________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૭૨
કલશામૃત ભાગ-૩ છું, અખંડ છું એવો વિકલ્પ પણ સ્વરૂપમાં તો છે નહીં., તે બહા૨થી વિના ઉપજાવ્યે ઊપજી ગયો. અંદ૨માં સ્વભાવમાં તો તે છે નહીં. આહાહા ! આકરી વાતું બાપુ! એ (વાત) પંડિતજીએ લખી છે કે માર્ગ કઠણ છે. બતાવ્યું હતું પુસ્તકમાંથી, કઠણ તો છે ભાઈ ! પરંતુ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવાથી પત્તો લાગી જાય છે. ૬૦ મા કળશમાં આવ્યું હતું ને કે“ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં.” એક એક શ્લોક તો અલૌકિક છે. એમાં અમૃતના સાગ૨ ઉછાળ્યા છે.
શું કહે છે ? વિના ઉપજાવ્યે વિકલ્પ ઉપજે છે. તેનો અર્થ એ કે સ્વભાવમાં નથી.... પરંતુ એ વિકલ્પ બહા૨માં એકદમ ઉત્પન્ન થાય છે એવો વિકલ્પ છે. “ એવી જે ( અનન્ય ) અતિ ઘણી નિર્ભેદ વસ્તુમાં ભેદકલ્પના, તેનો સમૂહ છે જેમાં એવી છે.”
પાઠમાં ‘ અનત્વ ’ શબ્દ છે. અનલ્પ એટલે અલ્પ નહીં પણ અ... નઅલ્પ. નિર્ભેદ વસ્તુમાં ભેદ કલ્પના તે વિકલ્પ, આ વિકલ્પની વ્યાખ્યા કરી. શું કહ્યું ? વસ્તુ તો નિભેદઅભેદ અખંડાનંદ પ્રભુ છે. તેમાં ભેદ કલ્પના કે- હું આવો છું, હું આવો છું એવી જે ભેદ કલ્પના તે બધા વિકલ્પ ને રાગ છે. લોકો સ્ત્રી, પુત્ર, પરિવારના ભોગ વિષય અને આબરૂ, કીર્તિ, ધંધાના રાગને રાગ કહે છે. અહીં જે અભેદમાં ભેદ ઊઠાવવો તેને તો રાગ જાણતાંય નથી.
આહાહા !વિકલ્પની વ્યાખ્યા કરી કે– નિર્ભેદ વસ્તુમાં ભેદ કલ્પના. ભગવાન શુદ્ધ ચિદાનંદ જ્ઞાતાદેષ્ટા, એકરૂપ અખંડ સ્વરૂપ તેમાં આવો ભેદરૂપ વિકલ્પ ઉઠાવવો તે રાગ છે. ‘તેનો સમૂહ ’ એટલે વિકલ્પના રાગનો સમૂહ. ‘ જેમાં એવી છે. ’ નિર્ભેદ વસ્તુમાં વિકલ્પનો સમૂહ ઉત્પન્ન કર્યો.
,,
કેવું છે આત્મ સ્વરૂપ ? “ અનુભૂત્તિમાત્રમ્” અતીન્દ્રિય સુખ સ્વરૂપ છે.’ આહાહા ! અતીન્દ્રિય સુખસ્વરૂપ પ્રભુ તો અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. ઇન્દ્રિસુખની કલ્પના તે તો ઝેર છે. પાંચ ઇન્દ્રિયના સુખની કલ્પના, સ્ત્રીની ૨મતનાં ભોગમાં તો રાગ છે એ તો ઝેર છે, તે કાળો નાગ છે. સમકિતીને રાગ આવે છે પણ તે કાળા નાગ જેવો લાગે છે, તેમાં દુઃખ લાગે છે.
અહીંયા તો એ કહ્યું કે–વિકલ્પને છોડયા તો આત્મા અતીન્દ્રિય સુખ સ્વરૂપ થઈ ગયો. વિકલ્પ દુઃખરૂપ હતા તેને છોડીને... અંતર્ નિર્વિકલ્પમાં આવ્યો તો અતીન્દ્રિય સુખરૂપ થયો, તેનું નામ આત્મજ્ઞાન અને તેનું નામ સમ્યગ્દર્શન છે. પુસ્તકમાં પાઠ પડયો છે. આ કાંઈ સોનગઢવાળાનું નથી. લોકો એમ કહે કે અમને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા છે અને અમે મુનિઓને માનીએ છીએ, તીર્થંકરને માનીએ છીએ, પ્રતિમાને માનીએ છીએ, બસ.... અમારી શ્રદ્ધા સાચી છે. હવે વ્રત આદિ કરીએ એમાં અમારે સંવર ને નિર્જરા છે. વ્રત કરવા તે સંવર છે અને અપવાસ ક૨વા તે નિર્જરા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com