________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮
કલશામૃત ભાગ-૩ આનંદનો સાગર પ્રભુ! એ પોતાની દૃષ્ટિ વિના, રાગની રુચિના પ્રેમમાં દુઃખથી પિલાય ગયો છે. સમજમાં આવ્યું?
અહીં તો કર્તાકર્મમાં ત્યાં સુધી લઈ ગયા કે –પરનો કર્તા તો નહીં, વ્રતાદિનો કર્તા તો નહીં. એ વાત તો છોડી દ્યો પરંતુ હું અભેદ છું, શુદ્ધ ચૈતન્ય છું, આનંદ છું, ચિતૂપ છું એવો જે વિકલ્પ ઊઠે છે તે પણ અજ્ઞાનરૂપ કર્તાકર્મ છે. અજ્ઞાન કર્તા અને વિકલ્પ તેનું કાર્ય છે. આવો માર્ગ છે.
અરે! તેણે કોઈ દિવસ દરકાર કરી નથી. તેણે પોતાની દયા કરી નથી હોં! તેણે પોતાની દયા કરી નહીં કે –મારું શું થશે? હું ક્યાં જઈશ? મારી શું દશા થશે? દેહ છૂટીને પછી ક્યાં જશે પ્રભુ! તે તો એકલા રાગ-દ્વેષની પર્યાયમાં એકાકાર થયો છે. દુઃખી થઈને અહીંયાથી નીકળવાનો અને જ્યાં જશે ત્યાં પણ રાગ-દ્વેષ-દુઃખમાં પિલાશે.
આહાહા ! પોતાની દયા ત્યારે કહેવામાં આવે છે કે- હું તો વિકલ્પથી રહિત. શુદ્ધ ચૈતન્ય છું એવી પ્રતીતિ અને જ્ઞાનમાં વેદન આવે ત્યારે જીવે આત્માની દયા પાળી તે સ્વ દયા છે. સમજમાં આવ્યું?
અહીંયા એ કહે છે કે- શુદ્ધ સ્વરૂપને આત્મા આસ્વાદે છે. “કેવો છે આત્મા? “સત્ત: વદિ:” અંદર અને બહાર તુલ્યરૂપ એવી ચેતનશક્તિ તે છે.” આહાહા! શક્તિધ્રુવપણે ચૈતન્ય છે અને તેની પર્યાય પણ ચૈતન્યરૂપ થઈ. રાગના વિકલ્પને છોડીને. આત્માના આનંદના સ્વાદની જે નિર્વિકલ્પ દૃષ્ટિમાં આવ્યો ત્યારે તેને પર્યાયમાં આવો આનંદ આવ્યો. સ્વભાવમાં તો આનંદ છે જ પરંતુ પર્યાયમાં આનંદ આવ્યો. અંતર-બહિર્ બન્નેમાં આનંદ અને વીતરાગતા થઈ. અંતર વસ્તુ તો વીતરાગ સ્વરૂપ છે જ પરંતુ વિકલ્પનો કર્તા છોડીને જ્યારે આનંદનું વેદન આવ્યું ત્યારે એ બહિર પર્યાયમાં વીતરાગતા આવી ગઈ.
અહાઆ પર્યાય ને આ દ્રવ્ય એવું કોઈ ધ્યાનેય (જાણવુંએ) કર્યું નથી. આ મારો છોકરો ને તે આવો છે ને.. ઢીકણો આવો છે ને તે વિલાયતમાં રહે છે, મહિને દશહજાર પેદા કરે છે. એમાં તે મરી ગયો. તારે દીકરા કેવા! આત્માને દીકરા કેવા! ! એ બધું આત્માની બહાર છે. વિકલ્પ પણ જ્યાં આત્માનો નથી ત્યાં બહારની ચીજથી શું લેવું?
ચેતનશક્તિ તે છે સહજ રૂપ જેનું એવો છે.” એકલું ચૈતન્ય સામર્થ્ય છે. જાણવા-દેખવારૂપ સામર્થ્ય છે. એવો જેનો ભાવ સહજરૂપ છે. સમ્યગ્દર્શનમાં એવી દશા પ્રગટ થઈ, જેમાં વિકલ્પનું કર્તાપણું છૂટી ગયું છે અને સ્વભાવનો સ્વાદ આવ્યો છે. એ સમ્યગ્દષ્ટિની સહજરૂપ દશા થઈ. જે વિકારની દશા હતી તેને છોડીને... સ્વભાવની દૃષ્ટિ કરી તો સહજરૂપ દશા પ્રગટ થઈ. વસ્તુમાં વીતરાગતા ( હતી) અને પર્યાયમાં વીતરાગતા આવી. અંતર-બહિરુ બેય સમરસ છે. આહાહા! સૂક્ષ્મ છે ભાઈ ! આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com