરે છે તે અનુભૂતિમાં અતીન્દ્રિય સુખ પ્રાપ્ત થયું. આહાહા ! જે શક્તિરૂપે સુખ હતું તે (પર્યાયમાં પ્રગટયું ). આત્મા સુખનો સમુદ્ર છે જ્યારે તેનો સ્વીકાર થયો ને અનુભવ થયો તો પર્યાયમાં અતીન્દ્રિયસુખ આવ્યું.. તેને અનુભૂતિ કહે છે. આહાહા! સમ્યગ્દર્શન થતાં જે અનુભવ થાય છે તે અનુભૂતિને અતીન્દ્રિય સુખ કહે છે.
આ તમારા પૈસામાં, ધૂળમાં તો દુઃખ છે.
પ્રશ્ન:- પૈસામાં તો દુઃખ હોય ને !
છે
ઉત્ત૨:- પૈસા દુઃખમાં નિમિત્ત છે. આ પૈસા મારા છે તેવી માન્યતા દુઃખ છે તેમાં તે નિમિત્ત છે. જડથી દુઃખ નહીં પરંતુ જડ દુઃખમાં નિમિત્ત છે. દુઃખ અને અંદરમાં માને સુખ કે- હું બહુ જ સુખી છું. પાંચ-પાંચ, દશ-દશ લાખ એક દિવસની પેદાશ હોય.... તે મોટા ગૃહસ્થછે. ધૂળમાં, મોટી પેદાશમાં માને છે અમે સુખી છીએ. ભણતાં ત્યારે ચોપડીમાં આવતું- પહેલું સુખ તે જાતે નર્યા.
શ્રોતાઃ- કોઈ હજારો રૂપિયાવાળો હોય પણ તેને શ૨ી૨નું સુખ ન હોય તો તે માંદો
જ હોય.
ઉત્ત૨:- કોઈ શરીરે ઠીક હોય. શેઠ ! તમે તો ઠીક છો ને ! ઘણાં શેઠિયાં શ૨ી૨થી ઠીક હોય... પણ તેમાં શું આવ્યું ? એકવાર તમારા મકાનમાં ઉતર્યા હતા ત્યારે જોયું હતું કેબહાર દવા બહુ રાખે છે. અહીં તો આ દવા છે.... જેનાથી જન્મ મરણનો રોગ મટી જાય.
''
,,
“ આત્મસ્રાંતિ સમ રોગ નથી. ” આત્માને એવી ભ્રાંતિ છે કે-રાગ મારી ચીજ છે અને
રાગમાં સુખ છે- આ ભ્રાંતિ મોટો રોગ છે. શ્રીમદ્ભુ કહે છે–
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com