________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૦
૧૬૯ અધ્યાત્મનો અધિકાર સૂક્ષ્મ છે.
“શું કરીને શુદ્ધસ્વરૂપ પામે છે? “નયપક્ષ કક્ષામ્ વ્યતીત્ય”(નય) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક ભેદ, તેનો પક્ષ અંગીકાર.” આ વાત વીસ કળશમાં આવી ગઈ. દ્રવ્યાર્થિકનયે હું શુદ્ધ છું, અભેદ છું, એક છું અને પર્યાયાર્થિક નયે હું અશુદ્ધ છું, અનેક છું ઈત્યાદિ બન્નેના વીસ ભેદ દ્રવ્યાર્થિકના અને વિસભેદ પર્યાયાર્થિકના... “તેનો પક્ષ અંગીકાર તેનો સમૂહ છે અનંત નય વિકલ્પો છે, તેમને દૂરથી જ છોડીને.”હું જ્ઞાન છું, હું દર્શન છું, હું ચારિત્ર છું, હું અસ્તિત્વ અને હું વસ્તુત્વ છું એવા એક એક ગુણના વિકલ્પ, એવા અનંત વિકલ્પ ઊઠે છે તેને દૂરથી છોડીને; એને કરીને તેમ નહીં પરંતુ દૂરથી છોડીને. એ પણ ઉપદેશની શૈલી છે. જ્યારે અંતર અનુભવમાં ગયો તો ત્યારે વિકલ્પ ઊઠતો નથી. તેને દૂરથી છોડયા એમ કહેવામાં આવે છે.
ભાવાર્થ આમ છે કે- અનુભવ નિર્વિકલ્પ છે, તે અનુભવકાળે સમસ્ત વિકલ્પો છૂટી જાય છે. સમ્યગ્દર્શનમાં જે આત્માનો અનુભવ થાય છે તે રાગ રહિત થાય છે. તે નિર્વિકલ્પ છે. રાગનો વિકલ્પમાત્ર બુદ્ધિપૂર્વક છૂટી જાય છે... અને અંતરના અનુભવમાં આવે છે ત્યારે સમ્યગ્દર્શન પામે છે. આહા! આવી વાત છે. લોકો એમ કહે છે કેસોનગઢવાળાએ સમ્યગ્દર્શનને મોંઘું કરી દીધું.
પ્રશ્ન- મોંધું કરી દીધું કે તું કરી દીધું?
ઉત્તર:- વિકલ્પ છોડે ત્યારે નિર્વિકલ્પ થાય તેથી મોંઘુ કરી દીધું. અમારું સમકિત સોંઘુ હતું. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ કરે એ સમકિત. અરે.. ભાઈ ! એ તો મિથ્યાત્વભાવ છે. તે એમ કહે છે– દેવ ગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તે રાગ છે, તે મિથ્યાત્વ નથી. પરંતુ રાગને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે.
એ પણ ચર્ચા ચાલી. મખનલાલજીએ એ પણ પ્રશ્ન ચલાવ્યો. સોનગઢવાળા દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાને મિથ્યાત્વ કહે છે. જ્યારે દેવ-ગુરુ-શાસ્ત્ર તો પરદ્રવ્ય છે અને તેની શ્રદ્ધા તો રાગ છે. ભાઈ ! રાગમાં સમ્યગ્દર્શન ધર્મ થયો એમ માનવું તે મિથ્યાત્વ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે મિથ્યાત્વ નથી. આ પ્રશ્ન ખાનિયા તત્ત્વચર્ચામાં છે.
શ્રોતા:- શું પ્રશ્ન ચાલ્યો?
ઉત્તર- એ પ્રશ્ન ચાલ્યો કે- દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાને સોનગઢવાળા મિથ્યાત્વ કહે છે.
શ્રોતા:- આપ કહો છો ને? ઉત્તર:- અમે કદી એમ કહેતા નથી. અમે કદી એમ કહ્યું નથી. શ્રોતા:- તો શું કહો છો? ઉત્તર:- દેવ-ગુરુ-શાસ્ત્ર પરદ્રવ્ય છે અને તેની શ્રદ્ધા તે રાગ છે. એ રાગને ધર્મ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com