________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૦
૧૭૧ (નરકગતિનું આયુષ્ય મળ્યું છે. એક પલ્યના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય છે. એક પલ્યોપમ એ કાળનું માપ છે. તેનાં અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય એવો એક પલ્યોપમ અને આવા ૧૧ લાખ, પ૬ હજાર પલ્યોપમ એક થાસના ફળમાં બંધાણા.. અરેરે એણે વિચારે ક્યાં કર્યો છે? એ તો બહારથી રાજી રાજી થઈ ગયો. અરે. પ્રભુ શું છે ભાઈ ! તારા આનંદના નાથનો અનાદર કરી અને બહારથી ખુશીપણું થાય છે તે મહામિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ?
પ્રશ્ન- આ દુઃખથી બચવાનો ક્યો ઉપાય છે?
ઉત્તર:- આ ઉપાય જ કહીએ છીએ ને! આ વાત ઉપાયની ચાલે છે. વિકલ્પ છોડીને નિર્વિકલ્પ દૃષ્ટિમાં અનુભવ કરવો તે દુઃખથી છૂટવાનો ઉપાય છે.
પ્રશ્ન:- એક જ ઉપાય છે?
ઉત્તર- એક જ ઉપાય છે. બીજો ઉપાય આત્મામાં ઠરવું તે છે. (એ સિવાય) બીજો કોઈ ઉપાય છે જ નહીં. નિશ્ચયથી આ ઉપાય અને વ્યવહારથી બીજો ઉપાય છે તેમ છે જ નહીં.
પ્રશ્ન:- તો તો એકાન્ત થઈ ગયું!
ઉત્તર:- એ. સમ્યક એકાન્ત છે. સમ્યક એકાન્ત અને મિથ્યા એકાન્ત, સમ્યક અનેકાન્ત અને મિથ્યા અનેકાન્ત તેમાંથી આ સમ્યક એકાન્ત જ છે. અરે! ઝીણી વાત. આવી વાત જગતને મળે નહીં અને જિંદગી નીકળી જાય.
અહીંયા કહે છે કે- જેટલા વિકલ્પ તેટલા નયભેદ છે. “નયપક્ષ કક્ષા કેવી છે? મહત” જેટલા બાહ્ય-અત્યંતર બુદ્ધિના વિકલ્પો તેટલા જ નયભેદ એવી છે.” એ શું કહ્યું? બુદ્ધિપૂર્વકના (વિકલ્પોની) વાત છે. જેટલા બુદ્ધિપૂર્વકના વિકલ્પો છે કેઆવો છું.. આવો છું, અભેદ છું, શુદ્ધ છું, એક છું એવો બુદ્ધિપૂર્વક જેટલો રાગ છે તે બધો છૂટી જાય છે. અનુભવના કાળમાં- સમ્યગ્દર્શનની ઉત્પતિના કાળમાં બુદ્ધિપૂર્વક વિકલ્પો છૂટી જાય છે. અબુદ્ધિપૂર્વક વિકલ્પ રહે છે, એ ન રહે તો સર્વથા વીતરાગ થઈ જાય. વીતરાગ તો થયો છે સમ્યગ્દષ્ટિ પણ તે પૂર્ણ વીતરાગ થયો નથી. એટલે તેને અંદર અબુદ્ધિપૂર્વક રાગ છે.... પરંતુ બુદ્ધિપૂર્વક વિકલ્પ છૂટી જાય છે.
એક એક શબ્દ સમજવો કઠણ પડે. દુનિયાએ મારી નાખ્યા. સાધુ પણ એવી પ્રરૂપણા કરે કે- આ કરો ને વ્રત કરો, અપવાસ કરો, તપ કરો એનાથી તમારું કલ્યાણ થશે. ભાઈ ! એ પ્રરૂપણા જ મિથ્યા છે.
અહીંયા તો કહે છે- હું અભેદ અખંડાનંદ છું એવા વિકલ્પને પોતાનો માનવો તે મિથ્યાત્વ છે કેમ કે એવો વિકલ્પ સ્વરૂપમાં તો નથી.
“વળી કેવી છે? વિના ઉપજાવ્ય જ ઊપજે છે એવી જે.” હું શુદ્ધ છું, અભેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com