________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
કલશામૃત ભાગ-૩ ને મંદિર બંધાવો, વ્રત-પૂજા-ભક્તિ રથયાત્રા કાઢો, ગજરથ એટલે હાથીના મોટા રથ કાઢો, પહેલાં પૈસા ખર્ચે એટલે પછી તેને સંઘપતિની પદવી મળે. ધૂળમાંય પદવી છે નહીં. આહાહા ! એ પદવી ધૂળની છે, તે આત્માની પદવી નહીં. અહીંયા તો સંતો આત્માની પદવી દેખાડે છે.
આહા ! (નયના) વિકલ્પોને છોડીને ભગવાન આત્માની પ્રતીત અને જ્ઞાન થાય છે ત્યારે એ અનુભવને અહીંયા આત્મા કહીએ છીએ. આહાહા ! તેને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન કહીએ છીએ. હજુ તો બહારની દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાને, નવતત્ત્વની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. પછી વ્રત લઈ લ્યો, તેને ચારિત્ર માને છે. અહીંયા કહે છે વિકલ્પને છોડીને સ્વરૂપના અનુભવમાં જે પ્રતીત અને જ્ઞાન થયું તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. હજુ તો આ પહેલી ભૂમિકાની વાત ચાલે છે. માર્ગ તો આ છે શેઠ! તમારું તો નામ પણ ભગવાન છે ને! આ અંદર વસ્તુ ભગવાન છે. સમયસાર ૭ર ગાથામાં અમૃતચંદ્ર આચાર્ય આત્માને ભગવાન કહીને બોલાવે છે.
અરે! જાગ રે જાગ નાથ! તને ભગવાન કહીને બોલાવે છે. સંતો તને ભગવાન કહીને બોલાવે અને તું જાગતો નથી નાથ ! આહાહા ! અમૃતચંદ્રાચાર્ય, વીતરાગી સંતો, આનંદના ઝૂલે ઝૂલનારા એ ટીકામાં તને ભગવાન ભ... ગ...વા.. ન. આત્મા કહે છે. ટીકામાં ત્રણ વખત ભગવાન કહીને બોલાવે છે.
એ ભગવાન આત્માનો અનુભવ તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે લ્યો! પરંતુ ચિસ્વભાવ તેનો પ્રગટ અનુભવ ગોચર અસાધારણધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે.”
ચિસ્વભાવ એમ કેમ કહ્યું? (જ્ઞાન) તેનો પ્રગટ અનુભવ ગોચર અસાધારણ ધર્મ છે. અસ્તિત્વ, વસ્તુત્વ એ સાધારણ ધર્મ જેમ પોતાનામાં છે તેમ તે પરમાં પણ છે. તેથી જ્ઞાનને મુખ્ય કરીને અહીંયા જીવને ચિસ્વરૂપ કહ્યું છે.
*
*
*
(વસંતતિલકા) स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्। अन्तर्बहि: समरसैकरसस्वभावं
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।।४५-९० ।। ખંડાવય સહિત અર્થ:- “á(સ: તત્ત્વવેલી) ભાવમ ૩પયાતિ”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com