________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૦
૧૬૭
જ્ઞાનના પ્રકાશરૂપ આત્મા તેને આસ્વાદે છે. નિર્વિકલ્પ અનુભવ કાળમાં એકલા અતીન્દ્રિય શુદ્ધ સ્વરૂપનો આનંદનો આસ્વાદ આવે છે બસ. આહાહા ! આવી વાતો.... સમજમાં આવ્યું ? કેટલાક તો કહે છે કે- અત્યારે શુદ્ધઉપયોગ હોય નહીં માટે શુભ કરો. તેનો અર્થ એ થયો કે– અત્યારે ધર્મ છે જ નહીં. પુણ્ય કરો એટલે અધર્મ કરો. અહીં તો કહે છે–હું શુદ્ધ, અખંડ, અભેદ એ ત૨ફના ઝુકાવનો વિકલ્પ પણ જ્યાં અધર્મ છે. સમજમાં આવ્યું ? શ્રોતા:- ધર્મ બે પ્રકારના હોય છે – (૧) નિશ્ચયધર્મ (૨) વ્યવહાર ધર્મ.
ઉત્ત૨:- વ્યવહા૨ધર્મ તો ત્યારે થાય છે જ્યારે નિશ્ચયધર્મ હોય તો. રાગ આવે છે તેને વ્યવહા૨ ધર્મનો આરોપ કહેવામાં આવે છે. આ શરત છે. આત્માના આનંદનો સ્વાદ આવે છે તે નિશ્ચયધર્મ છે. અને તેની સાથે જે રાગની મંદતા બાકી રહી જાય છે તેને વ્યવહા૨ધર્મનો આરોપ દેવામાં આવે છે, પરંતુ તે ધર્મ નથી; અધર્મ છે. પરંતુ તેને નિશ્ચયનો આરોપ આપીને (ધર્મ કહેલ છે).
પોતાના શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ અનુભવ અને પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. અને સાથે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, નવ તત્ત્વની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણવાનો રાગ–વિકલ્પ તે તો વિકાર છે, ચારિત્રનો દોષ છે પરંતુ અહીંયાં નિશ્ચય સમકિત છે તો તેને વ્યવહા૨ સમકિતનો આરોપ આપ્યો છે. વ્યવહારસમકિતની પર્યાય તે તો રાગની પર્યાય છે. આવી ઝીણી વાતો છે.
આહાહા ! સમ્યગ્દર્શન છે એ આત્માની અરાગી પર્યાય છે. સાથે દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું ભણવું આદિ જે મહાવ્રતનો ભાવ તે રાગ છે. તે રાગ ચારિત્રનો દોષ હોવાથી બંધનું કારણ છે. અહીં નિશ્ચય સમ્યગ્દર્શન અને મોક્ષનો માર્ગ પોતાના આશ્રયથી થયો તેમાં મોક્ષમાર્ગનો આરોપ કરીને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યું. છે તો બંધનો માર્ગ.
પ્રશ્ન:- તે કરવો કે ન કરવો ?
ઉત્ત૨:- ક૨ના ફરના નહીં, વચ્ચે આવે છે જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી. શુદ્ધ સ્વરૂપના અનુભવની દૃષ્ટિ હોવા છતાં પર્યાયની કમજોરીથી શુભભાવ આવે છે.. પણ તે બંધનું કારણ છે. જ્ઞાની-ધર્મીને પણ શુભભાવ હેય બુદ્ધિએ આવે છે. તે હેયબુદ્ધિએ શેય છે અને ભગવાન ઉપાદેયબુદ્ધિએ શેય છે. વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ એ ઉપાદેયબુદ્ધિએ શેય છે.. અને રાગ હેયબુદ્ધિએ શેય છે. વાત આવી છે. બાપુ !
સૌ પહેલાં જ્ઞાનમાં સત્ય આવું છે તેવો નિર્ધાર- નક્કી તો કરવું પડશે ને ! બાકી તો રખડીને મરી ગયો છે. આહા ! અવતાર કરીને પોતાને ભૂલી ગયો છે. જન્મ-મ૨ણ કરી કરીને તેના સોથાં નીકળી ગયા છે. બાપુ! એને ખબર નથી ભાઈ ! ઘાણીમાં જેમ તલ પિલાય તેમ દુઃખમાં અનાદિથી પિલાય ગયો છે. આનંદનો નાથ! અતીન્દ્રિય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com