________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬
કલશામૃત ભાગ-૩ ચિદરૂપ આનંદઘન એવો જે વિકલ્પ ઊઠે છે, એ વિકલ્પનું જ્યાં સુધી કર્તવ્ય છે ત્યાં સુધી વિકલ્પ કાર્ય છે અને જીવ પર્યાય કર્યા છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. આ તો કર્તાકર્મ અધિકાર છે ને ! !
પર્વ” પૂર્વોકત પ્રકારે”- આ કહ્યું એ પ્રકારે જ્યારે તે વિકલ્પ છોડીને નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરવાના કાળમાં અર્થાત્ વસ્તુનું સ્વરૂપ જે શુદ્ધ ચિદાનંદ તે તરફના ઝુકાવથી. વિકલ્પનો નાશ થવાથી હવે વિકલ્પ મારું કર્મ અને હું તેનો કર્તા તે બુદ્ધિનો નાશ થયો છે. આહાહા ! ત્યારે ચિદાનંદ સ્વભાવનો અનુભવ થાય છે. તેનું નામ સમ્યગ્દષ્ટિ છે. આવી વાત છે. આવું સમ્યગ્દષ્ટિ જીવનું (સ્વરૂપ) છે.
પૂર્વોક્ત પ્રકારે અનંતકાળમાં કદીએ સમ્યગ્દર્શન કર્યું નથી. ધર્મના નામે પણ દયાદાન, વ્રત-ભક્તિના વિકલ્પ કર્યા. સંસારના નામે પણ પાપ-પ્રપંચ જ કર્યા. આહા ! પાપના પરિણામ તેનો કર્તા અને તે મારું કાર્ય તે તો મિથ્યાભાવ છે. અહીં તો કહે છેઅંદરમાં જે દયા-દાન, વ્રતના પરિણામ આવે છે તે પણ મારું કાર્ય અને હું તેનો કર્તા તે મિથ્યાત્વભાવ છે. તેનાથી આગળ જતાં-હું શુદ્ધ છું, હું એક અભેદ છું એવો જે વિકલ્પ ઊઠે છે ત્યાં સુધી વિકલ્પ કર્તા અને વિકલ્પ કર્મ નામ કાર્ય તે મિથ્યાત્વભાવ છે.
પૂર્વોક્ત પ્રકારે સમ્યગ્દષ્ટિ જીવ-શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ”, ધર્મ ચીજ બહુ અલૌકિક છે. તે કોઈ બહારથી શાસ્ત્રજ્ઞાનથી, કોઈ ક્રિયાકાંડથી મળી જાય એવી ચીજ નથી. અહીંયા કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ થયો. અજ્ઞાનીને અનાદિથી અશુદ્ધતાનો અનુભવ હતો. તે પુણ્ય-પાપના મલિનભાવનો અનુભવશીલ હતો. અહીંયા તો શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ થયો. આહાહા ! અંતર આનંદનો નાથ પ્રભુનો અનુભવ અર્થાત્ તેને અનુસરીને આનંદની પર્યાયનું વેદન કરવું તે અનુભવશીલ સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ ધર્મની પહેલી સીટી છે.
ભાવમ ૩૫યાતિ” એક શુદ્ધ સ્વરૂપ ચિકૂપ આત્માને આસ્વાદ છે.” એક શુદ્ધ “”ચિતૂપ આત્માને આસ્વાદે છે. બહુ ધીરાનું કામ છે બાપા! અંતરના આનંદનો સ્વાદ આવ્યો ત્યારે અતીન્દ્રિય આનંદનું વેદન નામ સ્વાદ આવ્યો. જ્યાં સુધી વિકલ્પનો કર્તા હતો ત્યાં સુધી દુઃખનો સ્વાદ હતો. આ સ્ત્રી, કુટુંબ ને પરિવાર રળવુંકમાવું એનાં તરફનું લક્ષ એ તો પાપભાવ મહા દુઃખનું વેદન છે. દયા-દાન, વ્રત-પુણ્યના પરિણામ એ બધું દુઃખનું વેદન છે. પરંતુ અહીં તો જે નયપક્ષનો વિકલ્પ પણ દુઃખનું વેદન છે. આહાહા ! ઝીણી વાતું બહુ બાપુ!
ધર્મ બહુ સૂક્ષ્મ છે બાપુ! જેનાથી જન્મ-મરણ માટે અને ભવનો છેદ થાય અને અભવ ભાવનો ભાવ પ્રગટ થાય એ બધી સૂક્ષ્મ ચીજ છે ભાઈ !
અહીં કહે છે- પોતાના એક શુદ્ધ સ્વરૂપ ચિતૂપને, ચિતૂપ એટલે જ્ઞાનરૂપ એમ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com