________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૦
૧૬૫ સ્વરૂપ ચિકૂપ આત્માને આસ્વાદે છે. ‘૩પયાતિ' ની વ્યાખ્યા કરી.
“મā ભાવ૫ ૩૫યાતિ” એક સ્વભાવ નામ શુદ્ધ સ્વરૂપ આત્માને આસ્વાદ છે. “૩૫યાતિ' નો અર્થ કર્યો કે- આત્માને પ્રાપ્ત કરવો અર્થાત્ આત્માના આનંદને આસ્વાદે છે. ચોથે (ગુણસ્થાને) આવો ગૃહસ્થ હોય છે. હજુ આ સમ્યગ્દષ્ટિની વાત છે. પાંચમા ગુણસ્થાને તો શાંતિ બહુજ વધી જાય છે. મુનિદશામાં તો આનંદનું પ્રચુર
સંવેદન તેને મુનિ કહીએ બાપુ! આ બહારની ક્રિયા કરે અને નગ્ન થઈ જાય માટે તે મુનિ છે એમ નથી. સમજમાં આવ્યું?
અહીંયાં શુદ્ધ સ્વરૂપ ચિકૂપનો ખુલાસો કર્યો. આત્મા કેવો છે? શુદ્ધ સ્વરૂપ ચિકૂપ એવો એક તેને આસ્વાદે છે. વિકલ્પ અનેક હતા તેને છોડીને તે એકને આસ્વાદે છે. અતીન્દ્રિય આનંદ સ્વરૂપને ધ્યેય બનાવીને પોતાની પર્યાયમાં આનંદનો આસ્વાદ લ્ય છે.
“કેવો છે આત્મા? “મન્ત: વદિ: સમર્સરસસ્વભાવે” અંદર અને બહાર તુલ્યરૂપ એવી ચેતનશક્તિ તે છે.” અંદર શક્તિએ આનંદરસ-સમરસ છે અને પર્યાયમાં પણ સમરસ છે. શક્તિએ આનંદ સ્વરૂપ ભગવાન અંતરમાં શુદ્ધ સમરસ છે. અને તેનો અનુભવ કરતાં પર્યાયમાં પણ સમરસ આવ્યું.
એ બીજું છે. પર્યાય બહિર છે અને ધ્રુવ અંદર છે. આવો માર્ગ અને કાને પણ ના પડે! સાંભળવાએ ન મળે એ ક્યારે પ્રયોગ કરે!
આ બહારની અપેક્ષાએ પર્યાયને બહાર કહીએ છીએ. રાગની તો વાત અહીં છે. જ નહીં. અહીંયા તો અંદરમાં ધ્રુવ અને બહારમાં પર્યાય બન્ને વીતરાગ સમભાવ છે. અંદર બહાર તુલ્યરૂપ એવી સમરસ પહેલાં વિકલ્પ હતો તે વિષમ હતો. તેની સામે તુલ્ય કહ્યું.
તુલ્ય એટલે સમરસ. વિકલ્પમાં હતા તે તુલ્ય રસ ન હતો, તે વિષમ હતો. અને આ તુલ્ય રસ અર્થાત્ જેવો સ્વભાવ છે તેવો રસ આવ્યો. વિકલ્પ રહિત અનુભવ કરતાં સમરસ આવ્યો. આ સમરસનું વેદન તે વીતરાગનું વેદન છે.
એક ચૈતન્ય શક્તિ જેવી છે તેવો સ્વાદ કર્યો. એક રસ ચૈતન્ય શક્તિ જેવી છે, સ્વભાવ સહજરૂપ જેનો એવો છે.” ચૈતન્ય શક્તિ તેનો સ્વભાવ અને તેનું ભાન થયું તો પર્યાયમાં પણ ચૈતન્યશક્તિનું વેદન આવ્યું. તેનું નામ ધર્મની પહેલી સીઢી છે. પ્રવચન નં. ૮૮
તા. ૭-૯-'૭૭ આ કળશટીકાનો કર્તાકર્મ અધિકાર ચાલે છે. તેનો ૯૦ મો કળશ ચાલે છે. “ સ: તત્વવેદી | સ્પં માવન ૩પયાતિ” પૂર્વોક્ત પ્રકારે” અર્થાત્ હું શુદ્ધ છું, અભેદ છું એવો વિકલ્પનો કર્તા થાય છે ત્યાં સુધી મિથ્યાદેષ્ટિ છે. સમજમાં આવ્યું? વ્યવહારનો પક્ષ તો પહેલાં છોડાવ્યો હતો, હવે નિશ્ચય પક્ષમાં હું જ્ઞાયક પરમાત્મ સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com