________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૯૦
૧૬૩ (વં) પૂર્વોક્ત પ્રકારે (1) સમ્યગ્દષ્ટિ જીવ-(તત્ત્વવેલી) શુદ્ધસ્વરૂપનો અનુભવશીલ-(કમ સ્વં ભાવમ ૩૫યાતિ) એક શુદ્ધસ્વરૂપ ચિતૂપ આત્માને આસ્વાદે છે. કેવો છે આત્મા? “મન્ત: વદિ: સમરસૈ રસરૂમાવે” (અન્તઃ) અંદર અને (વદિ:) બહાર (સમરસ) તુલ્યરૂપ એવી ( રસ) ચેતનશક્તિ તે છે (સ્વમાનં) સહજ રૂપ જેનું એવો છે. શું કરીને શુદ્ધસ્વરૂપ પામે છે? નયપક્ષક્ષામ વ્યતીત્ય” (નય) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક ભેદ, તેનો (પક્ષ) અંગીકાર, તેનો (ક્ષામ) સમૂહ છે-અનન્ત નવિકલ્પો છે, તેમને (વ્યતીત્ય) દૂરથી જ છોડીને. ભાવાર્થ આમ છે કે-અનુભવ નિર્વિકલ્પ છે, તે અનુભવકાળે સમસ્ત વિકલ્પો છૂટી જાય છે. (નયપક્ષકક્ષા) કેવી છે? “મફત” જેટલા બાહ્યઅભ્યત્તર બુદ્ધિના વિકલ્પો તેટલા જ નયભેદ, એવી છે. વળી કેવી છે? “સ્વેચ્છાસછવનસ્પવિન્યજ્ઞાનામ” (સ્વેચ્છા) વિના ઉપજાવ્યે જ (સમુચ્છનત) ઊપજે છે એવી જે (અનન્ય) અતિ ઘણી (વિન્ય) નિર્ભેદ વસ્તુમાં ભેદકલ્પના, તેનો (નાનામ) સમૂહ છે જેમાં એવી છે. કેવું છે આત્મસ્વરૂપ? અનુભૂતિમાત્રન” અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. ૪૫-૯૦.
કલશ - ૯૦ : ઉપર પ્રવચન “ર્વ (સ: તત્ત્વવેલી) વેમ સ્વં ભાવમ ૩૫યાતિ” પૂર્વોક્ત પ્રકારે (સ:) સમ્યગ્દષ્ટિ જીવ, સમ્યગ્દષ્ટિ જીવ અર્થાત્ ધર્મી જીવ. ધર્મના મહેલનું પ્રથમ સોપાન. છ ઢાળામાં તેને મોક્ષ મહેલની પહેલી સીઢી કહ્યું છે. આ જ્ઞાનચંદજી છ ઢાળા બહુ વાંચે છે તેમ લોકો વાતો કરે તે સાંભળ્યું છે. આહાહા.!મોક્ષમહેલની પહેલી સીઢી એટલે કે મોક્ષે જવાનું પહેલું પગથિયું.
સમ્યગ્દષ્ટિ જીવ (તત્ત્વવેલી) શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ,”આહાહા ! તત્ત્વવેદીની વ્યાખ્યા કરી. અંદર અર્થમાં તત્ત્વવેતા કહ્યો હતો તેને અહીંયા તત્ત્વવેદી કહ્યો. “શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ તેનો શું અર્થ કરે છે? આહાહા! જેનો સ્વભાવ શુદ્ધ અનુભૂતિનો સ્વભાવ થઈ ગયો છે તેવા આનંદના વેદનનો અનુભવશીલ. અનુભવવું તે શીલ નામ સ્વભાવ થઈ ગયો છે. અનાદિનો જે રાગ અને પુણ્ય-પાપના ભાવનો – વિકારનો શીલ નામ સ્વભાવ થઈ ગયો હતો તે સમ્યગ્દષ્ટિ હવે અનુભવશીલ થઈ ગયો. આ બધી ઝીણી વાતું છે. થોડું સાંભળવાથી મળે એવું નથી. એના માટે તો બહુ નિવૃત્તિ લેવી જોઈએ. બે-ચાર દિ સાંભળે એટલે થઈ જાય એવું નથી આ.
શ્રોતા- અંતર્મુહૂર્તમાં થઈ જાય. ઉત્તર-અંતર્મુહૂર્તમાં થઈ જાય તેની કોણ ના પાડે છે. પરંતુ એવો પ્રયત્ન જોઈએને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com