________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦
કલશામૃત ભાગ-૩ માનવો તે મિથ્યાત્વ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે, તે મિથ્યાત્વ નથી. આ સંબંધી ચર્ચા ખાનિયા ચર્ચામાં થઈ ગઈ. અરેરે.! ભાઈ...કંઈનું કંઈ ( ફેર) કરી નાખે. (લોકો ) બિચારાં શું કરે?
અહીંયા કહે છે કે –અનુભવના કાળમાં સમસ્ત વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પ છે તે મિથ્યાત્વ નથી. વિકલ્પ મારો છે તેવી માન્યતા મિથ્યાત્વ છે. રાગ આવે છે તે રાગ મિથ્યાત્વ નથીપરંતુ રાગ મારો છે, રાગથી મને ધર્મ થશે તેમ માનવું મિથ્યાત્વ છે.
(નયપક્ષ કક્ષા) કેવી છે? “મફત” જેટલા બાહ્ય-અત્યંતર બુદ્ધિના વિકલ્પો તેટલા જ નયભેદ, એવી છે.” બુદ્ધિના વિકલ્પો ઉઠે છે ને! અહીંયા બુદ્ધિપૂર્વકની વાત છે હોં! બુદ્ધિપૂર્વક જેટલા વિકલ્પ ઊઠે છે તે નયભેદ છે. એ શું કહ્યું? બુદ્ધિપૂર્વક જેટલા વિકલ્પ ઉઠે છે તે બધા જ છૂટી જાય છે... અને અબુદ્ધિપૂર્વક જે વિકલ્પ છે તે રહે છે. અનુભવમાં અબુદ્ધિપૂર્વક વિકલ્પ રહે છે. પરંતુ બુદ્ધિપૂર્વકનો વિકલ્પ-હું કર્તા છું અને આ મારું કર્તવ્ય છે એવો જે બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ઊઠે છે તે નયભેદ છે. ( અનુભૂતિનાં કાળે) તે બધા છૂટી જાય છે. ' અરે ! આ શું કહે છે તે પણ પહેલાં સમજવું કઠણ પડે! આ સમજ્યા વિના જન્મ મરણના અંત નહીં આવે બાપુ! નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ. ગઈકાલે બ્રહ્મદત્તનું કહ્યું હતું ને! ! ભાઈ તેં એનો વિચાર ક્યારેય કર્યો છે. બ્રહ્મદત્ત ૭00 વર્ષ રહ્યો. તેના એક શ્વાસમાં ૧૧ લાખ પ૬ હજાર પલ્યોપમનું દુઃખ મળ્યું.
શ્રોતા:- એક શ્વાસનું ફળ?
ઉત્તરઃ- આહાહા! એક શ્વાસનું ફળ. ૭00 વર્ષ સુધી તો તે ચક્રવર્તીપદમાં નથી રહ્યા. ૭00 વર્ષ તો આયુષ્યની સ્થિતિ હતી. તો પણ. ૭00 વર્ષમાં જેટલા શ્વાસ થયાં તેમાં એક શ્વાસનું આ ફળ. કલ્પનાથી સંસારમાં સુખ માન્યું કે- અમે સુખી છીએ. દેવો સેવા કરે છે. ૧OOO દેવ તેની સ્ત્રી (પટરાણી) ની સેવા કરે છે. ૯૬OOO સ્ત્રીઓ હતી.
સુખની કલ્પનામાં ૭00 વર્ષ વીતી ગયા. એક શ્વાસના ફળમાં ૧૧ લાખ, પ૬ હજાર પલ્યોપમનું દુઃખ પ્રભુ! એકવાર તું વિચાર તો કર! અરેરે... એક શ્વાસના ફળમાં આટલું (દુઃખ) કોઈ કહે તો સમજમાં (ન આવે ).
કોઈ કહેશે કે-કાકડીના ચોરને ફાંસીની સજા એવું તો નથી ને? એમ નથી ભગવાન! તારી ચીજ અંદર આનંદનો નાથ (છે એનો સ્વીકાર ન કર્યો, અને આ પુણ્ય ને પાપ ભાવ કર્યા તેને પોતાના માનીને (મિથ્યાત્વ સેવ્યું). બ્રહ્મદત્તને તો એકલા પાપના પરિણામ હતા. તે ચક્રવર્તીની ૧૬000 દેવ સેવા કરે. ૯૬ હજાર સ્ત્રીઓ, ૭ર હજાર નગર, ૪૮ હજાર પાટણ, ૯૬ કરોડ ગામ, એ બધાની કલ્પનામાં હું સુખી છું, મને મજા છે. ઠીક છે તેવા ભાવના ફળમાં એક શ્વાસમાં ૧૧ લાખ, પ૬ હજાર પલ્યોપમનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com